બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / વડોદરા / Police arrest Mahant of Rakdia Hanuman Temple in Botad

સાળંગપુર વિવાદ / બોટાદના રોકડીયા હનુમાન મંદિરના મહંતને પોલીસનું તેડું, હથિયારવાળા વીડિયો અને તિલક વાળા નિવેદન પર પૂછપરછ

Vishal Khamar

Last Updated: 07:28 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભીંત ચિત્રો મામલે બોટાદનાં રોકડીયા હનુમાન મંદિરનાં મહંત સાળંગપુર જવા નીકળે તે પહેલા બોટાદ પોલીસે બાપુને પોલીસ સ્ટેશને પૂછપરછ માટે બોલાવ્યા હતા.

  • બોટાદના રોકડીયા હનુમાન મંદિરના મહંતને પોલીસનું તેડુ
  • ક્યાં કારણ સર પૂછપરછ તે કારણ હજુ અકબંધ
  • પરમેશ્વર બાપુ સાળંગપુર જવા નીકળે તે પહેલા બોટાદ પોલીસે બોલાવ્યા

 બોટાદનાં રોકડીયા હનુમાન મંદિરનાં મહંતને પોલીસનું તેડું આવ્યું છે. ત્યારે તિલક એલાન મામલે કે હથિયારને લઈ આપેલા નિવેદનને લઈ પૂછપરછ તે  કારણોસર હજુ અકબંધ છે.  ત્યારે લીંબડી ખાતે સંમેલન દરમિયાન હનુમાનજીની મૂર્તિને તિલકને લઈ હથિયાર સાથે એલાન કર્યું હતું. ત્યારે બાજુએ હનુમાનજી માટે ચાંદીનું તિલક બનાવ્યું છે. પરમેશ્વર બાપુએ સાળંગપુર પહોંચી દાદાને તિલક લગાવવાની જાહેરાત કરી હતી. જેને લઈ સાળંગપુર જવા નીકળે તે પહેલા બોટાદ પોલીસે બાપુને પોલીસ સ્ટેશને બોલાવી તેઓની પૂછપરછ હાથ ધરી હતી. 

લીંબડી ખાતે યોજાયેલ ધર્મ સંમેલન પૂર્ણ થયું 
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસ ચર્ચાઈ રહેલા મુદ્દા પર મોટો નિર્ણય લઈને સાળંગપુર મંદિરના વહીવટી તંત્ર દ્વારા વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવામાં આવ્યા છે. પરંતુ સાધુ-સતો હજુ પણ નમતુ ન મૂકીને લડી લેવાના મુડમાં જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે યોજાયેલ ધર્મ સંમેલન પૂર્ણ થયું છે. આજના ધર્મ સંમેલનમાં રાજ્યભરના સાધુ-સંતોની ઉપસ્થિતિમાં વધુ 8 મુદ્દાઓ અંગે ઠરાવ થયા છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયને કાયદાકીય લડત આપવા અંગેનો ઠરાવ કરાયો છે. આજના ધર્મ સંમેલનમાં સનાતન ધર્મના સાધુ-સંતોએ કાયદાકીય લડત આપવાની રણનીતિ બનાવી છે. 

વધુ 8 મુદ્દે થયા ઠરાવ
રાજ્યભરના સાધુ-સંતોની ઉપસ્થિતિમાં વધુ 8 મુદ્દા અંગે ઠરાવ થયા છે. સાથે જ સ્વામિનારાયણના સંપ્રદાયના પુસ્તકો નદીમાં પધરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સનાતન ધર્મની આગામી બેઠક હવે જૂનાગઢમાં મળશે. જૂનાગઢમાં મળનારી બેઠકમાં કમિટીનું ગઠન થશે. કમિટીની રચના બાદ હાઈકોર્ટમાં પિટિશન કરાશે, સનાતન ધર્મના સાધુઓ કોર્ટના દ્વાર ખખડાવવા તૈયાર થયા છે. કોર્ટમાં 187 જેટલા પૂરાવા રજૂ કરવામાં આવશે. 
મોટી સંખ્યામાં સાધુ-સંતો રહ્યા હાજર
આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલા મનદીપ પાર્ટી પ્લોટમાં સાધુ-સંતો અને મહંતોનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં દિલીપ દાસજી, ઋષિ ભારતી બાપુ, લાલદાસ બાપુ, જ્યોતિર્નાથ બાપુ, ચૈતન્ય શંભુ મહારાજ, પ્રભુદાસજી બાપુ, અવધબિહારી દાસજી, નિશ્ચલદાસજી, ગીતાદીદી, શેરનાથ બાપુ સહિત ગુજરાત અને દેશભરમાંથી મહામંડલેશ્વરો, સાધુ-સંતો હાજર રહ્યા હતા. આજના ધર્મ સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં ફેરફાર કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ