બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / PM Modi targeted Mamata government in West Bengal TMC meaning TU Mein Aur Corruption

પશ્ચિમ બંગાળ / 'તૂં મેં ઔર કરપ્શન હી કરપ્શન', મમતાના ગઢમાં PM મોદીનો હુંકાર, સમજાવ્યો TMCનો અર્થ

Megha

Last Updated: 01:36 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળમાં સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે TMC અત્યાચાર અને વિશ્વાસઘાતનું બીજું નામ બની ગયું છે. તેઓ બંગાળના લોકોને ગરીબ રાખવા માંગે છે જેથી એમની રાજનીતિ ચાલતી રહે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના વિકાસ માટે ​​15,000 કરોડ રૂપિયાના અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. સાથે જ આ પ્રસંગે આયોજિત જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ પશ્ચિમ બંગાળને વિકસિત રાજ્ય બનાવવાની દિશામાં વધુ એક પગલું ભરી રહ્યા છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે આ પ્રોજેક્ટ્સમાં પાવર, રોડ અને રેલ્વે જેવી માળખાકીય સુવિધાઓનો વિકાસ સામેલ છે, જેનો ઉદ્દેશ્ય રહેવાસીઓ માટે જીવનની સરળતામાં સુધારો કરવાનો છે.

એક તરફ વડાપ્રધાને અનેક વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા તો બીજી તરફ મમતા સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા. પીએમ મોદીએ કહ્યું કે ટીએમસી સરકારે બંગાળના લોકોને નિરાશ કર્યા છે. TMC અત્યાચાર અને વિશ્વાસઘાતનું બીજું નામ છે.

પશ્ચિમ બંગાળના નાદિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, "ટીએમસીના કુશાસનમાં આજે માતા, માટી અને મનુષ્ય બધા રડી રહ્યા છે. સંદેશખાલીની બહેનો ન્યાય માટે આજીજી કરતી રહી પરંતુ ટીએમસી સરકારે તેમની વાત સાંભળી નહીં. રાજ્ય સરકાર સંદેશખાલીના ગુનેગારની કદી ધરપકડ થાય તેવું તેઓ ઈચ્છતા ન હતા, પરંતુ જ્યારે બંગાળની આ મહિલા શક્તિ દુર્ગા બનીને ઊભી થઈ અને ભાજપના કાર્યકર્તાઓ તેમની સાથે ઊભા રહ્યા, ત્યારે રાજ્ય સરકારને નમવું પડ્યું."

પીએમ મોદીએ કહ્યું, "અહીં જે રીતે ટીએમસીની રાજ્ય સરકાર ચાલી રહી છે, તેણે બંગાળને નિરાશ કર્યું છે. પશ્ચિમ બંગાળના લોકોએ ઘણી અપેક્ષાઓ સાથે ટીએમસીને વારંવાર આટલો મોટો જનાદેશ આપ્યો, પરંતુ ટીએમસી અત્યાચાર અને વિશ્વાસઘાતનું બીજું નામ બની ગયું છે. TMCની પ્રાથમિકતા બંગાળનો વિકાસ નથી પરંતુ ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ છે."

આગળ પીએમ મોદીએ કહ્યું કે 'TMCનો અર્થ બદલાઈ ગયો છે. T એટલે તું, M એટલે મેં અને C એટલે કરપ્શન..ટીએમસી બંગાળના લોકોને ગરીબ રાખવા માંગે છે જેથી તેની રાજનીતિ ચાલતી રહે. 

વધુ વાંચો: લોકસભા ચૂંટણી લડવી હોય તો શું કરવું પડે? જાણો ઉમેદવારી માટે શું છે નિયમો અને પ્રોસેસ

પીએમ મોદીએ કહ્યું કે બંગાળ પાસે જે હતું તે આઝાદી પછી બચ્યું નથી, જેના કારણે બંગાળ પાછળ રહી ગયું છે. છેલ્લા દસ વર્ષથી સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર આપી રહી છે. હવે બંગાળના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે બમણી રકમ ખર્ચવામાં આવી છે. બંગાળના વિકાસમાં રેલવે પ્રોજેક્ટ મહત્વની ભૂમિકા ભજવશે.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ