બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Police on action mode to prevent crime in Ahmedabad

કાર્યવાહી / અમદાવાદમા ઘાતકી હ‌થિયાર લઈને રોલો મારતા ર૦૦થી વધુ ટપોરી સામે પોલીસે લાલ આંખ કરી, પોલીસ એકશન મોડ પર

Dinesh

Last Updated: 08:35 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં હિંસક હુમલાની ઘટનાઓને રોકવા માટે પોલીસ એક્શન મોડ પર આવી ગઇ છે અને શહેરમાં હ‌િથયારો લઇને ફરતા 200થી વધુ ટપોરીઓને ઝડપી પાડ્યા છે.

  • ગુનાખોરીની ઘટનાને રોકવા માટે પોલીસ એક્શન મોડ પર
  • રથયાત્રા નજીક આવતી હોવાથી પોલીસ એલર્ટ
  • રથયાત્રાની તૈયારીઓ પણ પુરજોશમાં ચાલી રહી છે


અમદાવાદમાં ર‌િખયાલ વિસ્તારમાં બે દિવસ પહેલાં એક પોલીસ કર્મચારીના માથામાં અસામા‌જિક તત્ત્વોએ તલવાર વડે હુમલો કર્યો છે ત્યારે શહેરના ખૂણેખાંચરે તલવાર, છરી તેમજ ઘાતકી હુમલાના અનેક બનાવો બન્યા છે. હિંસક હુમલાની ઘટનાઓને રોકવા માટે પોલીસ એક્શન મોડ પર આવી ગઇ છે અને શહેરમાં હ‌િથયારો લઇને ફરતા 200થી વધુ ટપોરીઓને ઝડપી પાડ્યા છે. એક બાજુ શહેરમાં લુખ્ખાં તત્ત્વો બેફામ થઇ ગયાં છે, જ્યારે બીજી બાજુ રથયાત્રાની તૈયારીઓ પણ પુરજોશમાં ચાલી રહી છે. રથયાત્રા પહેલાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસ એલર્ટ મોડ પર છે. 

પોલીસ એલર્ટ થઇ
અતીક અહેમદના મોત બાદ અલ કાયદાએ આપેલી ધમકીને સુરક્ષા એજન્સીઓએ ગંભીરતાથી લીધી છે. દેશભરમાં એક ચોક્કસ ‌ડિઝાઇન હેઠળ કોમી વાતાવરણ ડહોળાય તેવો માહોલ ઊભો કરવાનાં ષડ્યંત્ર ચાલી રહ્યાં છે ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂરી થાય ત્યાં સુધી પોલીસ એલર્ટ થઇ ગઇ છે. પોલીસ માઇક્રો લેવલે પ્લાનિંગ કરી રહી છે, જેના પગલે સુરક્ષાને લઇ અલગ અલગ બ્લૂપ્રિન્ટ તૈયાર કરી છે. અમદાવાદ પોલીસે હ‌િથયારો લઇને નીકળતા આરોપીઓને પકડવા માટેનું ‌મિશન શરૂ કર્યું છે, જે અંતર્ગત ગઈ કાલે 200થી વધુ યુવકોને મોડી રાતે હ‌િથયાર સાથે ઝડપી લેવાયા છે.  એક તરફ શહેરમાં રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે જ્યારે બીજી તરફ શહેરમાં હત્યા, મારામારી, છૂરાબાજી જેવી અનેક ઘટનાઓ બની રહી છે. પોલીસ શહેરમાં થતી નાની-મોટી ઘટનાઓને રોકવા માટે પણ સક્ષમ છે. શહેરમાં ઘાતક હ‌િથયારો સાથે કેટલાંક અસામાજિક તત્ત્વો ફરી રહ્યાં છે, જે ગમે તે સમયે ગુનાખોરી આચરે તેવી શક્યતા છે. હ‌િથયારો લઇને ફરતા આરોપીઓને પકડવા માટે પેટ્રો‌લિંગ શરૂ કર્યું છે, જ્યારે શંકાસ્પદ લાગતા યુવકોને અટકાવીને પોલીસ તેમની તપાસ કરે છે. જો કોઈ યુવક પાસેથી ઘાતક હ‌િથયાર મળી આવે તો તેના વિરુદ્ધ ગુનો દાખલ કરે છે. 

પોલીસે ખાસ અભિયાન હાથ ધર્યું
અમરાઇવાડીમાં રહેતા પારસ વણજારા પાસેથી છરી મળી છે. ર‌િખયાલમાં રહેતા મોહંમદ સમીર અંસારી પાસેથી છરી મળી છે ત્યારે ગોમતીપુરમાં રહેતા મોહંમદ રીઝવાન પાસેથી છરી મળી આવી છે. આવાં અનેક લુખ્ખાં તત્ત્વો છે, જેમની પાસેથી છરી, લાકડી, તલવાર સહિતનાં ઘાતકી હથિયારો મળી આવ્યાં છે. શહેર પોલીસે અંદા‌જિત 200થી વધુ અસામાજિક તત્ત્વો પાસેથી છરી, ચપ્પુ, ડંડા જેવાં હ‌િથયારો જપ્ત કર્યાં છે. બે દિવસ પહેલાં બાપુનગરમાં ‌ફિરોઝ પતલી અને તેની ગેંગના સભ્યોએ મહિલાના ઘરમાં તોડફોડ કરી હતી, જ્યારે દુકાનદાર પર તલવાર વડે હુમલો કર્યો હતો. આ સિવાય ‌ફિરોઝ પતલીના સાગરીતોએ એક પોલીસ કોન્સ્ટેબલને પણ માથામાં તલવાર મારી હતી ત્યારે ગઇ કાલે સરસપુરમાં પણ એક યુવક પર ઘાતકી હુમલો થયો છે. ઘાતકી હુમલાની ઘટનાઓ અટકાવવા માટે પોલીસે ખાસ અભિયાન હાથ ધર્યું હતું

હ‌થિયાર રાખવાનો હેતુ શું છે તે પૂછવાની તસ્દી પોલીસ લેતી નથી
પોલીસ જ્યારે પણ હ‌િથયાર સાથે કોઇ પણ આરોપીની ધરપકડ કરે છે તો તેમને લોકઅપમાં પૂરી દે છે. ત્યાર બાદ આરોપી જામીન લઇને છૂટી જાય છે. આરોપી હ‌િથયાર લઇને કેમ ફરે છે તેની પૂછપરછ કરવાની તસ્દી પોલીસ લેતી નથી. જો પોલીસ આરોપીની પોતાની આગવી સ્ટાઇલથી પૂછપરછ કરે તો આવનારા દિવસોમાં થતા ઘણા ખરા ગુનાઓને રોકી શકાય 
તેમ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ