બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / PM Modi congratulates Team India for their win against Pakistan, Amit Shah, Bhupendra Patel attend the match to boost the team's enthusiasm

World Cup 2023 / IND vs PAK: પાક સામે ભારતના વિજય બાદ PM મોદીનું ટ્વિટ, ટીમ ઈન્ડિયાનો વધાર્યો જુસ્સો, જુઓ શું કહ્યું

Pravin Joshi

Last Updated: 09:11 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ પાકિસ્તાન સામેની જીત બદલ ટીમ ઈન્ડિયાને આપી શુભકામના, અમિત શાહ, ભુપેન્દ્ર પટેલે મેચમાં હાજરી આપી ટીમનો જુસ્સો વધાર્યો હતો.

  • મહામુકાબલામાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું 
  • ભારતે પાકિસ્તાન સામે 7 વિકેટે શાનદાર જીત મેળવી 
  • PM મોદીએ ટીમ ઈન્ડિયાને આપી શુભકામના
  • અમિત શાહ, ભુપેન્દ્ર પટેલે પણ પાઠવી શુભેચ્છા

વર્લ્ડકપના મહામુકાબલામાં ભારતે પાકિસ્તાનને શરમજનક રીતે હરાવ્યું છે. આ હાઈવોલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાને સામે 7 વિકેટે શાનદાર જીત મેળવી છે.  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં 141માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સત્રનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેણે વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યું કે 40 વર્ષના ગાળા બાદ ભારતમાં IOC સત્રનું આયોજન કરવું અમારા માટે ગર્વની વાત છે.  પીએમએ કહ્યું, હું પાકિસ્તાન સામેની આ ઐતિહાસિક જીત માટે ટીમ ઈન્ડિયા અને તમામ ભારતીયોને અભિનંદન આપું છું. ભારતે ખૂબ જ શાનદાર જીત હાંસલ કરી છે. રમતગમત એ ભારતીય સંસ્કૃતિનો મહત્વનો ભાગ રહ્યો છે. જો તમે ભારતના ગામડાઓમાં જાવ તો તમને જોવા મળશે કે દરેક તહેવાર રમત-ગમત વિના અધૂરો છે. આપણે ભારતીયો માત્ર રમતપ્રેમી જ નથી. તેમણે કહ્યું, ભારત આપણા દેશમાં ઓલિમ્પિકનું આયોજન કરવા માટે ઉત્સાહિત છે. ભારત 2036માં ઓલિમ્પિકનું સફળતાપૂર્વક આયોજન કરવાના તેના પ્રયાસોમાં કોઈ કસર છોડશે નહીં, આ 140 કરોડ ભારતીયોનું વર્ષો જૂનું સપનું છે. ભારત આ ઓલિમ્પિકનું આયોજન કરવા જઈ રહ્યું છે. 

 

તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં મેદાનમાં પહોંચી મેચ નિહાળી હતી અને ટીમનો જુસ્સો વધાર્યો હતો. આ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ સહિતના આગેવાનો પણ મેચ જોવા પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે, વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો આ સતત આઠમો વિજય છે. 

અમિત શાહે પણ ભારતીય ટીમને પાઠવી શુભેચ્છા

 

સીએમ ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છા

આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાએલ ભારત-પાકિસ્તાન વર્લ્ડકપ મેચ-૨૦૨૩માં ભારતીય ટીમને જ્વલંત વિજય પ્રાપ્ત કરવા બદલ સૌ ખેલાડીઓ તથા દેશવાસીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. આજના અવસરે ઉત્તમ આયોજન કરવા બદલ @BCCI ની સમગ્ર ટીમને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવું છું.

 

હર્ષ સંઘવીએ પાઠવી શુભેચ્છા

 

સી.આર.પાટીલે પાઠવી શુભકામના

 

આ મેચમાં રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી હતી. તો બીજી તરફ ભારતીય બોલરો સામે પાકિસ્તાની ટીમ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. ભારત તરફથી રોહિત શર્માએ 86 રન ફટકાર્યા હતા. તો સાથે સાથે શ્રેયસ ઐયરે પણ શાનદાર બેટિંગ કરી હતી. શુભમન ગિલે 16 રન જ્યારે વિરાટ કોહલીએ પણ 16 રનનું યોગદાન આપ્યું હતું.  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાને ભારતીય બોલરો સમક્ષ આત્મસમર્પણ કર્યું. બેટ્સમેનો માટે મદદરૂપ બનેલી આ પીચ પર ભારતીય બોલરોએ યોગ્ય લાઇન લેન્થ સાથે બોલિંગ કરી અને સમગ્ર પાકિસ્તાની ટીમને 191 રનમાં સમેટી દીધી. પાકિસ્તાન તરફથી બાબર આઝમે સૌથી વધુ 50 રન બનાવ્યા હતા.  જ્યારે રિઝવાને 49 રનની ઇનિંગ રમી હતી. આ બે સિવાય તમામ બેટ્સમેનો 'તુ ચલ મેં આયા'ની તર્જ પર આઉટ થયા હતા. પાકિસ્તાને છેલ્લી આઠ વિકેટ માત્ર 36 રનમાં ગુમાવી દીધી હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે બે-બે વિકેટ લીધી હતી.

પાકિસ્તાન માટે સારી શરૂઆત

પાકિસ્તાન માટે અબ્દુલ્લા શફીક અને ઈમામ ઉલ હકે સારી શરૂઆત કરી હતી. બંને સારી ગતિએ રન બનાવી રહ્યા હતા અને ટીમ સારા સ્કોર તરફ આગળ વધી રહી હતી. આવી સ્થિતિમાં રોહિતે સિરાજ સાથે એક પ્લાન બનાવ્યો અને અબ્દુલ્લા શફીકને શોર્ટ બોલ માટે તૈયાર કર્યો. આ પછી સિરાજે તેના પગ પર બોલિંગ કર્યો અને શફીકની વિકેટો સામે જ કેચ થઈ ગયો. આ પછી હાર્દિક પંડ્યાએ ઈમામ ઉલ હકને પણ પેવેલિયન મોકલી દીધો હતો. 73 રનમાં બે વિકેટ પડી ગયા બાદ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન ક્રિઝ પર સ્થિર થયા હતા. બંનેએ સારી ભાગીદારી કરી અને પાકિસ્તાનના સ્કોરને 150 રનથી આગળ લઈ ગયા.

 

સંકળાયેલા મુદ્દાઓ

BhupendraPatel PmModi Team World Cup 2023 amitshah congratulates enthusiasm match pakistan teamindia World Cup 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ