બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / People who waste water in Rajkot will be fined

નિર્ણય / પાણીનો બગાડ કરનારાઓની હવે ખેર નહીં! લેવાશે 500 રૂપિયાનો દંડ, જાણો ક્યાં લેવાયો નિર્ણય

ParthB

Last Updated: 11:36 AM, 20 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં પાણી બગાડ અટકાવવા મનપા કમિશનર આકરા પાણીએ, પાણીનો બગાડ કરનાર લોકો સામે દંડનીય કાર્યવાહી કાર્યવાહી કરવાનો કડક નિર્ણય લીધો છે.

  • રાજકોટ મનપા કમિશનર આકરા પાણીએ
  • પાણીનો બગાડ કરનાર લોકો સામે દંડ થશે
  • મનપા કમિશનરે 18 વોર્ડ વાઇઝ ટીમો બનાવી

 રાજકોટમાં પાણી બગાડ અટકાવવા મનપા કમિશનર આકરા પાણીએ

રાજકોટ શહેરમાં લોકો પાણીનો બીન જરૂરી વેડફાટ કરતાં હોવાનું મનપાના કમિશનરે ઘ્યાનમાં આવતાં તેઓ દ્વારા ઉનાળામાં પાણીના વપરાશ મામલે કડક નિર્ણય લીધો છે. હવે રાજકોટ શહેરમાં જે કોઈ પણ પાણીનો બગાડ કરશે તો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આઉપરાંત જે લોકો ઘરની બહાર ફળિયા ધોશો તો 500 રૂપિયાનો દંડ થશે.આ સાથે કમિશનરે જણાવ્યું કે, જે લોકો પાણીનો મોટા પ્રમાણમાં બગાડ કરશે તો રૂપિયા 2000નો દંડ ફટકારાશે  

પાણીનો બગાડ કરનાર લોકો સામે દંડનીય કાર્યવાહી કરાશે

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં લોકો પાણીનો બીન જરૂરી વેડફાટ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. ઘણા રહીશો નળમાં આવતા પાણી દ્વારા શેરી અને ચોક તેમજ ફળિયામાં પાણીનો છંટકાવ કરે છે. ઘણા લોકો પોતાની પાણીની જરૂરિયાત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં નળ ચાલુ રાખીને પાણી ગટરમાં જવા દેતા હોય છે. આમ બીન જરૂરી પાણીનો વેડફાટ થતો હોવાનું ધ્યાનમાં આવતા મ્યુનિ. કોર્પોરેશને પાણીનો વેડફાટ કરનારા સામે આકરા દંડની જોગવાઈ કરી છે. અને તેના માટે વોર્ડ વાઈઝ ટીમો બનાવી છે.  

મનપા કમિશનરે 18 વોર્ડ વાઇઝ ટીમો બનાવી 

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરના આજી અને ન્યારી ડેમ સૌની યોજના હેઠળ ચોમાસાની જેમ ભરેલા છે. આગામી વરસાદ સુધીનું પાણી રાજ્ય સરકારે ઠાલવી દીધું છે. રાજકોટને રોજ પાણી વિતરણ માટે ચિંતાની કોઇ જરૂર નથી પરંતુ ઉપલબ્ધ જળજથ્થો બચાવવાની જરૂર અને જવાબદારી સમજીને કમિશનર અમિત અરોરાએ તમામ વોર્ડમાં પાણીચોરી સામેનું ચેકિંગ શરૂ કરાવ્યું છે. તેના ભાગરૂપે દરેક વોર્ડમાં એક એક ટીમને ફિલ્ડમાં ઉતાર્યા છે. જેઓને પાણીચોરી અને બગાડ રોકવા જવાબદારી આપવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ