બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / PM Modi set to visit Europe as 'region faces many challenges and choices'

વિઝિટ / હવે યુરોપમાં છવાશે ઈન્ડીયા, આવતીકાલથી ત્રણ દેશોની મુલાકાતે PM મોદી, મુલાકાત પહેલા જુઓ શું બોલ્યાં

Hiralal

Last Updated: 06:47 PM, 1 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલથી યુરોપના ત્રણ દેશોની મુલાકાતે જતા પહેલા પીએમ મોદીએ એક મોટું નિવેદન આપ્યું છે.

  • પીએમ મોદી 2 મેથી ઉપડશે વિદેશ પ્રવાસ
  • જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સની મુલાકાતે જશે
  • 3 દેશોમાં 25 કાર્યક્રમોમાં લેશે હાજરી

પીએમ મોદી 2 મેથી વિદેશ પ્રવાસે ઉપડી રહ્યાં છે. ચાલુ વર્ષમાં પીએમ મોદીની આ પહેલી વિદેશયાત્રા છે. તેઓ જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સ એમ ત્રણ દેશોની મુલાકાતે જઈ રહ્યાં છે. આ દરમિયાન તેઓ 25 કાર્યક્રમોમાં ભાગ લેશે અને ત્રણ દિવસની યાત્રા દરમિયાન લગભગ 65 કલાક તે દેશોમાં વિતાવશે. સત્તાવાર સૂત્રોએ શનિવારે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે મોદી સાત દેશોના આઠ નેતાઓ સાથે દ્વિપક્ષીય અને બહુપક્ષીય બેઠક કરશે.

 

50 ગ્લોબલ બિઝનેસમેન સાથે પણ વાતચીત
સૂત્રોએ જણાવ્યું કે પીએમ મોદી 50 ગ્લોબલ બિઝનેસમેન સાથે પણ વાતચીત કરશે. મોદી 2 મેના રોજ જર્મની, ડેનમાર્ક અને ફ્રાંસની ત્રણ દિવસની યાત્રા પર રવાના થશે. આ વર્ષે તેમની આ પહેલી વિદેશ યાત્રા છે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન 4 મેના રોજ પરત ફર્યા બાદ થોડા સમય માટે જર્મની, પછી ડેનમાર્ક અને પછી પેરિસ જશે.

જર્મની અને ડેનમાર્કમાં એક-એક રાત વિતાવશે મોદી 
સૂત્રોએ જણાવ્યું હતું કે મોદી જર્મની અને ડેનમાર્કમાં એક-એક રાત વિતાવશે.તેમની આ મુલાકાત એવા સમયે થશે જ્યારે યુક્રેન સંકટ ચાલુ છે અને રશિયાની કાર્યવાહીએ લગભગ સમગ્ર યુરોપને તેની સામે એક કરી દીધું છે. પીએમ મોદીની આ મુલાકાત અને બેઠકોને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

યુરોપના ઘણા પડકારો વચ્ચે મુલાકાતે જઈ રહ્યો છું-પીએમ મોદી 
યુરોપ પ્રવાસે ઉપડતા પહેલા પીએમ મોદીએ કહ્યું કે મારી યુરોપ મુલાકાત એવે સમયે આવી છે કે જ્યારે તે પ્રાંત ઘણા પડકારોનો સામનો કરી રહ્યું છે. 

ભારત મજબૂત અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે-મોદી 

મોદીએ શુક્રવારે કહ્યું કે ભારત મજબૂત અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે અને 2030 સુધીમાં દેશમાં સેમી કંડકટરોનો વપરાશ 110 અબજ ડોલરને પાર થવાની સંભાવના છે. તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી સ્ટાર્ટ-અપ 'ઇકો-સિસ્ટમ' છે. તેમણે કહ્યું હતું કે, ભારત આગામી ટેકનોલોજી ક્રાંતિનું નેતૃત્વ કરવા તૈયાર છે અને અન્ય બાબતોની સાથે 5જીમાં ક્ષમતાઓ વિકસાવવા માટે રોકાણ કરવામાં આવી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ