બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Pakistan team is enjoying delicious food in Hyderabad enjoying India's hospitality, PCB share video

ક્રિકેટ / VIDEO: હૈદરાબાદનું ભોજન જોઈ ખુશી કંટ્રોલ ના કરી શક્યા પાકિસ્તાની ખેલાડી; પેટ ભરીને ખાધા ટીક્કા, કબાબ અને બિરિયાની, વીડિયો થયો વાયરલ

Megha

Last Updated: 03:37 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપ 2023 માટે તમામ ટીમો ભારત આવી ચુકી છે, પાકિસ્તાન ક્રિકેટ ટીમે 30મી સપ્ટેમ્બરે સાંજે હૈદરાબાદમાં ભારતના આતિથ્યનો આનંદ માણ્યો. પીસીબીએ વીડિયો શેર કર્યો

  • વર્લ્ડ કપ 2023 માટે તમામ ટીમો ભારત આવી ચુકી છે
  • BCCI તમામ ટીમોનું ધ્યાન રાખવામાં કોઈ કસર છોડી રહી નથી
  • પાકિસ્તાની ખેલાડીઓએ હૈદરાબાદના સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણ્યો 

વર્લ્ડ કપ 2023 માટે તમામ ટીમો ભારત આવી ચુકી છે. પાકિસ્તાનની ટીમ પણ 27 સપ્ટેમ્બરે ભારત આવી હતી. ભારત આવ્યા બાદ પાકિસ્તાની ખેલાડીઓનું એરપોર્ટ પર ખૂબ જ ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું, જેને જોઈને પાકિસ્તાની ક્રિકેટરોએ ભારતના ખૂબ વખાણ કર્યા. BCCI તમામ ટીમોનું ધ્યાન રાખવામાં કોઈ કસર છોડી રહી નથી. દરમિયાન, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ હૈદરાબાદના સ્વાદિષ્ટ ભોજનની મજા લેતા જોવા મળે છે.

5 ઓક્ટોબરથી ODI વર્લ્ડ કપ યોજાવા જઈ રહ્યો છે, જેના માટે તમામ ટીમોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે, તો બીજી તરફ ભારત આવી રહેલી પાકિસ્તાનની ટીમ ભારતમાં છૂટછાટનો ભરપૂર લાભ ઉઠાવી રહી છે. વાસ્તવમાં પાકિસ્તાની ખેલાડીઓ હૈદરાબાદની એક હોટલમાં રોકાયા છે અને અહીં આ ખેલાડીઓ હૈદરાબાદી બિરયાનીની મજા માણી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. 

પાકિસ્તાની ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે 30 સપ્ટેમ્બરની રાત્રે ખૂબ આનંદ કર્યો. આખી ટીમને હૈદરાબાદમાં 'જ્વેલ ઓફ નિઝામ'માં ડિનર માટે લઈ જવામાં આવી હતી અને ચાહકો સાથે તસવીરો પડાવી હતી. રેસ્ટોરન્ટ સ્ટાફને પણ ખેલાડીઓ સાથે તસવીરો ક્લિક કરવાનો મોકો મળ્યો. આ સમગ્ર સાંજનો વીડિયો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. આમાં ક્રિકેટરોને એન્જોય કરતા જોઈ શકાય છે, જે એ વાતનો પુરાવો છે કે તેઓ ભારતની મહેમાનગતિ માણી રહ્યા છે.

જંક ફૂડનું સેવન પાકિસ્તાની ખેલાડીઓની ફિટનેસ પર અસર કરી શકે છે, પરંતુ પાકિસ્તાનીઓ આ સમયે તેમની ફિટનેસ પર કોઈ ધ્યાન આપી રહ્યા નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાની ખેલાડીઓ હૈદરાબાદી ફૂડની મજા માણી રહ્યા છે, જેને જોઈને ભારતીય ક્રિકેટ ફેન્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે.

વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની ટીમ પોતાની પ્રથમ મેચ નેધરલેન્ડની ટીમ સામે રમવા જઈ રહી છે. પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની બીજી મેચ 6 ઓક્ટોબરે રમાશે. ભારત-પાકિસ્તાન મેચની વાત કરીએ તો તે 14 ઓક્ટોબરે રમાશે, જેને લઈને ફેન્સ પહેલાથી જ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ