બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Parasottam Rupala made a big statement about employment at the railway zone recruitment fair in Rajkot

રોજગાર મેળો / 'પહેલાં દલાલો નોકરીના ઓર્ડર આપતા અને હવે PM બટન દબાવે....', પરસોત્તમ રૂપાલાનો મોટો દાવો

Malay

Last Updated: 12:41 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં રેલવે ઝોનના ભરતી મેળામાં રોજગારીને લઇ પરસોત્તમ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, પહેલા અમુક દલાલ નોકરીના ઓર્ડર આપતા હતા, હવે PM બટન દબાવે એટલે સીધી નોકરી.

 

  • રાજકોટમાં રેલવે ઝોનના રોજગાર મેળાનું આયોજન
  • PM મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં રોજગાર મેળાનું આયોજન
  • રાજકોટના 25 યુવાનોને રેલવેમાં નોકરીની મળી તક

આજે રેલવે વિભાગ દ્વારા દેશભરમાં વિવિધ સ્થળોએ 'રોજગાર મેળા' યોજવામાં આવ્યા હતા. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. PM મોદીએ ગુરુવારે 'રોજગાર મેળા' અંતર્ગત લગભગ 71,000 યુવાનોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નિમણૂક પત્રો આપ્યા હતા. જેમાં રાજકોટના 25 યુવાનોને પણ નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. રાજકોટના રોજગાર મેળામાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા. આ તકે તેમણે સ્ટેજ પરથી યુવાનાને સંબોધિત કર્યા હતા. 

પરસોત્તમ રૂપાલા (કેન્‍દ્રીય મત્‍સય પાલન, પશુપાલન અને ડેરી મંત્રી)

પહેલા ઘણી મુશ્કેલીઓ વેઠવી પડતીઃ કેન્દ્રીય મંત્રી 
કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, પહેલા તો ભરતી બહાર પડે ત્યારે નોકરીના ઈન્ટરવ્યૂ આવતા, ઈન્ટરવ્યૂના ફોર્મ ભર્યા પછી અધિકારીઓના સહી-સિક્કા માટે ઘણા ધક્કા ખાવા પડતા. ફોર્મ ભર્યા પછી ફોર્મ સમયસર પહોંચશે કે નહીં એનું ટેન્શન રહેતું. કેટલી મહામહેનતે ઈન્ટરવ્યૂ આપી દીધા હોય તો તેના પરિણામ આવે નહીં. જાત જાતની અટકળો આવતી, માર્કેટમાં દલાલો રખડતા.

હવે પ્રધાનમંત્રી બટન દબાવે એટલે સીધી નોકરી મળે છેઃ પરસોત્તમ રૂપાલા
તેમણે જણાવ્યું હતું કે, હવે આ બધી જ પંપાળોને છોડી દઈને ઓન બોર્ડ એકસાથે પ્રધાનમંત્રી બટન દબાવેને 70 હજાર યુવાનોને નોકરીને નિમણૂક પત્ર મળી જાય એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ભાજપ સરકારે ઉમેદવારને થતી દુવિધા બંધ કરાવી છે. હવે પ્રધાનમંત્રી બટન દબાવે એટલે સીધી નોકરી મળે છે. પ્રધાનમંત્રીએ ભારતની નવી છબી ઊભી કરી છે. એટલા માટે હું માનું છું કે આ નવા ભારતની નવી તસવીર છે. 

71,000 યુવાનોને નિયુક્તિ પત્ર સોંપાયા
આપને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં આજે રોજગાર મેળામાં નવનિયુક્ત કર્મીઓને રોજગાર પત્ર એનાયત કરવામાં આવ્યા છે. આ વીડિયો કોન્ફરન્સિગના માધ્યમથી લગભગ 71,000 યુવાનોને નિયુક્તિ પત્ર સોંપ્યા છે. આ અગાઉ વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, આ રોજગાર મેળો રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે કહ્યું કે, જોબ ફેર રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ