બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / People suffering from constipation should eat Amla like this

હેલ્થ ટિપ્સ / કબજિયાત પરેશાન લોકોએ આ રીતે ખાવા જોઈએ આમળા: આંતરડાની તમામ ગંદકી થઈ જશે સાફ, શરીર રહેશે હેલ્ધી

Sanjay Vibhakar

Last Updated: 02:41 PM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Constipation: આમળાની અંદર ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે. જે પાચન શક્તિને મજબૂત બનાવે છે. ફાયબરનાં સેવનથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે.

  • આમળાની અંદર ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે
  • સવારે ખાલી પેટ આમળાનાં જ્યુસનું સેવન કરવું
  • કાળા મીઠાં સાથે આમળાનું સેવન કરવાથી તેની કડવાશ ઓછી થશે

આમળા 
સ્વસ્થ રહેવા માટે પાચન શક્તિ મજબૂત હોવી ખુબજ જરૂરી છે. પરતું આજે બદલાતી જીવનશૈલીનાં કારણે અને અયોગ્ય ખાનપાનનાં કારણે લોકોની પાચન શક્તિ નબળી થવા લાગી છે. જેના કારણે કબજિયાત જેવી સમસ્યા થાય છે. જો તમને કબજિયાતની સમસ્યા હોય અને કલાકો સુધી ટોઇલેટની અંદર બેસી રહેવું પડતું હોય તો તમારે આમળાનું સેવન કરવું જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાંતો મુજબ આમળાનું સેવન પાચન શક્તિને મજબૂત બનાવે છે. જેના કારણે કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે. આમળાની અંદર ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે. જે પાચન શક્તિ મજબૂત બનાવે છે. ફાયબરનાં સેવનથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. જે આંતરડાનાં માઇક્રોબાયોમને વધારવામાં પણ મદદ કરે છે. આ રીતે મળ ત્યાગ સરળ બને છે અને કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે. 

આમળાને આ 4 રીતે આહારમાં સામેલ કરો 

આમળા જ્યુસ 
આમળાનું જ્યુસ બનાવવા માટે 5 થી 6 આમળાને કટ કરી ગ્રાઈન્ડ કરી લો. આ રીતે સરળતાથી આમળાનું જ્યુસ બની જશે. દરરોજ સવારે ખાલી પેટ આમળાનાં જ્યુસનું સેવન કરવું જોઈએ. 

આમળા પાવડર 
આ માટે આમળાને તડકામાં સુકવી દો. ત્યારબાદ સુકાયેલા આમળાને મિક્સરની અંદર સરખી રીતે ગ્રાઈન્ડ કરી લો. આ રીતે આમળા પાવડર તૈયાર થઈ જશે. દરરોજ રાત્રે ઊંઘતા પહેલા અળધી ચમચી આમળા પાવડરને હુંફાળા પાણી સાથે સેવન કરવાથી કબજિયાતની સમસ્યા સામે રાહત મળશે. 

પલાળેલા આમળા
રાત્રે 5 થી 6 આમળાને પલાળી લો. સવારે ખાલી પેટ તેનું સેવન કરો. 

આમળા અને કાળું મીઠું [નમક]
તમે કાળા મીઠાં [નમક] સાથે પણ આમળાનું સેવન કરી શકો. કાળા મીઠાં સાથે આમળાનું સેવન કરવાથી તેની કડવાશ ઓછી થશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

constipation health tips આમળાના ફાયદા આરોગ્ય ટિપ્સ કબજિયાતના ઉપાય Health Tips
Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ