Parineeti Raghav Wedding : પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેમના લગ્નની પ્રથમ તસવીરો સામે આવી છે. બંને પેસ્ટલ શેડના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા લગ્નના બંધનમાં બંધાઈ ગયા
પરિણીતી અને રાઘવના લગ્નની પ્રથમ તસવીરો સામે આવી
Parineeti Raghav Wedding
Parineeti Raghav Wedding : પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ 24 સપ્ટેમ્બરે ઉદયપુરની હોટેલ ધ લીલા પેલેસમાં સાત ફેરા લીધા હતા. હવે બંનેએ પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લગ્નની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં બંને ખૂબ જ પ્રેમમાં દેખાઈ રહ્યા છે. પરિણીતી અને રાઘવના ચાહકો તેમને લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે. અહીં જુઓ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની તસવીરો...
From the very first chat at the breakfast table, our hearts knew. Been waiting for this day for a long time .. So blessed to finally be Mr and Mrs!
લગ્નની તસવીરો શેર કરતી વખતે પરિણીતી ચોપરાએ લખ્યું કે, “અમે નાસ્તાના ટેબલ પર પહેલીવાર વાત કરી ત્યારથી અમારા દિલ આ વાત જાણતા હતા. ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહી હતી. અમે MR અને MRS બનીને ખૂબ જ ખુશ છીએ. એકબીજા વિના જીવી નહીં શકીએ.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે મે મહિનામાં બંનેની સગાઈ થઈ હતી અને હવે બંને કાયમ માટે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે. ફેન્સ આ તસવીરોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરી રહ્યા છે અને બંનેને આ નવી સફર માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે.