બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Patan Patola, Patola weaving work Patola artisan, Patola price
ADVERTISEMENT
જ્યારે.. જ્યારે ઐતિહાસિક નગર એવા પાટણની વાત આવે.. ત્યારે પાટણના પટોળા યાદ આવી જાય.. ખાસ કરીને દરેક મહિલાઓની નજરો સામે પટોળું ફરવા લાગે.. કારણે દરેક મહિલાઓનું સપનું હોય છે કે, એકવાર પટોળું પહેરે.. ત્યારે આજે વીટીવી ન્યૂઝની ટીમ પટોળા માટે પ્રખ્યાત એવા પાટણની મુલાકાતે પહોંચી.. જ્યા આજે પણ એક પરિવાર દ્વારા 900 વર્ષની કળાને સાચવી રાખવામાં આવી છે.. અને આજે પણ ત્યાં 1 લાખથી 5 લાખ સુધીના પટોળા બને છે..
સાલવી પરિવારો સાચવીને બેઠા છે આ કળાને
આપણે જે ઐતિહાસિક કળાની વાત કરી રહ્યા છીએ.. કદાચ પાટણ નામ પડતા જ તમે તે કળાને જાણી ગયા હશો.. આપણે વાત કરી રહ્યા છીએ.. જગવિખ્યાત પાટણના પટોળાની... જેની કળા લુપ્ત થવાની કગારે પહોંચી ગઈ છે.. પરંતુ આજે પણ પાટણમાં 900 વર્ષથી પટોળાની કળાને સાલવી પરિવારોએ જિવંત રાખવાનું કામ કર્યું છે.. ત્યારે વીટીવીની ટીમ મહિલાઓના સપના સમાન પટોળા હાઉસની મુલાકાતે પહોંચ્યું હતું.. જ્યાં આજે પણ સાવલી પરિવારો પટોળા બનાવવાનું કામ કરી રહ્યા છે..
ADVERTISEMENT
૩૦૦ જેટલા લોકોની આજીવિકા આપે છે ઉદ્યાગ
પાટણની વર્લ્ડ હેરિટેજ સાઈડ રોડ પર ફાટીપાળ દરવાજા પાસે આવેલ પટોળા હાઉસમાં આજે પણ સાવલી પરિવારો દ્વારા પટોળા બનાવવામાં આવે છે.. અને આ પટોળા સૌથી મોંઘા માનવામાં આવે છે.. જોકે આ વ્યવસાયમાં સમય અને કામનું ભારણ હોવાને કારણે હવે તેમાં પાટણ શહેરમાં અન્ય સમાજના યુવક-યુવતીઓ પણ જોડાયા છે.. અને પટોળા વણવાનું કામ કરી રહ્યા છે.. ટૂંકમાં કહીએ તો હાલ પાટણનું પટોળું ૩૦૦ જેટલા લોકોની આજીવિકાનું સાધન બન્યુ છે.
ADVERTISEMENT
પટોળું ઓર્ડેર ઉપર જ બનાવી આપવામાં આવે છે
મહત્વનું છે કે, પાટણનું પટોળુ બનાવવું એ પણ કાંઈ નાની સુની વાત નથી.. કારણ કે, આ કળા શારીરિક અને માનસિક રીતે થકવી નાખનારી છે.. એક પટોળું બનાવતા ચાર માણસની ટીમને 4 થી 6 મહિના જેટલો સમય લાગી જાય છે.. જોકે આ પટોળામાં જે ડીઝાઇન બનાવવામાં આવે છે તે રેસમનાં તારથી બનાવવામાં આવે છે.. આ પટોળું બંને બાજુએ પહેરી સકાય છે.. અને જો તેની કિંમતની વાત કરવામાં આવે તો સવા લાખથી માંડીને 5 લાખ સુધીના પટોળા અહીં બને છે.. જોકે આ પટોળું ઓર્ડેર ઉપર જ બનાવી આપવામાં આવે છે.. કારણ કે, 4 થી 6 મહિનાનો સમય લાગે છે.. અને લોકોને ગમતિ ડિઝાઈન પ્રમાણે જ બનાવવામાં આવે છે.. જેથી કરીને મહિનાઓની મહેનતનું ફળ મળી રહે..
1934માં માત્ર રૂ.100માં મળતું હતું પટોળું
મહત્વનું છે કે, પાટણમાં નવી પેઢીના યુવાનોને આ બિઝનેસમાં રસ રહ્યો નથી ત્યારે સરકાર જો ચાર વર્ષ પહેલાં બનાવેલી સ્કીમ અમલમાં મૂકે તો આ બિઝનેસ જીવંત રહી શકે તેમ છે. રાજ્યમાં લુપ્ત થઇ રહેલી પટોળા બનાવવાની કળામાં અત્યારે માત્ર ચાર પરિવારો કામ કરે છે. 1934માં આ પટોળાની કિંમત માત્ર 100 રૂપિયા હતી પરંતુ આજે તેની કિંમત સવા લાખથી 5 લાખ સુધી પહોંચી ગઈ છે.. પરંતુ સમય સાથે કારીગરોની સંખ્યા ઘટતા હવે પટોળા લુપ્ત થવાની કગારે પહોંચી ગયાં છે..
ADVERTISEMENT
રેશમના તારમાંથી પટોળું વણવામાં આવે છે
જેટલી જ પટોળાની કિંમત વધું હોય છે.. એટલી જ તેને બનાવવાની કળા પણ અઘરી હોય છે.. પાટણના પટોળા અંગે વાત કરીએ તો.. અહીં પટોળામાં માત્ર વનસ્પતિ કલર જ વાપરવામાં આવે છે.. સાથે જ કારીગરોએ કલર કરતી વખતે વિશેષ ધ્યાન આપવાનું હોય છે.. કારણ કે, કલરનું એક ટીપું આડા-અવળું લાગી જાય તો આખી મહેનત પાણીમાં જતી રહે છે... કાપડની વાત કરીએ તો પ્યોર રેશમનાં તારમાંથી પટોળું વણવામાં આવે છે.. રેશમના તારને સીધા પટ્ટામાં બાંધી તેની ડિઝાઇન પ્રમાણે પુરાની ગાંઠો બાંધી દેવામાં આવે છે, અને જરૂરિયાત મુજબ તેને કલરમાં બોળવામાં આવે છે.. આ મોંઘેરા પટોળાને લગ્ન પ્રસંગે પહેરવાનું ખાસ મહત્વ છે, જોકે પટોળુ સ્ત્રીઓ માટે એક સ્ટેટસ સમાન પણ કહી શકાય... સુખી અને સંપન્ન લોકોની નિશાની સમુ પણ કહી શકાય..
900 વર્ષ પહેલાં પાટણમાં પટોળાં બનાવવાની શરૂઆત
મહત્વનું છે કે, પાટણનાં આ સાલવી પરિવારોએ આજે પણ પોતાના બાપ દાદાનાં ૯૦૦ વર્ષ જુના વ્યવસાયને સાચવી રાખ્યો છે, જોકે પાટણનું આ પટોળું પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે... દેશની જાણી હસ્તીઓએ પણ પટોળા હાઉસની મુલાકાતો લીધી છે.. જેમાં દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, પૂર્વ સ્વ.રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ , પૂર્વ સ્વ.પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ તેમજ અભિનેતા અમિતાભ બચ્ચન પણ પાટણના પટોળાને બારીકાયથી નિહાળી ચૂક્યા છે.. કારણ કે, પાટણનું આ પટોળું જ ખાસ છે.. અને તે 100 વર્ષ સુધી ટકી રહે છે.. એવું પણ કહેવાય છે કે, પાટણનું પટોળું ફાટે પણ ફીટે નહિ.. જોકે આજે પણ આપણે ત્યાં રાશ-ગરબાઓમાં ગુજરાતી ફિલ્મનું ગીત.. મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો ગવાય છે.. જેના પરથી એવું ચોક્કસથી કહી શકાય કે, પહેલા પણ પાટણનું પટોળું મોંઘુ હતું.. અને આજે પણ છે.. બસ આપણે હવે તે લુપ્ત ન થાય તે માટે પ્રયાસો કરવાના છે..
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.