બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Pilgrims from Vadodara got stuck while on their way to Amarnath Darshan

ઘટના / અમરનાથની અંતિમ સફર: વડોદરાના 58 વર્ષના વૃદ્ધનું પંચતરણીમાં મોત, 34 યાત્રીઓએ કહ્યું ઠંડી સહન થતી નથી, અમારું રેસ્ક્યૂ કરો

Dinesh

Last Updated: 04:28 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરનાથ યાત્રા ગયેલા 58 વર્ષના વૃદ્ધ રાજેન્દ્રભાઈ ભાટિયાનું મૃત્યું થયું છે, મૃતદેહને પ્લેન મારફતે વડોદરા લાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે

  • વડોદરાના યાત્રાળુઓ અમરનાથ દર્શનાર્થે જતાં સમયે ફસાયા
  • વેમાલીમાં રહેતા 58 વર્ષના વૃદ્ધ રાજેન્દ્રભાઈ ભાટિયાનું મોત થયું 
  • મૃતદેહને પ્લેન મારફતે વડોદરા લાવવાની કાર્યવાહી હાથ ધરાઈ


અમરનાથ યાત્રાએ ગયેલા લગભગ 6000 યાત્રી રામબનમાં ફસાયેલા છે. તો ખરાબ હવામાન અને સતત પડી રહેલા વરસાદને કારણે 4 દિવસ કરતા વધારે સમયથી ગુજરાતના 34 જેટલા યાત્રીઓ પંચતરણીમાં ફસાયા છે. જ્યાં હાડ થ્રિજાવતી ઠંડીના કારણે અનેક લોકો ઠુઠવાયા છે. જેને લઈ વેમાલીમાં રહેતા 58 વર્ષના વૃદ્ધ રાજેન્દ્રભાઈ ભાટિયાનું મોત થયું છે.

હરણીના 15 યાત્રાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા
અમરનાથ યાત્રા ગયેલા 58 વર્ષના વૃદ્ધ રાજેન્દ્રભાઈ ભાટિયાનું મૃત્યું થયું છે. મૃતદેહને પ્લેન મારફતે વડોદરા લાવવાની કાર્યવાહી પણ શરૂ કરાઈ છે.  અત્રે જણાવીએ કે, માઈનસ 3 ડિગ્રી તાપમાનમાં કપડાં, ટેન્ટ, ગાદલાં ભીના થતાં યાત્રીકોની હાલત કફોડી બની છે. હરણીના 15 યાત્રીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે જ્યારે ન્યાય મંદિર વિસ્તારના 50 વર્ષના નીરૂબેનની હાલત વાતાવરણના કારણે બગડી છે. જેમને તબીબે પ્રાથમિક સારવાર માટે ઇમરજન્સીમાં નીચે લઈ જવાં લેટર આપ્યો છે છતાં લઈ જઈ શકાતું નથી તેવી પણ વિગતો સામે આવી છે. 

'5 રૂપિયાની મેગીના 100 રૂપિયા' 
ખાસવાત એ છે કે, 5 રૂપિયાની મેગીના 100 રૂપિયા લેતાં હોવાના પણ યાત્રાળુઓએ આક્ષેપ કર્યા છે. યાત્રાળુએ એવું જણાવી રહ્યાં છે કે, રસ્તામાં અટવાયા છે, ઠંડી સહન થતી નથી, અમારું રેસ્કયુ કરો. સતત બગડી રહેલા હવામાન અને ભારે ભૂસ્ખલનના કારણે અમરનાથ યાત્રા આજે પણ સ્થગિત કરી દેવામાં આવી છે. 

શું કહ્યું શ્રદ્ધાળુઓ? 
અમરનાથ યાત્રા સ્થગિત કરાયા બાદ ત્યાં ફસાયેલા ગુજરાતીઓએ વીડિયો બનાવી સરકારની મદદ માંગી છે. શ્રદ્ધાળુઓ કહી રહ્યા છે કે, અહીં બહુ ઠંડી છે, ગાદલાં ભીના થઈ ગયા છે, રહેવાતું નથી, તાવ આવી ગયો છે. વીડિમાં એક વ્યક્તિ કહી રહ્યા છે કે, અમે ત્રણ દિવસથી અહીં ફસાયા છીએ. માઇનસ 2 ડિગ્રી તાપમાન છે. અહીં બરફ પડી રહ્યો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ