બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / PM Modi's Diwali gift to 80 crore ration card holders of the country! These items will be free for 5 years

એલાન / દેશના 80 કરોડ રૅશન કાર્ડ ધારકોને PM મોદીની દિવાળી ગિફ્ટ! 5 વર્ષ સુધી મફત મળશે આ વસ્તુઓ

Megha

Last Updated: 08:42 AM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારી પાસે રેશન કાર્ડ છે અને તમે મફત રાશન યોજનાના લાભાર્થી છો, તો આ સમાચાર તમારા કામના છે. આગામી પાંચ વર્ષ સુધી 80 કરોડ ગરીબ લોકોને મફત રાશન મળશે.

  • 80 કરોડ ગરીબ લોકોને આગામી પાંચ વર્ષ સુધી મફત રાશન મળતું રહેશે
  • મોદી સરકારે 'વન નેશન વન રેશન કાર્ડ'ની વ્યવસ્થા કરી
  • મેં નક્કી કર્યું કે હું કોઈ ગરીબને ભૂખ્યો નહીં સૂવા દઉં-  PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (4 નવેમ્બર) છત્તીસગઢની ધરતી પરથી મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે દેશના 80 કરોડ ગરીબ લોકોને આગામી પાંચ વર્ષ સુધી મફત રાશન મળતું રહેશે. અને આ કોઈ ચૂંટણી માટેના વાયદાઓ નથી પણ આ મોદીની ગેરંટી છે. 

મોદી સરકારે 'વન નેશન વન રેશન કાર્ડ'ની વ્યવસ્થા કરી
નોંધનીય છે કે વડાપ્રધાન છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2023માં ભારતીય જનતા પાર્ટી (BJP)ની તરફેણમાં પ્રચાર કરવા આવ્યા હતા. અહીં પીએમ મોદીએ કહ્યું કે અહીં ઘણા મિત્રો રોજીરોટી કમાવવા માટે ક્યાંક બહાર જાય છે. ભાજપ સરકારે એવી વ્યવસ્થા કરી છે કે તમે દેશના કોઈપણ ભાગમાં રહો, તમને રાશન મળતું રહેશે. અગાઉ એક રાશન કાર્ડ પર બીજી દુકાનમાં રાશન મળતું ન હતું. મોદી સરકારે 'વન નેશન વન રેશન કાર્ડ'ની વ્યવસ્થા કરી છે. હવે તમને દેશના કોઈપણ ખૂણે તમારા રેશન કાર્ડ પર અનાજ મળશે. મોદી સરકાર તમને દેશના કોઈપણ ખૂણે ભૂખ્યા નહીં સૂવા દે. 

હું કોઈ ગરીબને ભૂખ્યો નહીં સૂવા દઉં - PM મોદી
આગળ વાત કરતા PM મોદીએ કહ્યું કે તમારી આજીવિકાની ચિંતા તમારી નથી. આ મારી ચિંતા છે. જ્યારે કોરોના સંકટ આવ્યું ત્યારે સૌથી મોટી સમસ્યા એ હતી કે ગરીબો માટે પૂરતું ભોજન કેવી રીતે મેળવવું. કોઈપણ માતા પેટ બાંધીને સૂઈ શકે છે, પરંતુ તેના બાળકોને ભૂખ્યા જોઈ શકતી નથી. કોઈપણ પિતા જે કંઈપણ કરવા તૈયાર હોય છે તે પોતાના બાળકને ભૂખ્યા રાખી શકતા નથી. જ્યારે કોરોનાને કારણે બધુ થંભી ગયું ત્યારે મેં નક્કી કર્યું કે હું કોઈ ગરીબને ભૂખ્યો નહીં સૂવા દઉં.

પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના પાંચ વર્ષ લંબાવશે 
પીએમ મોદીએ કહ્યું કે તેથી જ ભાજપ સરકારે પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના શરૂ કરી. આ યોજનાના કારણે છત્તીસગઢના લાખો લોકોને આજ સુધી ચોખા અને ચણા મળી રહ્યા છે. આ યોજનાનો સમય ડિસેમ્બરમાં પૂરો થઈ રહ્યો છે. પરંતુ હું મારા દેશના ભાઈ-બહેનોને કહેવા માંગુ છું કે ભાજપ સરકાર હવે દેશના 80 કરોડ ગરીબ લોકોને મફત રાશન આપવાની યોજનાને આગામી પાંચ વર્ષ સુધી લંબાવશે. 

વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવામાં આવે છે
સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર સરકારના આ પગલાથી લગભગ 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. નોંધનીય છે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા (NFSA) હેઠળ, લાભાર્થીઓને 1-3 રૂપિયા પ્રતિ કિલોના દરે અનાજ આપવામાં આવે છે. આ યોજના હેઠળ ગરીબ પરિવારોને દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવામાં આવે છે. અંતોદ્ય અન્ન યોજના (AAY) પરિવારોને દર મહિને 35 કિલો અનાજ આપવામાં આવે છે. પીએમએ આ જાહેરાત 31 ડિસેમ્બર, 2023ના રોજ PMGKAYની સમયરેખા પૂરી થાય તે પહેલા કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ