બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / pakistani protesting against pakistan in PoK gilgit baltistan

વિશ્વ / 'આર પાર જોડ દો, કારગિલ કો ખોલ દો', PoKમાં નાપાકનો વિરોધ, ભૂખમરાથી પીડિત લોકોએ કહ્યું, "અમને ભારત સાથે જોડી દો'

Vaidehi

Last Updated: 06:09 PM, 13 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pokનાં ગિલગિત બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન વિરોધી નારાઓ લાગી રહ્યાં છે. PoKનાં રહેવાસીઓએ પાકિસ્તાન સરકાર પર તેમની સાથે ભેદભાવ કર્યાનો આરોપ મૂક્યો છે. લોકો તેમને ભારતનાં લદ્દાખમાં ફરી એકવાર જોડી દેવાનાં નારાઓ લગાવી રહ્યાં છે.

  • PoKમાં લાગી રહ્યાં છે પાકિસ્તાન વિરોધી નારા
  • લોકો લગાવી રહ્યાં છે પાકિસ્તાન સરકાર પર આરોપ
  • PoKને ભારત સાથે જોડવાની લોકો કરી રહ્યાં છે માગ

પાકિસ્તાનમાં મોંઘવારીથી લોકોની હાલત ખરાબ થઈ રહી છે. ભૂખમરો અને ગરીબીથી જનતા પીડાઈ રહી છે. આ તમામની વચ્ચે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર PoK ગિલગિત બાલ્ટિસ્તાનથી પણ પાકિસ્તાન વિરોધી નારાઓ લાગી રહ્યાં છે. PoKનાં લોકો પણ પાકિસ્તાન સરકાર પર તેમની સાથે ભેદભાવનો ગંભીર આરોપ મૂકી રહી છે. લોકો PoKને ભારત સાથે જોડવાનાં નારાઓ લગાવી રહ્યાં છે. 

'આર પાર જોડ દો, કારગિલ ખોલ દો' 
PoK ગિલગિત બાલ્ટિસ્તાનમાં આજકાલ લોકો પાકિસ્તાન સરકારનાં વિરોધમાં પ્રદર્શન કરી રહ્યાં છે. હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઊતરી આવ્યાં છે અને જુલૂસ કાઢી રહ્યાં છે. PoKનાં લોકોની માંગ છે કે તેમને ભારતનાં લદ્દાખ ક્ષેત્રમાં જોડાવું છે. આ માંગનો અવાજ બુલંદ થતાં જ પાકિસ્તાન સરકારની આંખો ખુલી છે. પ્રદર્શનકારીઓનાં અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયાં છે. રેલીમાં લોકો કારગીલ રોડને ખોલવાની માંગ કરી રહ્યાં છે. તેઓ નારા લગાવી રહ્યાં છે કે 'આર પાર જોડ દો, કારગિલ ખોલ દો'.

રોટીનાં ટૂકડા માટે તડપી રહ્યાં છે લોકો
પાકિસ્તાનમાં મોંઘવારીનાં લીધે લોકોને ભૂખમરાનો સામનો કરવો પડી રહ્યો છે. લોટ સહિત ખાદ્ય પદાર્થોનાં ભાવ આસમાને છે જેનાં લીધે લોકો ભૂખથી પડાઈ રહ્યાં છે. તો આ તમામની વચ્ચે PoKની જનતાનો પાકિસ્તાન સરકાર પર આરોપ છે કે સરકારે તેમની સાથે ભેદભાવ કર્યો છે.

પાકિસ્તાની નેતાઓનાં ખિસ્સા ભારે

એક તરફ સમગ્ર દેશની અર્થવ્યવસ્થા તૂટી પડી છે ત્યારે બીજી તરફ પાકિસ્તાની સેના અને અહીંના રાજનેતાઓ અરબોમાં કમાણી કરી રહ્યાં છે. પાકિસ્તાનનાં મોટા ભાગનાં નેતાઓની વિદેશોમાં પણ અનેક સંપત્તિઓ છે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાનનાં નેશનલ અકાઉન્ટેબિલિટી બ્યૂરોનું ક્લેમ છે કે માત્ર 28 વર્ષમાં શાહબાજ શરીફનાં પરિવારની સંપત્તિ 21 લાખ રૂપિયાથી વધીને 700 કરોડ પાકિસ્તાની રૂપિયાથી પર પાર થઈ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ