બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / police complaint was registered in Maninagar about theft from an elderly person house

અમદાવાદ / નોકર રાખતા પહેલા સાવધાન: માત્ર 15 દિવસમાં જ વૃદ્ધાના ઘરમાંથી 1.12 લાખના દાગીનાની ચોરી, ઘરઘાટી દંપતી રફુચક્કર

Kishor

Last Updated: 06:00 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના મણિનગરમાં વૃદ્ધાના ઘરમાંથી દંપતીએ હાથ સાફ કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

  • મણિનગરમાં વૃદ્ધાના ઘરમાંથી દંપતીએ હાથ સાફ કર્યો
  • વૃદ્ધાના ઘરમાંથી ૧.૧ર લાખના દાગીનાની ચોરી
  • મણિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

અમદાવાદ શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે મણિનગરમાં વૃદ્ધાના ઘરમાંથી ઘરઘાટી દંપતીએ હાથ સાફ કર્યો હોવાનું બહાર આવ્યું છે. વૃદ્ધાના ઘરમાંથી દંપતી ૧.૧ર લાખના દાગીનાની ચોરી કરી રફુચક્કર થયું હોવાની ઘટના સામે આવી છે. મણિનગરના કૈલાસ એપાર્ટમેન્ટમાં રહેતાં ૬ર વર્ષીય શેલજા અંધારે ચોરીની ફરિયાદ કરી છે. શેલજા સામાજિક જીવન ગુજારે છે તેમજ તેમના ઘરમાં બે નોકરો ઘરનાં તમામ કામકાજ કરવા માટે આવે અને જાય છે. આ બંને નોકરો તા. ૧૪ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી કામકાજ કરતા હતા.

સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટ્ટીની ચોરી
તા. ૧૯ એપ્રિલ, ર૦ર૩ના બપોરના બે વાગ્યે શેલજાએ તેમનું પર્સ ઘરના સોફા પર રાખ્યું હતું, જેમાં ૩પ૦૦ રૂપિયા રોકડા હતા. જે પર્સ સાંજના સમયે મળી આવ્યું ન હતું તેમજ તા. ર૯ એપ્રિલના રોજ ઘરના ટેબલ પર સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટ્ટી મૂકી હતી તે પણ ગાયબ થયેલાં જોઈને ચોંકી ગયાં હતાં. શેલજા અને તેમના પતિએ ઘરમાં શોધખોળ કરી, પરંતુ દાગીના મળી આવ્યા ન હતા.

મણિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
શેલજાના ઘરમાંથી કુલ ૧.૧ર લાખના દાગીના ચોરાયા હતા. તેમના ઘરે છેલ્લા પંદર દિવસથી રાજસ્થાનનાં રહેવાસી સોનલબહેન જાદવ અને તેમના પતિ રાજુભાઈ જાદવ ઘરકામ કરવા આવતાં હતાં. તેઓ શેલજાના ઘરમાંથી ચોરી કરીને જતાં રહ્યાં હોવાનુ સામેં આવ્યું હતું. શેલજાએ ઘરઘાટી દંપતીએ ચોરી કરી હોવાની ફરિયાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ છે.ઉલ્લેખનીય છે કે શહેરમાં ઘરઘાટી દ્વારા હાથફેરો કરવામાં આવ્યો હોવાની ઘટનાઓ અનેક વખત બનતી હોય છે ત્યારે આવામાં ઘરઘાટી રાખતાં પહેલાં ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે, કેમ કે અનેક વખત ઘરઘાટી ઘરમાં રહેલા દાગીના અને રોકડ સહિતની મતા ચોરીને ફરાર થઇ જવાની ઘટનાઓ સામે આવતી રહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ