બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Papua New Guinea and Fiji awarded PM Modi with the highest honour

ગૌરવ / વિશ્વભરમાં ભારતનું વધતું સન્માન: પાપુઆ ન્યૂ ગિની તથા ફીઝીએ સર્વોચ્ચ સન્માનથી PM મોદીને નવાઝ્યા

Priyakant

Last Updated: 02:00 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Papua New Guinea Visit News:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ પાપુઆ ન્યૂ ગિની અને ફીઝીના પ્રવાસે, પાપુઆ ન્યુ ગિની અને ફિજી બંનેએ PM મોદીને તેમના દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ પાપુઆ ન્યૂ ગિની અને ફીઝીના પ્રવાસે
  • પાપુઆ ન્યુ ગિની અને ફિજી બંનેએ PM મોદીને તેમના દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા
  • ફિજીએ PM મોદીને 'કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી' થી સન્માનિત કર્યા
  • પાપુઆ ન્યુ ગિનીએ PM મોદીને  'ધ ગ્રાન્ડ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ'થી નવાજ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ પાપુઆ ન્યૂ ગિની અને ફીઝીના પ્રવાસે છે. આ દિવસોમાં દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ઘણા દેશોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા છે અને આ પ્રક્રિયા ચાલી રહી છે. પાપુઆ ન્યુ ગિની અને ફિજી બંનેએ PM મોદીને તેમના દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે. ફિજીએ PM મોદીને 'કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી' થી સન્માનિત કર્યા છે, જ્યારે યજમાન દેશ પાપુઆ ન્યુ ગિનીએ PM મોદીને તેના સર્વોચ્ચ સન્માન 'ધ ગ્રાન્ડ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ'થી નવાજ્યા છે.

પીએમ મોદી જાપાનથી સીધા પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા છે. આજે તેમણે ત્યાં ત્રીજા ઈન્ડો-પેસિફિક આઈલેન્ડ કોઓપરેશન (FIPIC) સમિટમાં હાજરી આપી હતી. પાપુઆ ન્યુ ગિનીના વડા પ્રધાન જેમ્સ મરાપે સાથે કોન્ફરન્સની સહ-અધ્યક્ષતા કરતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, જેમ્સ મારાપે ભારતને વિશ્વસનીય ભાગીદાર તરીકે જોઈ શકે છે.

ચીનને જવાબ આપવાની શું વ્યૂહરચના ? 
પીએમ મોદીએ પણ મારાપેને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. FIPICની શરૂઆત 2014માં મોદીની ફિજીની મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી. આ સમિટ એવા સમયે થઈ રહી છે જ્યારે ચીન આ ક્ષેત્રમાં પોતાનો સૈન્ય અને રાજદ્વારી પ્રભાવ વધારવાના પ્રયાસો કરી રહ્યું છે.   

શું કહ્યું PM મોદીએ? 
વડાપ્રધાન મોદીએ પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન જેમ્સ મરાપેને પોતાના સંબોધનમાં કહ્યું, ભારતને તમારા વિકાસ ભાગીદાર હોવાનો ગર્વ છે. માનવતાવાદી સહાય હોય કે તમારો વિકાસ તમે ભારતને વિશ્વસનીય ભાગીદાર તરીકે જોઈ શકો છો અને વિશ્વાસ કરી શકો છો. અમે અમારા અનુભવ અને ક્ષમતાઓ તમારી સાથે કોઈપણ ખચકાટ વિના શેર કરવા તૈયાર છીએ. ડિજિટલ ટેક્નોલોજી હોય કે સ્પેસ ટેક્નોલોજી, સ્વાસ્થ્ય સુરક્ષા હોય કે ખાદ્ય સુરક્ષા, ક્લાઈમેટ ચેન્જ હોય ​​કે અન્ય, અમે દરેક રીતે તમારી સાથે છીએ.

રશિયા-યુક્રેન યુદ્ધ પર શું વાત થઈ ? 
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન પહોંચ્યા હતા. અહીં તેમણે G-7 સમિટમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે G-7 અને G-20 દેશોમાં સહયોગની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તેમણે વધુમાં કહ્યું કે, ભૌગોલિક રાજકીય તણાવને કારણે ખાદ્ય અને ઉર્જા પુરવઠાની શૃંખલાઓ પ્રભાવિત થઈ છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને પીએમ મોદીએ કહ્યું હતું કે, અમે ઈન્ટરનેશનલ ઓર્ડર પર આધારિત રાષ્ટ્રીય સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાના સન્માનનું મજબૂત સમર્થન કરીએ છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ