બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / people of Ahmedabad were shocked to see the figure of debt in the draft budget where did the loan of the World Bank go

આમનેસામને / ડ્રાફ્ટ બજેટમાં દેવાનો આંકડો જોઈ અમદાવાદીઓને આંચકો, છતા વિપક્ષે કહ્યું આતો ઓછો દર્શાવ્યો, વર્લ્ડ બેન્કની લોન ક્યાં ગઈ?

Kishor

Last Updated: 09:45 PM, 20 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના શાસનમાં અમદાવાદ શહેર સ્માર્ટ સીટી નહીં પણ દેવાદાર સીટી બન્યું હોવાનો આરોપ બજેટ બોર્ડ બેઠકમાં વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. વિપક્ષી નેતા દ્વારા અમદાવાદ મનપાનું અધધ દેવું હોવાનો દાવો કર્યો હતો.

  • દેવાના ડુંગર નીચે દબાતું અમદાવાદ મહાનગરપાલિકા
  •  રુ. 4,317.67 કરોડનું દેવું હોવાનો વિપક્ષનો દાવો 

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વર્ષ 2023-24ના ડ્રાફ્ટ બજેટમાં રુ. 1317.67 કરોડનું દેવું દર્શાવવામાં આવ્યું છે.તેમાં પણ વર્લ્ડ બેંક પાસેથી લીધેલી રુ.3,000 કરોડની લોન ઉમેરવામાં આવી ન હોવાનો ઉલ્લેખ કરાયો છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને વર્લ્ડ બેંકની લોનથી 3,000 કરોડ પૈકી રુ.1200 કરોડના ટેન્ડર બહાર પાડી દીધાં છે પણ જ્યાં સુધી વર્લ્ડ બેંકની લોનની રકમ મળે નહીં ત્યાં સુધી તે દેવામાં દર્શાવવામાં આવશે નહીં. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના માથે વર્લ્ડ બેંકની સાથે ગણીએ તો, કુલ રુ. 4,317.67 કરોડનું દેવું થશે.

માત્ર 25 હજારમાં શરૂ કરો આ બિઝનેસ અને 1.40 લાખ રૂપિયાની કરો કમાણી | Start  this business at just Rs 25,000 and earn Rs 1.40 lakh

Amc ને માથે કુલ રુ. 4,317.67 કરોડનું દેવું

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના માથે દેવું વધી રહ્યું છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા ઓક્ટ્રોયની સામે આવતી ગ્રાંટની રકમ વધારવામાં આવી રહી નથી. રાજ્ય સરકાર દ્વારા ઓક્ટ્રોયની બદલામાં આપવાની થતી ગ્રાંટ બંધ કરવાની તૈયારી કરી રહી છે જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવામાં આવી રહ્યો છે.જેમાં નવા ટેક્સ જાહેર કરાઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને થોડા મહિના પહેલાં રોજિંદા ખર્ચ ઉપાડવા માટે પણ GSFS પાસેથી 350 કરોડની લોન લીધી હતી. સાબરમતી રિવરફ્રંટ ફેઝ 2 ના કામ માટે પણ 350 કરોડની લોન લેવાઇ હતી. આ સિવાય ગ્રીન બોન્ડના નામે 200 કરોડનું દેવું કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેર દેવાદાર સીટી બની ગયું

ગત તા.31 માર્ચ 2022 ની સ્થિતિએ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના માથે રુ. 280.11 કરોડની લોન હતી. જે તા. 31 માર્ચ 2023ના વર્ષમાં, વધીને રૂ. 982.67 કરોડની થઈ ગઈ છે. જ્યારે આગામી તા. 31 માર્ચ 2024 ની સ્થિતિએ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની લોનની રકમ વધીને રૂ. 4,317.67 કરોડ થઇ જાય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હોવાનો વિપક્ષી નેતાએ દાવો કર્યો છે. વર્ષ 2015-16 ના બજેટમાં અમદાવાદ શહેરને સ્માર્ટ સીટી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી પણ વર્ષ 2023-24 માં અમદાવાદ શહેર દેવાદાર સીટી બની ગયું છે, ગુજરાતમાં સૌથી વધુ દેવું કરનારી મનપા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ