બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદ / Cricket / Pakistan will be defeated for the 8th time against India today?

વર્લ્ડ કપ 2023 / ભારત-પાક મેચ: આજે 8મી વખત પસ્ત થશે પાકિસ્તાન! રોહિત સેના 31 વર્ષનો ઈતિહાસ જાળવી શકશે? જાણો 1992થી અત્યાર સુધીનો ઘટનાક્રમ

Kishor

Last Updated: 07:23 AM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપની શ્રેણીમાં આજે ભારત અને પાકિસ્તાન 8મી વખત આમને-સામને ટકરાશે. ત્યારે ભૂતકાળના પરિણામ જાણી તમેં પણ ગર્વ અનુભવશો.

  • ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાનમાં જંગની ક્ષણ
  • અત્યાર સુધીની 7 મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને પછાડયું
  • જીતનો સીલસીલો અકબંધ રાખવા ટીમ ઉતરશે મેદાને

જે ક્ષણની ક્રિકેટરસિકો આતુરતાથી રાહ જોતા હતા તે ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાનમાં જંગની ક્ષણ આવી ચૂકી છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ ટોસ માટે મેદાનમાં ઉતરશે. મહત્વનું છે કે વર્લ્ડ કપની શ્રેણીમાં ભારત અને પાકિસ્તાન 8મી વખત આમને-સામને ટકરાશે. ખાસ વાત એ છે કે અત્યાર સુધીની 7 મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને પછાડયું છે. ત્યારે આ સીલસીલો અકબંધ રાખવા માટે ટીમ ઇન્ડિયા મેદાને ઉતરશે. તો બીજી બાજુ પાકિસ્તાન પોતાના શિર પરથી સતત હારનો બદનામીનો તાજ હટાવવા જંગે ઉતરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. ટોસ બપોરે 1.30 કલાકે થશે.

પાકિસ્તાન સામે 43 રનથી વિજય થયો હતો
વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન જુદા જુદા બે મેચ રમ્યા છે. જેમાં બનેએ તાકાત સાથે વિરોધી ટીમને પરાષ્ત કરી હતી. ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને હરાવીને પાકિસ્તાન સામે પહોંચી છે તો નેધરલેન્ડ અને બાંગ્લાદેશને હરાવી પાકિસ્તાને આ ક્રમ હાંસલ કર્યો છે. ઇતિહાસમાં ડોકિયું કરીએ તો 1992માં જીતના શ્રી ગણેશ થયા હતા. 1992માં વર્લ્ડ કપની મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ રમાઈ હતી. જેમાં ભારતનો પ્રથમ વખત પાકિસ્તાન સામે 43 રનથી વિજય થયો હતો. જેના 4 વર્ષ બાદ પણ પાકિસ્તાન ભારત વચ્ચે પાકિસ્તાન હારી ગયું હતું.

વર્લ્ડ કપ 2003 સુધીમાં તેંડુલકર ક્રિકેટના હોરો રહ્યા હતા
વધુમાં 1999માં માન્ચેસ્ટરમાં વર્લ્ડકપ દરમિયાન બંને દેશ વચ્ચે ટક્કર થઈ હતી.  ત્યારે કારગીલ યુદ્ધના છાયામાં યોજાઈ હતી. જેમાં માત્ર ભારતીય જ નહીં પાકિસ્તાની ચાહકોને પણ જીત સિવાય અન્ય કોઈ વાતથી સંતોષ થવાનો નહોતો. તો વર્લ્ડ કપ 2003 સુધીમાં તેંડુલકર ક્રિકેટના હોરો રહ્યા હતા અને જબરદસ્ત પરફોર્મન્સ સાથે મુંબઈના આ બેટ્સમેને સેન્ચુરિયનમાં પાકિસ્તાનની ફાસ્ટ બોલર અકરમ, શોએબ અખ્તર અને યુનિસને બરાબરના ધોયા ન હતા. 

SHUBHMAN GILL WILL PLAY IN IND VS PAK WORLDCUP 2023 SAYS ROHIT SHARMA

આજે નવો ઇતિહાસ રચાશે
બાદમાં 2007ના વર્લ્ડ કપ યોજાયો હતો. જેમાં  ભારત પાકિસ્તાન બંને ટીમો સામસામે આવી શકી ન હતી અને લીગ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી. બાદમાં 2011માં ભારત વર્લ્ડ કપની સહ-મેજબાની કરી રહ્યું હતું. ત્યારે મોહાલીમાં પાકિસ્તાન સામે સેમિફાઇનલ મેચમાં સચિન તેંડુલકરે ફરી શાનદાર ઇનિંગ રમીને ભારતને જીત અપાવી હતી. બાદમાં વર્લ્ડ કપ 2015માં કોહલીની 107 રનની શાનદાર ઈનિંગ અને શિખર ધવન, સુરેશ રૈનાની અડધી સદીની ટીમ ઈન્ડિયાએ સાત વિકેટે 300 રન બનાવ્યા હતા. તો બોલરો સામે પાકિસ્તાન ટીમ ઘૂંટણીઓ થઈ ગઈ હતી અને 224 રનમાં સમાઈ ગયું હતું. સાથે જ 2019માં પાકિસ્તાનને રોહિતના બેટની તોફાની તાકાત જોઈ હતી. હવે આજે નવો ઇતિહાસ રચાશે.

કેપ્ટન રોહિત શર્માએ આપ્યું મોટું નિવેદન
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શુભમન ગિલની મેચમાં વાપસી અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, “અમે પાકિસ્તાન સામેના મેચને પણ અન્ય મેચની જેમ જ જોઈ રહ્યાં છીએ.અંતિમ બે મેચ રમ્યા એવી જ રીતેની મેચ પણ રમીશું. આ સિવાય મેચને લઈને અનુભવાતા પ્રેશર પર રોહિત શર્માએ કહ્યું કે પોતાના જ દેશમાં અને પોતાના જ દેશના દર્શકો હોય ત્યારે પ્રેશર જેવું કંઈ લાગતું નથી. શુભમન ગિલની વાપસી પર રોહિત શર્માએ નિવેદન આપ્યું કે ગિલ આ મેચ માટે ૯૯.૯૯%  હાજર રહેશે.”

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ