બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / People planning to go to Diu-Daman during the election should know

તમારા કામનું / ચૂંટણી દરમિયાન દીવ-દમણ જવાનો પ્લાન બનાવતા લોકો ખાસ જાણી લેજો, તંત્ર લાગુ કરશે આ કડક નિયમ

Malay

Last Updated: 04:14 PM, 19 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભા ચૂંટણીની અસર કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણમાં પણ જોવા મળી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દીવ-દમણમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે. જાણો કઈ કઈ તારીખે રહેશે દારૂબંધી

 

  • વિધાનસભા ચૂંટણીની દીવ-દમણમાં અસર
  • દીવ-દમણમાં નહીં થઇ શકે દારૂનું વેચાણ
  • જાણો કઈ-કઈ તારીખે રહેશે દારૂબંધી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવા જઈ રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. જ્યારે મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે. 

દમણ અને દીવમાં લાગુ થવા જઈ રહી છે દારૂબંધી 
ગુજરાતમાં શાંતિ પૂર્ણ રીતે મતદાન થઈ શકે અને મતગણતરી થઈ શકે તે હેતુથી દીવ દમણમાં દારૂબંધી કરવામાં આવશે. પ્રથમ તબ્બકાના મતદાન પહેલા એટલે કે 29 તારીખે સાંજે 5 વાગ્યાથી દીવ અને દમણ બંનેમાં દારૂ પર પ્રતિબંધ લાગી જશે. જે 1 ડિસેમ્બર સાંજે 5 વાગ્યા સુધી એટલે કે અંદાજે ત્રણ દિવસ અમલમાં રહેશે. 

મતગણતરીના દિવસે પણ દારૂના વેચાણ પર પ્રતિબંધ
ત્યાર બાદ ફરી 3 ડિસેમ્બરે દારૂબંધી લાગુ કરાશે. જે 5 તારીખે સાંજે 5 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામના દિવસે એટલે કે 8મી ડિસેમ્બરે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણમાં દારૂબંધી દિવસભર રહેશે. 8 ડિસેમ્બરે દીવ-દમણમાં દારૂનું વેચાણ શઈ શકશે નહીં. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હોવાના કારણે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે દીવમાં દર વખતે ચૂંટણી સમયે દારૂબંધી રાખવામાં આવે છે. જેનું ફરજિયાત પાલન પણ કરાવવામાં આવે છે. ભારતીય ચૂંટણી પંચે 3 નવેમ્બર 2022ના રોજ ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું હતું, જે અનુસાર 1 અને 5 ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન થશે અને 8 ડિસેમ્બરના રોજ મત ગણતરી કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં વિધાનસભાની 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન થશે.

ચૂંટણી પ્રક્રિયા

સ્થિતિ
1 2
નામાંકન તારીખ 5 નવેમ્બર 2022 10 નવેમ્બર 2022
નામાંકન માટેની છેલ્લી તારીખ 14 નવેમ્બર 2022 17 નવેમ્બર 2022
નામાંકન ચકાસણી 15 નવેમ્બર 2022 19 નવેમ્બર 2022
નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર 2022 21 નવેમ્બર 2022
મતદાન તારીખ 1 ડિસેમ્બર 2022 5 ડિસેમ્બર 2022
મતગણતરી 8 ડિસેમ્બર 2022

 

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ