બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Paresh Dhanani withdrew the PIL against two veteran BJP leaders

લોકસભા ચૂંટણી 2024 / 'કમળ કોંગ્રેસ'માં વધુ એક નામ ચર્ચામાં, પરેશ ધાનાણીએ બે દિગ્ગજ ભાજપ નેતા સામેની PIL પરત ખેંચી

Vishal Khamar

Last Updated: 08:44 PM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસનાં નેતાએ કોરોનાં કાળ દરમ્યાન ભાજપના નેતાઓ સામે હાઈકોર્ટમાં PIL દાખલ કરી હતી. જે PIL કોંગ્રેસનાં નેતા દ્વારા પરત ખેંચી લેતા હવે નવી ચર્ચાઓ શરૂ થવા પામી છે. કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ભાજપમાં જોડાયા બાદ હવે વધુ એક દિગ્ગજ નેતા ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

કોરોનાં કાળ સમયે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ હર્ષ સંઘવી સામે PIL કરી હતી. જે PIL આજે તેઓએ પરત ખેંચતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે અર્જુન મોઢવાડિયાનાં ભાજપમાં આજે જોડાયા બાદ ધાનાણીએ PIL પરત ખેંચતા પરેશ ધાનાણી વિશે પણ નવી ચર્ચાઓ ચાલી રહી છે  વીટીવી ન્યુઝએ પરેશ ધાનાણીનો સંપર્ક કરવાનો પ્રય્ન કર્યો હતો. પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. ત્યારે વર્ષ 2022 ની ચૂંટણીમાં ભાજપનાં કૌશિક વેકરિયાએ પરેશ ધાનાણીને હરાવ્યા હતા. 

3 ટર્મથી અમરેલીનું પ્રતિનિધિત્વ કરતા હતા પરેશ ધાનાણી
2002 માં પહેલી ચૂંટણી જીત્યા પછી 2007 માં પણ પરેશ ધાનાણી વિપક્ષના નેતા હતા. પરેશ ધાનાણી 3 ટર્મથી અમરેલીનું પ્રતિનિધિત્વ કરતા હતા. પાટીદાર અનામત આંદોલન બાદ થયેલી ચૂંટણીમાં જીત્યા પછી વિપક્ષનાં નેતા પણ હતા. પરેશ ધાનાણીનો મતદારો સંપર્ક નહી કરી શકતા ધાનાણી વિશે ચર્ચાઓએ જોર પકડ્યું છે.  

Image result for paresh dhanani

શું કરી અરજી
કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપના પ્રદેશ પ્રમુખ C R પાટીલ દ્વારા રેમડેસિવિરની અનધિકૃત ખરીદી અને ગેરકાયદે વિતરણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં PIL કરી છે. આ અંગે વકીલ આનંદ યાજ્ઞિકે ગુજરાત હાઇકોર્ટમાં  PIL ફાઈલ કરી છે. 

શું છે મામલો?
ભાજપ દ્વારા 5000 રેમડેસિવર ઈન્જેક્શન ખરીદી અને સુરતમાં મફતમાં વહેંચવામાં આવી રહ્યા છે આ અંગે ભાજપે જાહેરાત પણ કરી હતી ત્યારે આ મુદ્દે ગુજરાત સરકાર એટલે કે, CM રૂપાણીને પૂછવામાં આવ્યુ તો તેમણે પણ એમ જ કહ્યુ હતુ કે આ અંગે સરકાર અજાણ છે સી આર પાટીલને જ પૂછો કે તેઓ આ ઈન્જેક્શનનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કેવી રીતે લાવ્યા.

CR Patil address on completion of 2 years as BJP State President

વધુ વાંચોઃ મોડલ તાન્યા આપઘાત કેસમાં નવો વળાંક, પોલીસ સ્ટેશનમાં ક્રિકેટરના ખુલાસા બાદ પેચીદો બન્યો કેસ

આ મુદ્દે તપાસના આદેશ
આ મુદ્દે ઘમાસાણ મચ્યુ હતુ. જ્યારે સરકાર પાસે પણ રેમડેસિવરનો પૂરતો જથ્થો નથી ત્યારે ભાજપના સીઆર પાટીલ પાસે આ જથ્થો કેવી રીતે આવ્યો અને તેઓ કયા બેઝ પર આ ઈન્જેક્શનનું વહેંચણી કરી રહ્યા છે. આ મુદ્દે તપાસના આદેશ કરવામાં આવ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ