બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Periods can cause anemia in the body, if such symptoms appear, start taking this item immediately.

Health Tips / પિરિયડ્સને કારણે શરીરમાં થઈ શકે છે લોહીની ઉણપ, આવા લક્ષણો દેખાય તો તુરંત શરુ કરી દો આ વસ્તુઑનું સેવન

Megha

Last Updated: 06:03 PM, 9 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NCBIના એક સર્વે મુજબ પુરુષોના મુકાબલે મહિલાઓ સૌથી વધુ એનેમિયાનો શિકાર હોય છે અને તેની પાછળનું મુખ્ય કારણ છે પિરિયડ્સ.

  • એનેમિયા થવાના બીજા ઘણાં સંભવિત કારણો છે જેમાંથી એક છે પિરિયડ્સ
  • પુરુષોના મુકાબલે મહિલાઓ સૌથી વધુ એનેમિયાનો શિકાર હોય છે
  • શરીરમાં લોહીની ઉણપથી આવા લક્ષણો દેખાય છે 
     

એનીમિયા લોહીથી સંબંધિત એક બીમારી હોય છે. અ બીમારી તમારાં શરીરના લાલ રક્ત કોશિકા અને હિમોગ્લોબીનને પ્રભાવિત કરે છે. હિમોગ્લોબીનના લાલ રક્ત એ કોશિકામાં હાજર એક પ્રોટીન હોય છે જે તમારાં ફેફડામાંથી આખા શરીરના બધા અંગો સુધી ઓક્સીજન પંહોચાડવવાનું કામ કરે છે. સામાન્ય રીતે એનેમિયા ત્યારે થાય છે જયારે તમારાં શરીરમાં આર્યનની ખામી થાય છે. આર્યન જ તમારાં શરીરમાં હિમોગ્લોબીનના નિર્માણમાં મદદ કરે છે. આ સિવાય એનેમિયા થવાના બીજા ઘણાં સંભવિત કારણો છે જેમાંથી એક છે પિરિયડ્સ. 

NCBIના એક સર્વે મુજબ પુરુષોના મુકાબલે મહિલાઓ સૌથી વધુ એનેમિયાનો શિકાર હોય છે. અને તેની પાછળનું મુખ્ય કારણ છે પિરિયડ્સ. પિરિયડ્સને કારણે એનેમિયા કેવી રીતે થાય છે ચાલો જાણીએ. 

મહિલાઓને જ્યારે પિરિયડ્સ દરમિયાન વધુ લોહી નીકળવા લાગે ત્યારે એ મહિલા એનેમિયાનો શિકાર બને છે. એવું એટલા માટે થાય છે કારણ કે તમારા શરીરમાં જેટલી લાલ રક્ત કોશિકાઓ બને છે તેનાથી વધુ પિરિયડના લોહીમાં વહી જાય છે. જેના કારણે હિમોગ્લોબિન બનવામાં સમસ્યા આવે છે. પિરિયડ્સ સમયે થતી હેવી બ્લીડિંગ સમસ્યાને મેનોરેજિયા કહેવામાં આવે છે. 

શરીરમાં લોહીની ઉણપથી આવા લક્ષણો દેખાય છે 
થાક લાગવો 
કમજોરી 
શ્વાસ લેવામાં પરેશાની 
ત્વચા પીળી પડવી 
ચક્કર આવવા 
માથાનો દુખાવો 

કેમ થાય છે હેવી બ્લીડિંગની સમસ્યા 
CDC અનુસાર દરે પાંચ મહિલામાંથી એક મહિલાને પિરિયડ્સ દરમિયાન હેવી બ્લીડિંગની સમસ્યા હોય છે. આ સમસ્યા હોર્મોન્સના અસંતુલનને કારણે થાય છે. જેમાં પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજેન મુખ્ય ભૂમિકા નિભાવે છે. 

પિરિયડ્સ દરમિયાન ખાઓ આ વસ્તુઓ 
પહેલી વખત જ્યારે પિરિયડની શરૂઆત થાય છે ત્યારથી જ તમારે તમારા ખાવા-પીવાની આડતોમાં થોડો બદલાવ કરી લેવો જોઈએ. મહિલાઓને આર્યનને ખૂબ જરૂર પડે છે એ માટે એમને તેમની ડાઈટમાં રેડ મીટ, પાલક, ફળો, શાકભાજી અને કદ્દૂના બીજ નો સમાવેશ કરવો જોઈએ. સાથે જ એવો ખોરાક ખાઓ જેમાં ભરપૂર આર્યન મળી રહે. સાથે જ વિતંની સી તમારા શરીરને આર્યન પૂરું પાડવામાં મદદ કરે છે. એવામાં જામફળ, કિવિ, બ્રોકલી, લીબુ, સ્ટ્રોબેરી, સંતરા અને કેળાંને શામેલ કરો. આ સિવાય કોફી અને ચાનું સેવન થોડું ઓછું કરી નાખો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ