બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Petrol-diesel prices hiked by 80 paise again, fuel became Rs 8 more in 13 days

ઈંધણની આગ બની વિકરાળ / પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી 80 પૈસાનો વધારો, 13 દિવસમાં 8 રુપિયા મોંઘું થયું ઈંધણ

Hiralal

Last Updated: 10:42 PM, 2 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ઈંધણમાં લાગેલી આગ વધારે વિકરાળ બની છે. ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ ફરી વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસાનો વધારો ઝીંકી દીધો છે.

  • ઈંધણના ભાવમાં લાગેલી આગ વકરી
  • આજે ફરી કરાયો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો
  • આવતીકાલે સવારે 6 વાગ્યે 80 પૈસા મોઘું પડશે પેટ્રોલ-ડીઝલ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લાગેલી આગ વધુ વિકરાળ બની છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એક વાર બન્ને ઈંધણ 80 પૈસા મોંઘા કરી દીધા છે. 80 પૈસાનો નવો ભાવવધારો 3 એપ્રિલના સવારના 6 વાગ્યાથી અમલી બનશે. છેલ્લા 13 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 8 રુપિયાનો વધારો થયો છે. ઓઈલ માર્કેટીંગ કંપનીઓ છેલ્લા 13 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી રહી છે. નવા વધારા સાથે દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ 100 રુપિયાને પાર પહોંચ્યું છે. 

દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની સદી 
નવા વધારા સાથે દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની સદી ફટકારી છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, આગામી ચૂંટણી પૂરી થાય ત્યાં સુધીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 275 રૂપિયા થઈ જશે. સાથે જ તેમણે આ આંકડા વિશે સમગ્ર ગણિત પણ સમજાવ્યું છે. રસપ્રદ વાત એ છે કે, શનિવારે છેલ્લા 12 દિવસમાં 10મી વખત ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

7 મહિનામાં કિંમત 175 રુપિયા વધી જશે-અખિલેશનો કટાક્ષ 
તેમણે ટ્વિટ કરીને લખ્યું, "લોકો કહી રહ્યા છે કે જો પેટ્રોલની કિંમતમાં દરરોજ 80 પૈસા અથવા લગભગ 24 રૂપિયા પ્રતિ મહિનાનો વધારો ચાલુ રહેશે, તો આગામી ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાશે, આ દરમિયાન 7 મહિનામાં, કિંમત લગભગ 175 રૂપિયા વધી જશે, જેનો અર્થ છે કે પેટ્રોલ આજના 100 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 275 રૂપિયા પ્રતિ લિટર થઈ જશે. આ છે ભાજપની મોંઘવારીનું ગણિત!' શનિવારે ડીઝલના ભાવ પણ 100 રૂપિયાના આંકડાને પાર કરી ગયા છે.

સરકારનું શું કહેવું છે 
સરકાર સતત કહી રહી છે કે, મોંઘવારીના તાર યુક્રેન યુદ્ધ સાથે જોડાયેલા છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને લગભગ પાંચ અઠવાડિયા થઈ ગયા છે. આ દરમિયાન વિપક્ષે કહ્યું કે સરકાર ઈંધણના ભાવ વધારવા માટે ઉત્તર પ્રદેશ, મણિપુર, ઉત્તરાખંડ, ગોવા અને પંજાબમાં વિધાનસભા ચૂંટણી પૂરી થવાની રાહ જોઈ રહી છે. ભાજપ ચાર રાજ્યોમાં સરકાર બનાવવામાં સફળ . જ્યારે, પંજાબમાં આમ આદમી પાર્ટીએ સત્તા હાંસલ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ