બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / pm modi made plan to get rid of network problems and sets deadline for mobile towers

તમારા કામનું / ગામડાંઓમાં લગાવવામાં આવશે મોબાઈલ ટાવર, નેટવર્ક પ્રોબ્લેમથી છુટકારો અપાવવા માટે PM મોદીએ નક્કી કરી ડેડલાઈન

Arohi

Last Updated: 03:55 PM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi In Pragati Meeting: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેટવર્ક પ્રોબ્લેમ્સમાંથી છુટકારો અપાવવા માટે દરેક ગામમાં મોબાઈલ ટાવર લગાવવાની ડેડલાઈન નક્કી કરી છે. માર્ચ 2024 સુધી દરેક ગામમાં આ કામને પુરૂ કરી લેવામાં આવશે.

  • ગામ ગામમાં લગાશે મોબાઈલ ટાવર
  • નેટવર્ક પ્રોબ્લેમ્સથી મળશે છુટકારો 
  • PM મોદીએ નક્કી કરી ડેડલાઈન 

દેશના ગામ ગામ સુધી મોબાઈલ નેટવર્કની સમસ્યાથી છુટકારો અપાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાસ પ્લાન તૈયાર કર્યો છે. PM મોદીએ નેટવર્લડ સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે ડેડલાઈન નક્કી કરી છે. 

તેમણે બધા વિભાગોને એ નિર્દેશ આપ્યા છે કે દૂરના ગામડાઓમાં મોબાઈલ ફોન નેટવર્ક કવરેજ મેળવવા માટે યોગ્ય પગલા ભરવામાં આવે. PM મોદીએ કહ્યું છે કે માર્ચ 2024 સુધી ભારતના બધા ગામમાં મોબાઈલ ટાવર હોવા જોઈએ. 

મોબાઈલ નેટવર્કની સમસ્યા દૂર કરવા ડેડલાઈન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રગતિની બેઠકમાં મોડુ થવા અંગે ચિંતા વ્યક્ત કરતા મોબાઈલ નેટવર્કની સમસ્યા દૂર કરવા માટે ડેડલાઈન નક્કી કરી છે. તેમણે આ વાત પર ભાર આપ્યો છે કે સ્થાનીક લોકોને મુશ્કેલી થઈ શકે છે પરંતુ સંચાર નેટવર્કને વધારવા માટે તે ટાવરોને સ્થાપિત કરવાના પક્ષમાં છે. 

PM મોદીએ મોબાઈલ ટાવર અને 4G કવરેજની કરી સમીક્ષા 
પ્રગતિની આ બેઠક વખતે પ્રધાનમંત્રીએ યુએસઓએફ પરિયોજનાઓ હેઠળ મોબાઈલ ટાવર અને 4G કવરેજની સમીક્ષા પણ કરી. અધિકારીઓએ જ્યારે કારમમાં મોડુ થવાનું કારણ જણાવતા જમીનની ઉપલબ્ધતા ન હોવા અને દુરના સ્થાન વિશે વાત કરી તો PM મોદીએ ડેમના નિર્માણની તુલના ટાવરો સાથે કરી. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અધિકારીઓએ કાર્ય પુર્ણ કરવા માટે વધારે સમયની માંગ કરી તો PM મોદીએ કહ્યું કે નાણાકીય વર્ષના અંત સુધી કામ પુરૂ થઈ જવું જોઈએ. બેઠકમાં PM મોદીએ ગુજરાતમાં 66 ટાવરોની સ્થાપનામાં થઈ રહેલા મોડાને પણ ચિંતાનો વિષય ગણાવ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ