બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / આરોગ્ય / PILES REASON CAN BE EXTREME CONSUMPTION OF ALCHOHOL AND SMOKING KANPUR RESEARCH SAYS

ચેતી જજો! / 'દારુ સાથે બાઈટિંગ તો જોઈએ જ', માનવાવાળાનું આવી બન્યું, આ ભયંકર બીમારીનો ખતરો, ડોક્ટરે આપ્યું 'પ્રમાણ'

Vaidehi

Last Updated: 07:00 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ માત્ર સૂકા નાસ્તા સાથે દારુ પીવો છો તો ચેતી જજો. ડોક્ટર્સે કહ્યું કે વધુ સ્મોકિંગ અને દારુનું સેવન કરનારાં 50% લોકોને પાઈલ્સની બીમારી થઈ રહી છે.

  • દારુ સાથે માત્ર સૂકો નાસ્તો કરવાથી થઈ શકે છે બીમારી
  • સ્મોકિંગ અને દારુ પીતાં લોકોને થાય છે પાઈલ્સની સમસ્યા
  • પૌષ્ટિક આહાર ન ખાવાને લીધે પડે છે બીમાર

દારુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે તેમ છતાં જો તમે દારુનું સેવન કરો છો તો આ લેખ તમારા કામનો સાબિત થઈ શકે છે. કાનપુર મેડિકલનાં ડોક્ટર્સે રિસર્ચમાં ખુલાસા કર્યાં કે જે લોકો માત્ર સૂકા નાસ્તા સાથે દારુનું સેવન કરે છે તેમને મસા એટલે કે પાઈલ્સનો રોગ થવાનાં ચાન્સ થે. GSVM મેડિકલ કોલેજનાં ડો. એસ.કે. ગૌતમે જણાવ્યું કે રિસર્ચમાં સામે આવ્યું છે કે વધુ સ્મોકિંગ અને દારુનું સેવન કરનારાં 50% લોકોમાં પાઈલ્સની બીમારી થઈ રહી છે.

માત્ર સૂકો નાસ્તો ન ખાવો
ડો. એસ.કે. ગૌતમે જણાવ્યું કે સ્મોકિંગ અને દારુનું સેવન કરતાં લોકોને હાઈ પ્રોટીનની આવશ્યકતા હોય છે. લોકો દારુ તો પીવે જ છે પરંતુ તેની સાથે કંઈ પૌષ્ટિક આહાર લેતા નથી. લોકો વેસ્ટર્ન કલ્ચર અપનાવે છે જેના લીધે ખાવા-પીવામાં ધ્યાન નથી આપતાં. આ જ કારણે પાઈલ્સ જેવી બીમારીઓ થવા લાગી છે.

પૌષ્ટિક ગરમ આહાર ખાવો જોઈએ
જે લોકો ધૂમ્રપાન કરે છે તેમણે આહારમાં ફાઈબર અને પ્રોટીનની માત્રા વધારવી જોઈએ. ડોક્ટરે જણાવ્યું કે આજકાલ જે દર્દીઓ opdમાં આવી રહ્યાં છે તે સૌથી વધારે પાઈલ્સથી પીડિત છે અને જે દારુ અને સિગરેટ પીવે છે. આ દર્દીઓમાં લોહીની ઊણપ હોય છે. પરિણામે ઘણી વખત ઓપરેશનની પણ જરૂરિયાત પડતી હોય છે.

વધુ દારુ પીવાથી બોડીમાં પાણી ઓછું થાય છે
દારુનું સેવન કરવાથી શરીરમાં પાણી ઓછું થઈ જાય છે. જે બાદ પેટમાં કબજિયાત થવા લાગે છે. ઘણી વખત દર્દીઓને મળક્રિયા દરમિયાન સમસ્યા થતી હોય છે અને પરિણામે પાઈલ્સ થઈ જાય છે. સિગરેટ પીતા લોકોનાં પાચનતંત્રમાં નુક્સાન પહોંચે છે. પાઈલ્સનાં દર્દીઓ જો સિગરેટ પીવે છે તો તેમને ગુદામાંથી લોહી નીકળવાની સમસ્યા થઈ જાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ