બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Parliament Security Breach The accused had a plan to spread chaos, the police made shocking revelations

તપાસ / સંસદ કાંડ: આરોપીઓનો હતો અરાજકતા ફેલાવવાનો પ્લાન, તપાસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા

Megha

Last Updated: 09:44 AM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદની સુરક્ષા ભંગની ઘટનાના માસ્ટરમાઈન્ડ લલિત ઝાને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે, સાથે જ આતંકવાદી સંગઠનો સાથેના તેમના જોડાણના એંગલની તપાસ પણ થશે

 

  • સંસદની સુરક્ષાનો ભંગ કરવાના કિસ્સામાં 6 આરોપીઓની ધરપકડ 
  • પટિયાલા હાઉસ કોર્ટે લલિત ઝાને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો 
  • આતંકવાદી સંગઠનો સાથેના તેમના જોડાણના એંગલની પણ તપાસ થશે 

સંસદની સુરક્ષાનો ભંગ કરવાના કિસ્સામાં અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાના માસ્ટરમાઈન્ડ લલીત ઝાને દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે તેને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. દિલ્હી પોલીસે કોર્ટમાં કરેલી તેની રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે સંસદની સુરક્ષા ભંગની ઘટના પાછળ લલિત ઝા અને તેના સાથી સરકાર પાસેથી તેમની માંગણીઓ પૂરી કરાવવા માગે છે. તેમજ તે દેશમાં અરાજકતા ફેલાવવા માંગતા હતા. 

ગુરુગ્રામમાં બેઠક, લલિત ઝાએ લીધા બધાના ફોન, ઈન્ડીયા ગેટ પર વહેંચ્યાં 'સ્મોક  બોંબ', સંસદ એટકનું આખું કાવતરું I Who Is Lalit Jha, Alleged Mastermind Of  Parliament ...

કોર્ટને એ પણ જણાવ્યું કે પોલીસ આ ઘટના પાછળના આરોપીઓના વાસ્તવિક હેતુ અને અન્ય કોઈ દુશ્મન દેશ તેમજ આતંકવાદી સંગઠનો સાથેના તેમના જોડાણના એંગલની પણ તપાસ કરી રહી છે.  સાથે જ કોર્ટે આ હુમલા પાછળનું મોટું કાવતરું જાણવા માટે સંપૂર્ણ અને ઝીણવટભરી તપાસની જરૂર હોવાનું જણાવ્યું હતું. 

કોર્ટમાં ચર્ચા દરમિયાન દિલ્હી પોલીસે કહ્યું કે લલિત ઝા માસ્ટરમાઇન્ડ છે, તેથી તેની કસ્ટડી જરૂરી છે. આ ષડયંત્ર પાછળ કેટલા લોકો હતા તે શોધવું પડશે. દિલ્હી પોલીસે એમ પણ કહ્યું કે પુરાવા એકત્ર કરવા માટે તેમને ઘણા રાજ્યોમાં જવું પડશે અને આ હુમલાની તૈયારી કરતાં સમયે વપરાયેલ મોબાઈલ ફોન પણ રિકવર કરવાના છે. 

દિલ્હી પોલીસ 13 ડિસેમ્બરની ઘટનાને ફરીથી બનાવવા માટે સંસદની પરવાનગી માંગી શકે છે, જેમાં બે આરોપીઓ પ્રેક્ષક ગેલેરીમાંથી લોકસભા ચેમ્બરમાં કૂદી પડ્યા હતા. આ આરોપીઓની ઓળખ સાગર શર્મા અને મનોરંજન ડી તરીકે થઈ છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે ગૃહની અંદર અને સંસદ ભવનની બહાર ગુનાખોરીના દ્રશ્યોને ફરીથી બનાવવાની મંજૂરી મેળવવા માટે સંસદનો સંપર્ક કરવાનું વિચારી રહ્યા છીએ. 

સંસદ સ્મોક એટેકના માસ્ટર માઈન્ડનું નામ સામે આવ્યું, 5 દોસ્તોને કહ્યું- '13  ડિસેમ્બરે ઘુસી જજો સંસદમાં' I Who Is Lalit Jha, Alleged Mastermind Of Parliament  Security Breach ...

વિદેશી ફંડિંગના કનેક્શનની પણ તપાસ કરવામાં આવશે
આ ઘટનાને અંજામ આપતા પહેલા આરોપી ઘણી વખત દિલ્હી આવ્યો હતો. તેણે અહીં આવીને રેકી કરી હતી. આ જોતા પોલીસને આશંકા છે કે આ ઘટનામાં વિદેશી ફંડિંગ હોઈ શકે છે. તેથી પોલીસ આ એંગલથી પણ તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, લલિત ઝાએ પૂછપરછ દરમિયાન કબૂલ્યું છે કે આરોપી સંસદની સુરક્ષાને તોડવાનું ષડયંત્ર રચવા માટે ઘણી વખત મળ્યા હતા. પોલીસે કોર્ટને એમ પણ કહ્યું કે આરોપીના કોઈ દુશ્મન દેશ કે આતંકવાદી સંગઠન સાથે કોઈ સંબંધ છે કે કેમ તે જાણવા માટે તેની પૂછપરછ કરવાની જરૂર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ