બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Police clearance from gambling den of Surendranagar

આક્ષેપ / '12 લાખનો હપ્તો ઉઘરાવે છે' સુરેન્દ્રનગર જુગાર સંચાલકે સીધી DGPને કરી પોલીસની ફરિયાદ

Dinesh

Last Updated: 09:38 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરના સૌકા ગામમાંથી ઝડપાયેલા જુગારધામ મામલે જુગારધામના સંચાલકે DGPને પત્ર લખી હપ્તાખોરીનો આક્ષેપ કર્યો છે.

  • જુગારધામમાંથી પોલીસની કટકીનો ખુલાસો
  • દર મહિને 12 લાખ વસૂલાતા હોવાનો આરોપ
  • DGPને પત્ર લખી જુગારધામ સંચાલકનો આક્ષેપ


સુરેન્દ્રનગરના સૌકા ગામમાંથી ઝડપાયેલા જુગારધામ મામલે પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. જુગારધામના સંચાલકે DGPને પત્ર લખી હપ્તાખોરીનો આક્ષેપ કર્યો છે. સ્થાનિક પોલીસ દર મહિને 12 લાખ વસૂલતી હોવાનો જુગારધામના સંચાલકે આરોપ લગાવ્યો છે. અન્ય ખર્ચાની રકમ પણ પોલીસકર્મીઓ ઉઘરાવતા હોવાનો આક્ષેપ થયો છે.

જુગારધામ સંચાલકે તોડ કર્યાનો આક્ષેપ કર્યો
પોલીસે દરોડા દરમિયાન ફાયરિંગ પણ કર્યા હોવાનો જુગારધામના સંચાલકે દાવો કર્યો છે. છેલ્લા 2 વર્ષથી જુગારધામ ધમધમતો હોવાનો પણ આ પત્રથી ખુલાસો થયો છે. મહત્વનું છે કે, સૌકા ગામમાં LCBએ જુગારધામમાં દરોડા પાડીને 38 જુગારીઓને ઝડપ્યા હતા. 38 જુગારીઓ પાસેથી પોલીસે 27 લાખ સાથે કબજે કર્યા હતા. ત્યારે હવે સ્થાનિક પોલીસ પર જુગારધામ સંચાલકે તોડ કર્યાનો આક્ષેપ કર્યો છે.

જુગારધામના સંચાલકના આક્ષેપ
જુગારધામના સંચાલક ઝાલા નવદીપસિંહ આક્ષેપ કર્યા છે કે, પૈસા ન આપતા રેઈડ કરી હતી. તેમણે લખ્યું છે કે, તેમની ગાડીઓ તથા અન્ય તમામ ખર્ચ દર માસના આધારે રૂપિયા એક લાખ જેવી રકમ વસૂલવામાં આવતી હતી. તેમણે સમગ્ર આક્ષેપોને લઈ કહ્યું કે, હરદેવસિંહ જમાદારનું નામ લઈ વાત કરતાનું અમારી પાસે મોબાઈલ રેકોડિંગ પણ પડ્યાં છે. 

જુઓ પત્ર

સળગતા સવાલ
સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ ચાલતુ હતુ જુગારધામ?
2 વર્ષથી સ્થાનિક પોલીસ વસૂલતી હતી રૂપિયા?
તોડ કરતા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થશે?
રૂપિયા લીધા હોવાના કારણે સ્થાનિક પોલીસ ચૂપ હતી?
સ્થાનિક પોલીસે રૂપિયા લઈને જુગાર ચલાવવાની મંજૂરી આપી હતી?
12 લાખ વસૂલતા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થશે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ