બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / વિશ્વ / patanjali-coronil-not-who-certified-or-approved-no-traditional-medicine-certified-by-who-for-covid-cure

નિવેદન / પતંજલિની કોરોના ડ્રગ મામલે વધુ વિવાદ, વિશ્વની આ જાણીતી સંસ્થાએ કહ્યું, અમે નથી આપી એકપણ દવાને મંજૂરી

Nirav

Last Updated: 05:29 PM, 21 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગયા શુક્રવારે જ પંતજલિએ ફરીથી વધુ એક વાર કોરોના માટેની દવા લોન્ચ કરી હતી અને કહ્યું હતું કે આ દવાને વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે.

  • પતંજલિની દવાને નથી મળી કોઈ મંજૂરી 
  • પતંજલિએ ફરીવાર લોન્ચ કરી હતી, કોરોનિલ દવા
  • WHO એ ટ્વિટ કરીને આપી જાણકારી 

જો કે હવે આ મામલે એક નવો વળાંક લીધો છે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એક ટ્વીટ દ્વારા ખુલાસો કર્યો છે કે તેમની તરફથી કોઈ પણ ટ્રેડિશનલ દવાને મંજૂરી આપવામાં આવી નથી.

કોરોનિલએ WHO સર્ટિફાઇડ નથી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ સ્પષ્ટ કર્યું છે કે તેણે કોઈ પરંપરાગત દવાઓની અસરની સમીક્ષા કરી નથી અથવા કોવિડ -19 ની સારવાર માટે કોઈ સર્ટિફિકેટ આપ્યું નથી. WHOનું નિવેદન પતંજલિ આયુર્વેદના દાવાના એક દિવસ પછી જ આવ્યું છે કે કોરોનિલ દવાને WHO સર્ટિફિકેટ સ્કીમ હેઠળ આયુષ મંત્રાલય તરફથી પ્રમાણપત્ર મળ્યું છે. હવે WHO ની દક્ષિણ પૂર્વ એશિયાની પ્રાદેશિક કચેરીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કર્યું છે કે WHO એ કોવિડ -19 ની સારવાર માટે કોઈ પરંપરાગત દવાને પ્રમાણિત કરી નથી.

પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણએ પણ આ મામલે ટ્વીટ કર્યું છે કે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા DCGIએ કોરોનિલ માટે ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ સર્ટિફિકેટ FPP આપ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પતંજલિ માત્ર લોકોની મૂંઝવણ દૂર કરીને આ બાબતે સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું અને તે સ્પષ્ટ છે કે WHO કોઈ પણ દવાને મંજૂરી આપતું નથી અથવા નકારતું નથી.

કોરોનિલને બે કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં લોન્ચ કરવામાં આવી હતી 

શુક્રવારે જ પ્રેસ કોન્ફરન્સમાં બાબા રામદેવે ફરી એકવાર કોરોના ડ્રગ કોરોનિલ લોન્ચ કરી છે. તેમની સાથે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી પણ હતા. રામદેવે દાવો કર્યો હતો કે પતંજલિની આ દવા વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા પ્રમાણિત છે. એવો દાવો કરવામાં આવે છે કે WHO એ તેને જીએમપી એટલે કે 'ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ'નું પ્રમાણપત્ર આપ્યું છે. 

બાબા રામદેવે વધુમાં કહ્યું કે આ દવા 'પુરાવા આધારિત' છે. રામદેવે આ પ્રસંગે એક રિસર્ચ બુક પણ લોંચ કરી છે. તેમણે જણાવ્યું હતું કે વિશ્વના સૌથી પ્રભાવશાળી રિસર્ચ જર્નલમાં કોરોનિલના સંદર્ભમાં નવ રિસર્ચ પેપર પ્રકાશિત થયા છે. 16 પેપર હજુ પણ પાઇપલાઇનમાં છે."

કોરોના કિટને લઈને થયો હતો ઘણો વિવાદ 

પતંજલિએ ગયા વર્ષે જૂનમાં 'કોરોના કિટ' લોન્ચ કરી હતી. આને લઈને ઘણો વિવાદ થયો હતો. આયુષ મંત્રાલયે કહ્યું હતું કે પતંજલિ ફક્ત શરીરના રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકે છે એમ કહીને 'કોરોનિલ' વેચી શકે છે. ત્યારબાદ રામદેવે કોવિડ -19 દવા તરીકે 'કોરોનિલ'ને વેચવાનું શરૂ કર્યું હતું, પરંતુ વિવાદ પછી તેણે રોગની અસર ઘટાડવા માટેની ડ્રગ કહેવાનું શરૂ કર્યું. રામદેવે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે "મંત્રાલયે તેમને 'કોવિડ ટ્રીટમેન્ટ' ને બદલે 'કોવિડ મેનેજમેન્ટ' શબ્દ વાપરવાનું કહ્યું છે."

23 જૂન 2020 ના રોજ, રામદેવે કોવિડ -19 દર્દીઓના ઇલાજનો દાવો કરીને 'કોરોનિલ'ને લોન્ચ કરી હતી. વિવાદ શરૂ થતાંની સાથે જ દેશમાં છવાઈ ગયો હતો. ઉત્તરાખંડના આયુષ વિભાગે પણ પતંજલિ આયુર્વેદને નોટિસ પાઠવી હતી કે કોરોના માટેની કોઈ પણ દવાને બનાવવાની મંજૂરી મળી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ