બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / 'Pay money deposited in Legal Aid to families of dead and victims'

મોરબી દુર્ઘટના / 'લીગલ એઈડમાં જમા કરાવેલી ધનરાશિ મૃતકોના પરિજનો અને પીડિતોને ચૂકવો', કેસ પર પૂર્ણ વિરામ નહીં મુકાય: ગુજ. હાઈકોર્ટ

Vishal Khamar

Last Updated: 05:17 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એડવોકેટ જનરલ અને જયસુખ પટેલનાં વકીલની વાત સાંભળ્યા બાદ હાઈકોર્ટે કહ્યું હતું કે, કેસમાં તબક્કાવાર પગલા લેવામાં આવશે.

  • મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુનાવણી
  • એડવોકેટ જનરલ તેમજ જયસુખ પટેલનાં વકીલે સુનાવણી બંધ કરવા કરી રજૂઆત
  • આગામી સુનાવણી દરમિયાન અમે કેટલીક માગ કરીશુંઃપીડિત પક્ષનાં વકીલ

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં નિવેદન આપ્યું છે. ત્યારે એડવોકેટ જનરલે તેમના નિવેદનમાં જણાવ્યું છે કે હવે આ કેસને પૂર્ણ વિરામ આપવું જોઈએ. મોરબી નગરપાલિકા અસક્ષમ હોવાથી સુપરસીડ કરાઈ છે.  ત્યારે જયસુખ પટેલનાં વકીલે પણ હાઈકોર્ટમાં નિવેદન આપતા કહ્યું હતું કે, મૃતકોનાં પરિવારજનોને વળતર ચૂકવવામાં આવ્યું છે. તેમજ આરોપી ન્યાયિક પ્રક્રિયાનો સામનો કરી જેલમાં છે. ત્યારે હવે જાહેરહિતની અરજી ચાલુ રાખવી જોઈએ નહી. એડવોકેટ જનરલ અને આરોપીનાં વકીલની દલીલમાં હાઈકોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે કેસની તપાસ ચાલુ જ રહેશે. તેમજ તબક્કાવાર રીતે કેમાં જરૂરી પગલા લેવાશે. લીગલ એઈડમનાં જમા કરાવેલી ધનરાશિ મૃતકોનાં પરિવારજનો અને પીડિતોને ચૂકવવાનું હાઈકોર્ટે કહ્યું હતું. ત્યારે વધુ સુનાવણી 14 જુલાઈનાં રોજ હાથ ધરવામાં આવશે.

ઉત્કર્ષ દવે (પીડિત પક્ષનાં વકીલ)

 આગામી સુનાવણી દરમિયાન અમે કેટલીક માગ કરીશુંઃ પીડિત પક્ષનાં વકીલ
મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે હાઈકોર્ટની સુનાવણી બાદ પીડિત પક્ષનાં વકીલ ઉત્કર્ષ દવેએ કહ્યું હતું કે, સરકાર અને જયસુખ પટેલનાં વકીલે અરજી પર સુનાવણી બંધ કરવાની રજૂઆત કરી છે. ત્યારે અમે આગામી સુનાવણી દરમ્યાન કેટલીક માંગ કરીશું. અગાઉ જયસુખ પટેલનાં વકીલે કેટલાક અધિકારીઓનાં પ્રેસરની વાત કરી હતી. અત્યાર સુધી આ અધિકારીઓ અંગે કોઈ દલીલો થઈ નથી. આગામી સુનાવણીમાં અમે આ અધિકારીઓ કોણ છે  એ અંગે દલિલ કરીશું. 

મોરબી નગરપાલિકા

સરકારે ઘટનાનાં લાંબા સમય બાદ મોરબી નગરપાલિકાની સુપરસીડ કરી
ગોઝારી ઘટનાં મોરબી પુલ દુર્ઘટનાને ત્રણ મહિનાં જેટલો લાંબો સમય વીતી ગયો છે. ત્યારે આ સર્જાયેલ ગોઝારી પુલ દુર્ઘટનામાં 135 લોકોનાં મોત નિપજ્યા હતા ત્યારે થોડા દિવસ પહેલા જ મોરબી નગર પાલિકાને સુપરસીડ કરવામાં આવી છેે. લાંબા સમય બાદ મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી વહીવટ અધિક નિવાસી કલેક્ટરને સોંપવામાં આવ્યો હતો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ