બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા / People of Vadodara, beware from today, if you make this mistake, your pockets will have to be lightened, in Tantra Action

સાવધાન / વડોદરાવાસીઓ આજથી ચેતી જજો, આ ભૂલ કરશો તો ખીસા હળવા કરવા પડશે, તંત્ર એક્શનમાં

Mehul

Last Updated: 11:06 PM, 6 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં શુક્રવારથી પોલીસ-પાલિકાની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ, માસ્ક ન પહેરનારા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનારા સામે કાર્યવાહી કરશે. માર્કેટ, મોલ, મલ્ટિપ્લેકસ પર તવાઈ

  • વડોદરામાં પોલીસ અને પાલિકા કરશે 'ચેકિંગ' 
  • માસ્ક અને સામાજિક અંતર ઉલ્લંઘન ભારે પડશે 
  • માર્કેટ, મોલ, મલ્ટિપ્લેકસ, પાર્ટી પ્લોટમાં ઝુંબેશ 


ગુજરાતમાં કોરોના વધતા રાજયના તમામ જિલ્લાઓમાં રાજ્ય સરકારે પ્રભારીની નિમણૂક કરી દીધી છે. ત્યારે, વડોદરામાં કોરોના કેસ વધતાં પોલીસ-પાલિકા તંત્ર હરકતમાં આવી ગયા છે. શુક્રવારથી પોલીસ-પાલિકાની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ, માસ્ક ન પહેરનારા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનારા સામે કાર્યવાહી કરશે. શહેર આખામાં માર્કેટ, મોલ, મલ્ટિપ્લેકસ, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ અને જાહેર સ્થળોએ આ ટીમ  તપાસ કરશે. 

ગુજરાતમાં જાણે કોરોના કેસોનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 4213 કેસ સામે આવતા ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઈ ચૂકી છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં1835 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 1105 કેસ તો વડોદરામાં 116, કેસ અને રાજકોટ શહેરમાં 183 અને ગ્રામ્યમાં 41 કેસ સામે આવ્યા છે.આજે 5.01 લાખ લોકોને વેક્સિન આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 9.23 કરોડ વેક્સિનના ડોઝઅપાઈ ચૂક્યા છે.તમામ આરોગ્ય અધિકારીઑ અને કર્મચારીઓની રજા પણ રદ્દ કરી નાખવામાં આવી છે.કોરોના કેસ વધતા આરોગ્ય વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પુન:કંટ્રોલ રુમ કાર્યરત થશે
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે તંત્રએ કમર કસી છે.મુખ્ય સચિવ પંકજ કુમારના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી.આ બેઠકમાં 10 નોડલ ઓફિસર,આરોગ્ય અધિકારીઓ સહિતના સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.આગામી સમયમાં ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે કોરોનાને લઈને પુન:કંટ્રોલ રુમ કાર્યરત કરાશે.આ સાથે તંત્રને ટેકનિકલી અપડેટ રહેવા માટે પણ સૂચના અપાઇ છે.સારી આરોગ્ય સુવિધા સહિત ડિજિટલી એક્ટિવ રહેવા પર ભાર મૂકાયો છે. 

ભારતમાં આજે 90 હજારથી વધુ કેસ સામે આવ્યા
દેશમાં કોરોના સંક્રમણની સ્પીડ ખતરનાક રીતે વધી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગત 24 કલાકમાં 56 ટકાના વધારા સાથે 90 હજાર 928 લોકો સંક્રમિત થયા છે. આની પહેલા બુધવારે 58 હજાર મામલા સામે આવ્યા હતા. ગત 24 કલાકમાં હજારો લોકો આ જીવલેણ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા 2630 થઈ ગઈ છે. જેમાંથી 995 લોકો સાજા થયા છે. દિલ્હીની વાત કરીએ તો ખરાબ વાત એ છે કે અહીં 10 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. જે ચિંતાજનક છે.  રિકવરી દર પણ ગત દિવસોની સરખામણીએ ઘટીને 97. 81 ટકા રહી ગયો છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ