બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Penalty for teachers who make mistakes in paper verification of Gujarat Board Class 10 and 12 examination

એક્શન / એકસાથે 3800 શિક્ષકોને ફટકારાયો રૂ. 24 લાખનો દંડ, ધો.10-12ની પરીક્ષાના પેપરની ચકાસણીમાં કર્યો હતો છબરડો

Malay

Last Updated: 09:29 AM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના પેપર ચકાસણીમાં ભૂલો કરનાર શિક્ષકો દંડાયા, ધોરણ 10-12ના પેપર તપાસનાર 3800 શિક્ષકોને રૂ. 24 લાખનો દંડ

  • બોર્ડ પરીક્ષાના પેપર ચકાસણીમાં ભૂલ કરનારા શિક્ષકોને દંડ
  • 3800 શિક્ષકોને રૂ.24 લાખનો દંડ કરાયો
  • ઉત્તરવહીમાં પ્રત્યેક ભૂલ બદલ રૂપિયા 100નો દંડ કરાયો 
  • ઉત્તરવહીના મર્ક્સના સરવાળામાં કરી હતી ભૂલ 

Gandhinagar News: ગુજરાતમાં ગત માર્ચ મહિનામાં યોજાયેલી બોર્ડની પરીક્ષામાં પેપર ચકાસણીમાં ભૂલ કરનાર શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો છે. ધો.10-12ની બોર્ડની પરીક્ષામાં પેપર ચકાસણીમાં ભૂલ કરનારા 3800 શિક્ષકોને રૂ. 24 લાખનો દંડ કરાયો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ સત્તાવાળાઓએ આ શિક્ષકોને ઉત્તરવહીમાં કરેલી ભૂલ બદલ નોટિસ ફટકારી છે. 

Charges of Rs.300 will be charged for standard 12 examination
FILE PHOTO

માર્ચ 2023 બાદ કરાઈ હતી ઉત્તરવહીની ચકાસણી
માર્ચ 2023ની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા પછી  રાજ્યના વિવિધ જિલ્લાઓના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ધોરણ 10ની 60 લાખ ઉત્તરવહીઓની 20 હજાર જેટલા શિક્ષકોએ ચકાસણી કરી હતી. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની 30 લાખ ઉત્તરવહીની 15 હજાર જેટલા શિક્ષકોએ ચકાસણી કરી હતી. આ ઉપરાંત ધોરણ 12 સાયન્સની વાત કરીએ તો 5 હજાર જેટલા શિક્ષકોએ 5 લાખ ઉત્તરવહીની ચકાસણી કરી હતી. 

શિક્ષકોએ સરવાળામાં કરી હતી ભૂલ
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણીમાં કેટલાક શિક્ષકોએ આંકડાકીય વિગતો લખવામાં ભૂલ કરી હતી, એટલે કે ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીના માર્ક્સના સરવાળામાં ભૂલ કરી હતી. જે બાદ ફરીથી ઉત્તરવહીને ચેક ચેક કરી ભૂલો સુધારીને વિદ્યાર્થીઓને માર્ક્સ અપાયા હતા.

પેપર ચકાસણીમાં નવું સંકટ! ધોરણ-10ની ઉત્તરવહી ચકાસવા શિક્ષકોની અછત,  પરિણામમાં થઇ શકે છે મોડુ | coronavirus lockdown gujarat vadodara exam paper  teacher checking
FILE PHOTO

3855 શિક્ષકોને 24 લાખથી વધુનો દંડ ફટકારાયો
ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવહી ચકાસણીમાં ભૂલ બદલ શિક્ષકોને પેનલ્ટી કે દંડ ફટાકારાયો છે. શિક્ષકોને પ્રત્યેક ભૂલ દીઠ 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.  પરીક્ષાની ઉત્તરવહીમાં ભૂલ કરનારા 3855 શિક્ષકોને 24 લાખથી વધુનો દંડ ફટકારાયો છે. જોકે, આ દંડ ગત વર્ષ કરતા ઓછો છે. ઉલ્લેખનીય છે કે માર્ચ 2022ની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી કરનારા 3900 શિક્ષકોને 33 લાખનો દંડ કરાયો હતો. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ