બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / PM Modi will again be the guest of Gujarat from today detailed program of 3 days

મુલાકાત / આજથી ફરી PM મોદી બનશે ગુજરાતના મહેમાન, જાણો 3 દિવસનો વિગતવાર કાર્યક્રમ

Kishor

Last Updated: 12:15 AM, 30 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.  આ દરમિયાન તેઑ વડોદરા, થરાદ અને માનગઢના કાર્યક્રમમાં હાજરી આપશે.

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે  
  • ભારતના પહેલા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ નિર્માણનો પ્લાન્ટ બનશે
  • વડોદરા, થરાદ અને માનગઢના કાર્યક્રમમાં હાજરી આપશે 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. જ્યાં તેઑ વડોદરા, થરાદ અને માનગઢના કાર્યક્રમમાં હાજરી આપશે. PM મોદી આજે બપોરે વડોદરા પહોચશે. જ્યાં એક ભવ્ય રોડ શો કરીને સભાને સંબોધશે. ત્યાર પછી C-295 ટ્રાન્સપોર્ટેશન વિમાન બનાવવા માટેના પ્લાન્ટનું વડોદરામાં PM મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. અહિંયા 56 ટ્રાન્સપોર્ટેશન વિમાન બનાવવા માટે ભારત સરકારે 21 હજાર કરોડની એયરબસ કંપની સાથે ડીલ કરી છે. એયરબસ કંપની યુરોપીયન કંપની છે જે ભારતમાં C-295 માલવાહક વિમાનનું મેન્યુફેક્ચરિંગ કરશે. જેમાં ટાટા ગ્રુપ સાથે મળીને એયરબસ કંપની C-295 વિમાનનું નિર્માણ કાર્ય કરવામાં આવશે.


C-295 વિમાનની ખાસિયત?    

  • C-295 વિમાનને સેના અને રાહતના કામો માટે ઉપયોગમાં લેવાય છે
  • વિમાન એક ફેરામાં મહત્તમ 71 સેનિકોને લઈ જવામાં સક્ષમ
  • હથિયારો સહિત 50 પેરાટૂપર્સને લઈ જવામાં સમર્થ
  • જ્યાં મોટા વિમાન ન ઉતરી શકે ત્યાં સરળતાથી C-295 વિમાન ઉતરી શકે છે
  • યુદ્ધ દરમિયાન સેનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવામાં ઉપયોગી
  • રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ઇજાગ્રસ્તોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડી શકે છે
  • એયરબસ કંપની પાસે અત્યાર સુધી વિમાનને બનાવવા 285 ઓર્ડર છે
  • 285 ઓર્ડરમાંથી 203 વિમાનની સફળતા પૂર્વક કરાઈ ચૂકી છે ડિલિવરી
  • C-295 વિમાન ક્લોઝ એયર સપોર્ટ, ઈલેક્ટ્રોનિક યુદ્ધ, VIP ટ્રાન્સપોર્ટેશન જેવા કામોમાં સક્ષમ

આ કાર્યક્રમમાં આપશે હાજરી
આજે બપોરે PM મોદી વડોદરા પહોંચશે. ત્યાર પછી ભવ્ય રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકોની ભીડ જોવા મળશે. વડોદરાના કાર્યક્રમ બાદ PM મોદી કેવડિયા જવા રવાના થશે. જ્યાં 31 ઓક્ટોબરે સવારે SOU ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યાર પછી PM મોદી કેવડિયાથી અમદાવાદ થઈ થરાદ જવા રવાના થશે. થરાદમાં જનસભાને સંબોધન કરી કરોડો રુપિયાના વિકાસ કાર્યોની લોકોને ભેટ આપવામાં આપશે. 1 નવેમ્બરે PM મોદી માનગઢના પ્રવાસે જશે. ત્યાં શહિદ આદિવાસીઓને શ્રદ્ધાંજલિ આપશે. ત્યાર પછી બપોરે જાંબુઘોડામાં PM મોદી જનસભાને સંબોધશે. જાંબુઘોડાથી ગાંધીનગર પહોંચી મહાત્માં મંદિર જશે. મહાત્મા મંદિરથી કાર્યકરોને વર્ચ્યુઅલ સંબોધન કરશે.PM મોદી 182 બેઠકો પર ભાજપના સ્નેહમિલન કાર્યક્રમને સંબોધન કરશે. કાર્યક્રમ પત્યા પછી રાત્રે દિલ્લી જવા રવાના થશે.
 
એકતા પરેડની તૈયારીઓ 
આદિવાસી બાળકોનું મ્યુઝિકલ બેન્ડ 31મી ઓક્ટોબરે કેવડિયામાં પ્રધાનમંત્રીની સામે પરફોર્મ કરશે જે બાળકો એક સમયે અંબાજી મંદિરમાં ભીખ માગતા હતા. તેઓ હવે પી.એમના પ્રોત્સાહન બાદ કેવડિયામાં પરફોર્મ કરશે અગાઉ પણ 30મી સપ્ટેમ્બરે પી.એમની અંબાજી મુલાકાત વખતે બેન્ડે પરફોર્મ કર્યું હતું.બનાસકાંઠા જિલ્લાના અંબાજી નગરના આદિવાસી બાળકોનું મ્યુઝિકલ બેન્ડ 31મી ઓક્ટોબરે કેવડિયામાં પ્રધાનમંત્રીની સામે પરફોર્મ કરવના હોય હાલ એકતા પરેડની તૈયારીઓ કરી રહ્યા છે. 

ડીંડરોલથી મુક્તેશ્વર અને કસરાથી સીપુ ડેમની પાઇપલાઇનનું ખાતમુર્હૂત 
 વધુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે થરાદના પ્રવાસે છે અને ડીંડરોલથી મુક્તેશ્વર અને કસરાથી સીપુ ડેમ સુધી પાણીની પાઇપલાઇનનું ખાતમુર્હૂત કરશે. ત્યારે પાલનપુર અને વડગામ પંથકના લોકોમાં અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સ્થાનિકોના મતે વર્ષોથી જે પાણીની સમસ્યા હતી તે હવે દૂર થશે. પાલનપુર અને વડગામનું જીવાદોરી સમાન તળાવ ભરવાની મંજૂરી મળી છે.આથી બનાસકાંઠામાં ખેડૂતોએ ભેગા થઈને PM મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ