બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / philippine super typhoon rai havoc as at least 23 killed in philippines

કુદરતી આફત / ફિલિપાઈન્સમાં વાવાઝોડાની તબાહી: 23 લોકોનાં મોત, 3 લાખ લોકોએ ઘર છોડ્યું

ParthB

Last Updated: 06:30 PM, 18 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલિપાઈન્સમાં સર્જાયેલા રાયા વાવાઝોડાની મહત્તમ ઝડપ 270 કિલોમીટર પ્રતિ કલાકની હતી. ફિલિપાઇન્સની રાષ્ટ્રીય પોલીસે જણાવ્યું હતું કે વાવાઝોડામાં 23 લોકોના મોત થયા હતાં.

  • આ વાવાઝોડાના પગલે  3 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા 
  • ફિલિપાઇન્સ પોલીસે જણાવ્યું હતું કે વાવાઝોડામાં 23 લોકોના મોત નીપજ્યા
  • દીનાંગત ગવર્નર જણાવ્યું કે, પ્રાંતમાં 95 ટકા મકાનોની છત ઉડી ગઈ 

આ વાવાઝોડાના પગલે  3 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા 

અધિકારીઓએ જણાવ્યું કે તોફાન પહેલાની તૈયારીને કારણે ઘણા લોકોના જીવ બચી ગયા હતા.રાય વાવાઝોડા દરમિયાન 195 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને મહત્તમ ઝડપ 270 કિલોમીટર પ્રતિ કલાકની હતી. આ વાવાઝોડાના માર્ગમાં આવતાં 3 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા 

ફિલિપાઇન્સ પોલીસે જણાવ્યું હતું કે વાવાઝોડામાં 23 લોકોના મોત નીપજ્યા

ફિલિપાઈન્સની રાષ્ટ્રીય પોલીસના જણાવ્યા અનુસાર આ વાવાઝોડામાં ઓછામાં ઓછા 23 લોકોના મોત નીપજ્યા છે. જેમાં મોટાભાગના મૃતકો ગામડાના લોકો હોવાનું નોંધાયું હતું જેઓ ઝાડ પડવાની ઘટનાઓમાં મૃત્યુ પામ્યા હતા. દિનાગત ટાપુ એ તોફાનનો ભોગ બનનાર પ્રથમ ફિલિપાઈન પ્રાંતોમાંનું એક છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે શનિવારે પણ બાકીના વિસ્તારોથી કપાયેલો રહ્યો કારણ કે ત્યાંની વીજળી અને સંચાર વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે.

દીનાંગત ગવર્નર જણાવ્યું કે, પ્રાંતમાં 95 ટકા મકાનોની છત ઉડી ગઈ 

ગવર્નર આર્લેની બાગ ઓએ જણાવ્યું હતું કે લગભગ 1.80 લાખની વસ્તી ધરાવતો તેમનો પ્રાંત "ગ્રાઉન્ડ" બની ગયો છે. તેઓએ ખોરાક, પાણી, કામચલાઉ રહેઠાણ, બળતણ, સ્વચ્છતા કીટ અને દવાઓના પુરવઠાની વિનંતી કરી છે. ડેપ્યુટી ગવર્નર નીલો ડેમેરે, જેઓ કોઈક રીતે પડોશી પ્રાંતમાં પહોંચ્યા હતા, તેમણે DZMM રેડિયો નેટવર્કને જણાવ્યું કે તેમના પ્રાંતમાં ઓછામાં ઓછા છ લોકો મૃત્યુ પામ્યા છે. અને "દીનાગતમાં લગભગ 95 ટકા ઘરોની છત ઉડી ગઈ છે", ઈમરજન્સી રહેઠાણની છતને પણ નુકસાન થયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ