બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / PM Modi holds mega roadshow in Delhi

મિશન 2024 / દિલ્હીમાં ભવ્ય રોડ શો બાદ ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં પહોંચ્યાં PM મોદી, આઠ મોટા મુદ્દે મંથન

Hiralal

Last Updated: 04:35 PM, 16 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2024ની લોકસભાની અને 2023ની નવ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને પ્રધાનમંત્રી મોદીએ અત્યારથી તૈયારીઓ શરુ કરી દીધી છે.

  • 2024ની લોકસભા અને 2023ની વિધાનસભા ચૂંટણી માટે ભાજપ એક્શનમાં
  • દિલ્હીમાં પીએમ મોદીએ કર્યો રોડ શો
  • રોડ શો બાદ પહોંચ્યાં  ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં
  • 8 મોટા મુદ્દે પાર્ટીમાં ચાલી રહ્યું છે મહામંથન 
  • બીજા પક્ષો હજુ તો સુતા પડ્યાં ત્યારે ભાજપે ઉપાડી લીધું ભવ્ય કામ 

દિલ્હીમાં ભાજપે એક મોટું કામ શરુ કરી દીધું છે. ભાજપની બે દિવસની રાષ્ટ્રીય કારોબારીની બેઠક શરુ થઈ છે. બેઠક પહેલા પીએમ મોદીએ મોટો રોડ શો યોજ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને લોકો જોડાયા હતા. પીએમ મોદીનો રોડ શો પટેલ ચોકથી શરુ થઈને સંસદ માર્ગ સુધી ચાલ્યો હતો. 

ભાજપની બે દિવસની રાષ્ટ્રીય કારોબારીની બેઠક શરુ 
રોડ શો બાદ પીએમ મોદી ભાજપની બે દિવસની રાષ્ટ્રીય કારોબારીમાં બેઠકમાં પહોંચ્યાં હતા. ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં 8 મોટા મુદ્દે મંથન કરાઈ રહ્યું છે કેટલાક મોટા નિર્ણય પણ લેવાઈ શકે છે. બેઠકમાં 9 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી, 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણીની રણનીતિ સહિત અન્ય તમામ મુદ્દાઓ પર મંથન કરવામાં આવશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપની બે દિવસીય બેઠકમાં આઠ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. જેમાં જી20 લીડરશીપ, 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમી ટાર્ગેટ, 9 રાજ્યોની ચૂંટણી, 2024 મિશન સામેલ છે. આ બેઠક 17 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યા સુધી ચાલશે અને વડાપ્રધાનના ભાષણ સાથે સમાપન થશે.

12 સીએમ રહેશે હાજર 
દિલ્હીમાં યોજાનાર મહામંથનમાં સવારે ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક યોજાશે. આ બેઠક ભાજપના મુખ્યાલયમાં સવારે લગભગ 10 વાગ્યે શરૂ થશે, જે બપોરે લગભગ 2 વાગ્યા સુધી ચાલશે. આ બેઠકમાં કારોબારીના એજન્ડા પર ચર્ચા થઈ શકે છે. આ પછી સાંજે નેશનલ એક્શન કમિટીની બેઠક મળશે, જે સાંજે 4 વાગ્યાથી શરૂ થઈને આવતીકાલે સાંજ સુધી ચાલશે. જેમાં 350 સભ્યો હશે. જેમાં 35 કેન્દ્રીય મંત્રી, 12 સીએમ પણ સામેલ હશે.

મહામંથનમાં શું છે ખાસ?
જી20માં નેતૃત્વની ઉજવણી
ગરીબ કલ્યાણ અભિયાન પર ભાર મૂકવો
ગુજરાતની જીતનો શ્રેય મોદીને
સંસ્થા વતી અભિનંદન
પીએમ મોદી માટે ધન્યવાદ પ્રસ્તાવ

મહામંથનમાંથી શું નીકળશે?
2024 માટે ચૂંટણી રોડમેપ
9 રાજયોની ચૂંટણીનો એજન્ડા 
નડ્ડાનું એક્સટેન્શન 
સંગઠન-પક્ષને મજબૂત બનાવવાની યોજના
જનતામાં વિશ્વાસ વધારવાનો મંત્ર

2023માં 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી 

મધ્ય પ્રદેશ 
કર્ણાટક 
રાજસ્થાન 
તેલંગાણા 
છત્તીસગઢ
ત્રિપુરા
મેઘાલય 
નાગાલેન્ડ 
મિઝોરમ 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ