બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Parliamentary Board meeting chaired by Chief Minister Bhupendra Patel tomorrow in Gandhinagar

ગાંધીનગર / આવતીકાલે ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક: મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત જિલ્લા પંચાયત પ્રમુખના નામ પર થશે મહામંથન

Malay

Last Updated: 03:17 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: આવતીકાલે ગાંધીનગરમાં CM નિવાસ સ્થાને યોજાનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખોના નામ નક્કી થશે.

  • પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે
  • CM નિવાસસ્થાને મળશે બેઠક
  • મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ નક્કી થશે
  • 9 સપ્ટેમ્બરે થઈ રહી છે ટર્મ પૂર્ણ

Gandhinagar News: ગાંધીનગર CM નિવાસસ્થાને આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં મનપાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જિલ્લા પંચાયત પ્રમુખના નામ પર મંથન થશે. મહત્વનું છે કે, આગામી 9 સપ્ટેમ્બરે મનપા, જિલ્લા પંચાયતના હોદ્દેદારોની ટર્મ પૂર્ણ થઈ રહી છે. જેથી ભાજપ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાઈ હતી. 

BIG NEWS: આવતીકાલે સવારે 9 વાગ્યે CM ભૂપેન્દ્ર પટેલ કરશે મોટી જાહેરાત, હર્ષ  સંઘવીએ આપી માહિતી | CM Bhupendra Patel big announcement on Youth and Sports  Harsh Sanghvi
ફાઈલ ફોટો

ભાજપના નિરીક્ષકોએ હાથ ધરી હતી સેન્સ પ્રક્રિયા
31 ઓગસ્ટથી લઈને 2 સપ્ટેમ્બર સુધી ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 9 સપ્ટેમ્બરના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જિલ્લા પંચાયતના પ્રમુખો અને તાલુકા પંચાયતના પ્રમુખોની અઢી વર્ષની ટર્મ પૂરી થવા જઈ રહી છે. મેયર માટે, નવા કારોબારી સભ્યો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 31 જિલ્લા પંચાયત,  237 જેટલી તાલુકા પંચાયતમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. 

આવતીકાલે નામો પર કરાશે ચર્ચા
આ દરમિયાન જે નામો આવ્યા છે તેની યાદી ભાજપના નિરીક્ષકો દ્વારા બનાવવામાં આવી છે. આ યાદીને આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યાજાનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રજૂ કરવામાં આવશે. જે બાદ યર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જિલ્લા પંચાયતના પ્રમુખો અને તાલુકા પંચાયતના પ્રમુખો માટે આવેલા નામો પર મંથન કરવામાં આવશે. 

Ahmedabad, Vadodara and Rajkot will get new mayors in 10 days

ટર્મ પૂરી થતા નવા નામોની થશે જાહેરાત 
જે બાદ હોદ્દેદારોના નામ પર અંતિમ મહોર પાર્લામેન્ટરી બોર્ડ મારશે. મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જિલ્લા પંચાયતના પ્રમુખો અને તાલુકા પંચાયતના પ્રમુખોની ટર્મ પૂર્ણ થયા બાદ નવા નામોની જાહેરાત થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ