બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / parliament monsoon session no confidence motion debate rahul gandhi pm modi

અવિશ્વાસ પ્રસ્તાવ / ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણ, કોંગ્રેસ સરકારના ત્રણ રાક્ષસ', અમિત શાહે વિપક્ષની કરી રેવડી દાણાદાણા

Kishor

Last Updated: 08:08 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ દ્વારા મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મામલે પક્ષોમાં ઘમાસાણ સર્જાયું છે. જેને લઈને શાસક, વિપક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપની આંધી જામી છે.

  • કોંગ્રેસ દ્વારા મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ 
  • રાહુલ ગાંધીએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર આપ્યું નિવેદન
  • ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે..

કોંગ્રેસ દ્વારા મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લવાયો છે. જે મુદ્દો હાલ ગાજી રહ્યો છે.  જેના પર ભારે ચર્ચા ચાલી રહી છે. આ અંગે આજે રાહુલ ગાંધીએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર નિવેદન આપ્યું હતું. તીખા પ્રહારો કરતા તેમણે કહ્યું હતું કે ભાજપના રાજકારણે મણિપુરમાં ભારત માતાની હત્યા કરી નાંખી છે. તેઓએ એવું પણ કહ્યું હતું કે વડાપ્રધાન મણિપુરને ભારતનો હિસ્સો માનતા નથી. આ આકરા નિવેદનને લઈને ગૃહમાં મોટાપાયે હોબાળો બચી ગયો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું મણિપુર ગયો છું પરંતુ વડાપ્રધાન હજુ સુધી ગયા નથી.  

વંશવાદ અને ભ્રષ્ટાચારનો અંત

બીજી તરફ આ મામલે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે મણિપુરની ઘટના શરમજનક છે. પરંતુ આ ઘટનાને લઇને વિપક્ષ દ્વારા જે રાજનીતિ કરવામાં આવી રહી છે તે આ ઘટનાથી પણ વધુ શરમજનક છે. વધુમાં લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ ગૃહપ્રધાન અમિત શાહે વાત કરતા કહ્યું કે 'PM મોદી સરકારે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે અને તેના પરિણામે વંશવાદ અને ભ્રષ્ટાચારનો અંત આવવા લાગ્યો છે. યુપીએ સત્તાનું રક્ષણ કરે છે. જ્યારે એનડીએ સિદ્ધાંતોની રક્ષા માટે પ્રયત્નશીલ હોવાનું કહ્યું હતું.

કોંગ્રેસ સરકારના ત્રણ રાક્ષસ...

બીજી બાજુ ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં કમિશન ચાલતા હતા. જ્યારે હવે આ પ્રથા નથી. અમિત શાહે વિપક્ષની રેવડી વેરતા કહ્યું હતું કે ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તૃષ્ટિકરણએ કોંગ્રેસ સરકારના ત્રણ રાક્ષસ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ