બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Petition to High Court in hospital inhumanity case, LG hospital did not admit the woman to the maternity ward

અમાનવિયતા / LG હોસ્પિટલે પ્રસૂતાને દાખલ ન કરતા બહાર જ થઇ પ્રસૂતિ, બાળકનું થયું હતું મોત, હાઈકોર્ટે આપ્યા આદેશ

Vishnu

Last Updated: 07:59 PM, 14 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદના તારાપુરની મીરાણી હોસ્પિટલ તેમજ અમદાવાદની એલજી હોસ્પિટલમાં પ્રસૂતા મહિલાને રૂપિયા અને સુવિધાના અભાવે એડમિટ ન કરાઇ

  • હોસ્પિટલની અમાનવિયતાને મામલે હાઈકોર્ટમાં અરજી
  • હોસ્પિટલમાં પ્રસૂતાને સારવાર ન અપાતી હોવાની રજૂઆત 
  • પ્રસૂતાને હોસ્પિટલમાં સારવાર માટે હાલાંકી - વકીલ

હોસ્પિટલ્સની અમાનવિયતાને મામલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં આણંદના તારાપુરની મીરાણી હોસ્પિટલે એક પ્રસૂતાને એ માટે દાખલ નહોતી કરી કેમ કે પ્રસૂતાના પરિવાર દ્વારા 42 હજાર રૂપિયા નહોતા ચૂકવવામાં આવ્યા,  જેથી પ્રસૂતાને બાદમાં સરકારી હોસ્પિટલે દાખલ કરવાની ફરજ પડી હતી. આ સીવાય અમદાવાદની એલજી હોસ્પિટલમાં પણ પ્રસૂતાને દાખલ ન કરાતા મહિલાની પ્રસૂતિ હોસ્પિટલ બહાર કરવાની ફરજ પડી હતી. જેમાં બાળકને સારવાર ન મળતાં બાળકનુ મોત નિપજ્યુ હતુ. જેથી હોસ્પિટલ્સની અમાનવિયતાને મામલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.  જેથી હાઈકોર્ટે સરકાર સહિત તમામ પક્ષકારોને નોટિસ ફટકારી 15 એપ્રિલ સુધી જવાબ રજૂ કરવા આદેશ આપ્યા છે.

રાજન પટેલ, અરજદાર વકીલે શા માટે કરી અરજી
આ કેસનો મુખ્ય આધાર તાજેતરમાં બનેલા કેસ નજરે આવ્યા હતા. જેમાં મીરાણી હોસ્પિટલ તારાપુર આણંદએ પ્રસૂતા મહિલાની સારવાર માટે 42 હજારની માગણી કરી કરી હતી પણ સમક્ષ ન હોવાથી પરિવાર આટલી મોટી રકમ ભરી શકે તેમ ન હતો જેથી હોસ્પિટલે તાત્કાલિકના ધોરણે સારવાર કરવાની ના કહી હતી. જેથી હોસ્પિટલની બહાર જ ડિલિવરી કરવી પડી. ઠંડીમાં આખી રાત હોસ્પિટલની બહાર માતા અને નવજાત બાળક રહ્યા અને સવારે 108 સુવિધાથી સરકારી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. આ એકદમ અમાનવીય ઘટના છે. 

હોસ્પિટલ બહાર ડિલિવરી થતાં બાળકનું મોત
ઉપરોક્ત ઘટનાની એક જ મહિનાની અંદર અમદાવાદ મુકામે એલ જી હોસ્પિટલમાં બીજી ઘટના બની. માતાને લેબર પેઇન હોવા છતાં દાખલ કરવાની ના પાડી. અસહ્ય પીડા વચ્ચે માતાએ પરિવારની મદદથી એલ જી હોસ્પિટલની બહાર જ ડિલિવરી કરી. પણ કોઈ મેડિકલ મદદ ન મળતા બાળક મૃત્યુ પામ્યો. આ બંને ઘટનાઓ અમાનવીય છે. આવી બનાવથી તબીબી ક્ષેત્ર મોટો ડાઘ પડે તેવી સ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે. 

બંને હોસ્પિટલને હાઈકોર્ટે ફટકારી નોટિસ
આ કારણે હાઈકોર્ટે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને વુમન વેલ્ફેર, મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, મેડિકલ કાઉન્સિલ ઓફ ગુજરાત તારાપુરની મીરાણી હોસ્પિટલ તેમજ એલ જી હોસ્પિટલને જવાબ રજૂ કરવા નોટિસ પાઠવી છે અને એપ્રિલ મહિનામાં આ કેસની વધુ સનાવણી હાથ ધરાશે તેવી માહિત પણ અરજદાર વકીલ રાજન પટેલ દ્વારા કરવામાં આવી છે.

કેમ હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી?
એલ.જી.હોસ્પિટલમાં બનેલી ઘટનાને ઘણા દિવસો વીતી ગયા બાદ પણ શહેરના મેયર કિરીટ પરમાર કે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ કે હોસ્પિટલ કમિટીના ચેરમેન પરેશ પટેલ દ્વારા હોસ્પિટલમાં બનેલી ગંભીર ઘટના સામે બેદરકારી દાખવનારા હોસ્પિટલના કર્મચારીઓ સામે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ