બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / PM Modi Speech on opposition india put no confidence motion pm modi said bjp mp hit sixes

PM Modi Speech / છેલ્લા બોલ પર સિક્સર ફટકારો...: PM મોદીએ ભાજપના સાંસદોને આપ્યો ખાસ ગુરુમંત્ર, જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 07:22 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Speech: ભાજપ સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખતા નેતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે અવિશ્વાસ પ્રસ્તાવ પર કહ્યું કે છેલ્લા બોલ પર છગ્ગો લગાવો. અમુક નેતા દિલ્હી બિલને સેમીફાઈનલની જેમ માની રહ્યા હતા પરંતુ તેને રોકી ન હતા શક્યા.

  • અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પહેલા શું કહ્યું પીએમ મોદીએ?  
  • દિલ્હી બિલ પર મતદાનમાં સેમીફાઈનલ જીત પર આપી શુભકામના
  • 2024 પહેલા વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનું કારણ જણાવ્યું 

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર જોરદાર હંગામો થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટે બોલશે. તે પહેલા આજે ભાજપની સંસદીય દળની બેઠકમાં મોદીએ મોટી વાત કહી છે. 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમે કહ્યું, "છેલ્લા બોલ પર છગ્ગો લગાવીશું" પ્રધાનમંત્રીએ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું કારણ પણ જણાવ્યું. 

તેમણે આજે સવારે કહ્યું કે વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયન નેશનલ ડેવલોપમેન્ટ ઈનફ્લૂસિવ એલાયન્સ' એટલે I.N.D.I.A પોતે અવિશ્વાસથી ભરેલું છે અને સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યું છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીએ વિપક્ષી ગઠબંધનને અભિમાની ગણાવ્યું છે અને દિલ્હી સેવા ધારાસભ્ય પર મતદાનમાં સેમીફાઈનલ જીત માટે પાર્ટીના રાજ્યસભા સદસ્યોને શુભકામનાઓ આપી. 

છેલ્લા બોલ પર સિક્સર ફટકારો
PM મોદીએ લોકસભાની ચર્ચા તરફ સદસ્યોનું ધ્યાન દોરતા કહ્યું કે તે 2024ની ચૂંટણી પહેલા છેલ્લા બોલ પર સિક્સર લગાવે. લોકસભામાં તેની અસર પણ જોવા મળશે. ગૌરવ ગોગોઈના બાદ જ્યારે ભાજપ સાંસદ નિશિકાંત દુબે ઉભા થયા તો તેમણે રાહુલ અને સોનિયા ગાંધી પર ખૂબ પ્રહાર કર્યા. પીએમએ 2018ના પોતાના ભાષણનો ઉલ્લેખ કર્યો. જેમાં તેમણે વિપક્ષને 2023માં સરકારની વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની વાત કહી હતી. 

અવિશ્વાસ પ્રસ્તાવ 
દિલ્હી સર્વિસ બિલને સોમવારે સંસદમાં મંજૂરી મળી ગઈ. રાજ્યસભામાં આ બિલ પર ચર્ચા બાદ થયેલા મતદાનમાં 131 સદસ્યોએ તેના પક્ષમાં અને 101એ તેના વિરૂદ્ધ મતદાન કર્યું. બેઠકમાં હાજર ભાજપના એક સાંસદ અનુસાર મોદીએ કહ્યું, વિપક્ષ અવિશ્વાસથી ભરેલો છે... અને પોતાના સહયોગીઓનો વિશ્વાસ પરખવા માટે કેન્દ્ર સરકારના વિરૂદ્ધ તે અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યા છે.

આજે લોકસભામાં કેન્દ્ર સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. વિપક્ષની તરફથી આ ચર્ચાની શરૂઆત કોંગ્રેસ નેતા ગોરવ ગોગોઈએ કરી. ગોગોઈએ મણિપુરમાં હિંસાને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો અને કહ્યું કે વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો જેથી આ મામલા પર પ્રધાનમંત્રી મોદીનું મૈનવ્રત તોડી શકાય. લોકસભામાં સત્તારૂઢી પાર્ટી વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ નિષ્ફળ થવો નક્કી માનવામાં આવી રહ્યો છે. 

વિપક્ષી પાર્ટી પર નિશાનો સાધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમના નેતા સામાજીક ન્યાયની વાત કરે છે પરંતુ તેમણે વંશવાદ, તુષ્ટિકરણ અને ભ્રષ્ટ રાજનીતિથી તેને સૌથી વધારે નુકસાન પહોંચાડ્યું. તેમણે કહ્યું કે આ સમય ભ્રષ્ટાચાર, વંશવાદ અને તૃષ્ટિકરણની રાજનીતિને ખતમ કરવાનો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ