બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / સુરત / PM Modi inaugurated the terminal of Surat International Airport

સુરતને ભેટ / PM મોદીની સુરતને ડબલ ગિફ્ટ: સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ કર્યું ઉદ્ઘાટન, વર્ષે 35 લાખ મુસાફરો સંભાળી શકે તેવી ક્ષમતા

Priyakant

Last Updated: 11:18 AM, 17 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Airport New Terminal News: સુરત એરપોર્ટ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક 1800 મુસાફરો અને વાર્ષિક 35 લાખ મુસાફરોને હેન્ડલ કરી શકશે, એરપોર્ટને 20 ચેક-ઈન કાઉન્ટર, 5 એરોબ્રિજ, 13 ઈમિગ્રેશન કાઉન્ટર, 500 કાર પાર્કિંગ સ્પેસ જેવી સુવિધાઓ

  • વડાપ્રધાન મોદીએ સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કર્યું 
  • 353 કરોડના ખર્ચે બન્યું છે આ સુરત એરપોર્ટનું નવું ટર્મિનલ બિલ્ડીંગ 
  • 20 ચેક-ઈન કાઉન્ટર, 5 એરોબ્રિજ, 13 ઈમિગ્રેશન કાઉન્ટર 

Surat Airport New Terminal : વડાપ્રધાન મોદીએ આજે રૂ. 353 કરોડના ખર્ચે બનેલ સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કર્યું છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય અને રાજ્યના મંત્રીઓ, મહાનુભાવો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત વડાપ્રધાન સુરતમાં તૈયાર કરાયેલ ડાયમંડ બુર્સનું પણ ઉદ્ઘાટન કર્યું છે. જેમાં પણ દેશ-વિદેશના મહેમાનો ભાગ લીધો છે. 

આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપ્યો
સુરત એરપોર્ટ દિલ્હી, ચેન્નાઈ, બેંગલુરુ, કોલકાતા, હૈદરાબાદ, ગોવા, પુણે, દીવ, બેલાગવી, ઈન્દોર, ઉદયપુર, જયપુર અને કિશનગઢ જેવા 14 રાષ્ટ્રીય શહેરો સાથે અને શારજાહ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે બાકીના વિશ્વ સાથે જોડાયેલ છે. દર અઠવાડિયે 252થી વધુ પેસેન્જર ફ્લાઈટનું સંચાલન થાય છે. આ તરફ ગત 15મીએ કેન્દ્ર સરકાર દ્વારા સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી પેસેન્જર ટ્રાફિક અને કાર્ગો હેન્ડલિંગમાં વધારો સાથે પ્રાદેશિક વિકાસની તકો મળશે.

કેવું છે સુરતનું નવું ટર્મિનલ ? 
એર કનેક્ટિવિટી વધારવાની સાથે નવી ઇમારત મુસાફરોની સુવિધાઓમાં પણ વધારો કરશે. પેઇન્ટેડ આર્ટ વર્ક દ્વારા સુરત અને ગુજરાતની સંસ્કૃતિ, સ્થાનિક પર્યાવરણ અને પરંપરાને પ્રદર્શિત કરવા માટે રચાયેલ કાઇટ ફેસ્ટિવલને દર્શાવતી મોઝેઇક પેઇન્ટિંગ, ટર્મિનલ બિલ્ડિંગનો રવેશ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા કાષ્ટાના જૂના મકાનોથી પ્રેરિત છે.

Surat Airport

ટર્મિનલના આંતરિક ભાગમાં રોગાનની સ્થાનિક કલાકૃતિ, ઝરી અને બ્રોકેડ જેવી ભરતકામ, સુંદર લાકડાની કોતરણી અને ગુજરાતના લોકપ્રિય પતંગ ઉત્સવને દર્શાવતી મોઝેક વર્ક દર્શાવે છે. એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ અને એપ્રોનનું વિસ્તરણ, ટેક્સી ટ્રેકનું બાંધકામ ચાલી રહ્યું છે.

Surat Airport

20 ચેક-ઈન કાઉન્ટર, 5 એરોબ્રિજ, 13 ઈમિગ્રેશન કાઉન્ટર
આ તરફ ટર્મિનલનો વધારાનો ભાગ કાચ, સ્ટીલ, મેટલ અને ફ્લાય એશ ઈંટ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. એરપોર્ટને 20 ચેક-ઈન કાઉન્ટર, 5 એરોબ્રિજ, 13 ઈમિગ્રેશન કાઉન્ટર, 500 કાર પાર્કિંગ સ્પેસ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.

Surat Airport

વિસ્તરણ પછી સુરત એરપોર્ટ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક 1800 મુસાફરો અને વાર્ષિક 35 લાખ મુસાફરોને હેન્ડલ કરી શકશે.સુરત એરપોર્ટ પર હાલનું ટર્મિનલ હાલમાં 8474 ચોરસ મીટરનું છે. ટર્મિનલની જમણી અને ડાબી બાજુએ કુલ 17,046 ચોરસ મીટરનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.

Surat Airport

ટર્મિનલ બિલ્ડિંગનો કુલ વિસ્તાર કેટલો ? 
ટર્મિનલ બિલ્ડિંગનો કુલ વિસ્તાર 25520 ચોરસ મીટર હશે. સુરત એ ભારતના સૌથી વાઇબ્રન્ટ શહેરોમાંનું એક છે, જે હીરા અને કાપડ ઉદ્યોગમાં અગ્રણી છે. ત્યારે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળવાથી આર્થિક વિકાસને વેગ મળશે. નવું એરપોર્ટ વિદેશી ઉદ્યોગપતિઓને અનુકૂળ મુસાફરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એર કનેક્ટિવિટી પ્રદાન કરશે. સુરત એરપોર્ટ પરથી દુબઈ અને હોંગકોંગની સીધી ફ્લાઈટ શરૂ થઈ શકશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ