બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

logo

તારક મહેતાના 'સોઢી'નો ગુમ થયા બાદ પહેલી વખત સામે આવ્યો CCTV ફૂટેજનો વીડિયો

logo

કોંગ્રેસને વધુ એક ઝટકો, અરવિંદર સિંહ લવલીએ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

VTV / મનોરંજન / બોલિવૂડ / People are tired of laughing after watching Salman Khan's dance step! Said bro this is a copy of Sunny Deol

મનોરંજન / સલમાન ખાનનો ડાન્સ સ્ટેપ જોઈ લોકો હસી-હસીને થાક્યા! કહ્યું ભાઈ આ તો સની દેઓલનું કૉપી છે

Megha

Last Updated: 12:22 PM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિસી કા ભાઈ કિસી કી જાનનું રોમેન્ટિક ગીત નય્યો લગદા રિલીઝ થઈ ગયું છે પણ આ બધા વચ્ચે સલમાનને એ ગીતના હૂકસ્ટેપ માટે ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

  • ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું રોમેન્ટિક ગીત નય્યો લગદા રિલીઝ
  • ગીતના આ સ્ટેપ માટે ટ્રોલ થયો સલમાન ખાન 
  • ગીત જોઈને હાલ ટ્વિટર પર મીમ્સની સુનામી આવી ગઈ

સલમાન ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું રોમેન્ટિક ગીત નય્યો લગદા રિલીઝ થઈ ગયું છે. વેલેન્ટાઈન ડેના અવસર પર રિલીઝ થયેલા આ ગીતે આવતાની સાથે લોકો વચ્ચે ઘણું વાયરલ થઈ રહ્યું છે. એક તરફ આ ગીતે લોકોની અંદર ઘણો રોમાંસ જગાવ્યો છે પણ બીજી તરફ આ ગીતમાંથી લોકોએ રમુજવાળો પાર્ટ શોધીને સલમાન ખાનને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.  આ ગીત ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યું છે સાથે જ સલમાન ખાન પણ ઘણી હેડલાઈન્સમાં આવી રહ્યા છે. પણ આ બધા વચ્ચે સલમાનને એ ગીતના હૂકસ્ટેપ માટે ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. 

ગીતના આ સ્ટેપ માટે ટ્રોલ થયો સલમાન ખાન 
સલમાન ખાન પૂજા હેગડે સાથે નય્યો લગદા ગીતમાં ફ્લર્ટ કરતો જોવા મળે છે, જે 90ના દાયકાના ગીતની યડ અપાવે છે. એક બાજુ ચાહકો બંનેની જોડીને પસંદ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ગીત સાંભળ્યા પછી તમને ચોક્કસપણે 90ના દાયકાનો અનુભવ થશે. ગીતમાં સલમાનને લાંબા વાળ અને ગોગલ્સ પહેરેલ બતાવવામાં આવ્યો છે સાથે જ આ ગીત લદ્દાખની સુંદર જગ્યા પર શુટ કરવામાં આવ્યું છે.  ગીતની ખાસિયત સલમાનનો અનોખો ડાન્સ સ્ટેપ છે અને એ જોઈને લોકો કહી રહ્યા છે કે સલમાન આ ગીતમાં જાણે  પગની કસરત કરતો હોય એવું લાગી રહ્યું છે કારણ કે ગીતમાં તે એક પછી એક તેના ઘૂંટણને જમીન પર લાવી સ્ટેપ કરે છે. 

મીમ્સ થયા વાયરલ 
આ મામલે સલમાન ખાન ટ્રોલના નિશાના પર આવ્યો હતો. ગીત જોઈને હાલ ટ્વિટર પર મીમ્સની સુનામી આવી ગઈ હોય એવું લાગી રહ્યું છે. એક ટ્વિટર યુઝરે પૂછ્યું, "શું સલમાન ફિલ્મમાં પીટી શિક્ષકની ભૂમિકા ભજવી રહ્યો છે?" બીજાએ કહ્યું, "જ્યારે તમારે લંગ્સ કરવાનું હોય અને તે જ દિવસે ગીત શૂટ કરવાનું હોય...ત્યારે સલમાન ખાન" વધુ એકે ટ્વિટ કર્યું કે, "જ્યારે પણ હું શોપિંગ કરવા જાઉં છું ત્યારે જીન્સ અને પેન્ટને એ જ રીતે ચેક કરું છું." એક વ્યક્તિએ એવી પણ ટિપ્પણી કરી, "એવું લાગે છે કે તે બેટિંગ કરવા જઈ રહ્યો છે અને તેની પહેલા વોર્મઅપ કરી રહ્યા છે." એક ટ્વિટર યુઝરે એમ પણ કહ્યું કે, “ભાઈ પોતાનું રોજનું વર્કઆઉટ ગીતમાં જ કરે છે.” આ સાથે જ યુઝર્સે 'ગોલમાલ'માં મિથુન સાથે સલમાનનું સ્ટેપ, 'વેલકમ'માં નાના પાટેકરનો સીન યાદ કર્યો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ