બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / વિશ્વ / pakistan sent old food releif material to turkey, journalist shahid masood claims

Video / બેશરમીની પણ હદ હોય! પાકિસ્તાને મિત્ર તુર્કીયે સાથે મદદના નામે જે કર્યું તે જાણી ચોંકી જશો, હસી રહી છે દુનિયા

Vaidehi

Last Updated: 02:05 PM, 19 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે તૂર્કીમાં ભૂકંપને લીધે મૃત્યુનો આંકડો 45000ને પાર કરી ગયો છે ત્યારે જે તુર્કી હંમેશા પાકિસ્તાનની મદદે ઊભું હતું તેને પાકિસ્તાને મદદને નામે દગો આપ્યો છે.

  • મદદગાર દેશ તૂર્કી સાથે પાકિસ્તાને કર્યો દગો
  • મદદને નામે જૂનો સામાન મોકલ્યો તૂર્કી
  • પાકિસ્તાનનાં પત્રકારે કર્યો મોટો દાવો

11 દિવસ પહેલાં તૂર્કીયે અને સીરિયામાં આવેલા ભયંકર ભૂકંપને લીધે મૃત્યુનો આંકડો હવે 45000ને પાર કરી ગયો છે. જે તૂર્કી હંમેશા પાકિસ્તાનની સાથે ઊભું રહ્યું, જેણે કાશ્મીરથી લઈને પૂર સંકટ સુધી પાકિસ્તાનને મદદ કરી તે જ તૂર્કીને પાકિસ્તાને પોતાનો અસલ ચહેરો દેખાડી દીધો છે. પાકિસ્તાને તૂર્કીને જે રાહતની સામગ્રી મોકલી તેની પોલ એક પત્રકારે ખોલી છે.

જૂના સામાનને નવેસરની પેક કરીને મોકલાયું...
પાકિસ્તાનનાં એક પત્રકારે દાવો કર્યો છે કે ઈસ્લામાબાદએ તૂર્કીને જે મદદ મોકલી હતી તે વાસ્તવમાં ગયાં વર્ષનાં વિનાશકારી પૂર દરમિયાન તૂર્કી દ્વારા જ પાકિસ્તાનને મોકલવામાં આવેલ હતું. પાકિસ્તાનનાં પત્રકાર શાહિદ મસૂદે દાવો કર્યો કે તૂર્કીને એ જ સહાયતા મોકલવામાં આવી છે જે પૂર દરમિયાન ઈસ્લામાબાદને મોકલવામાં આવી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાને તે જ રાહતની સામગ્રીને ફરી પેક કરી અને ભૂકંપ સહાયતાનાં નામે તૂર્કીને ફરી મોકલી દીધેલ છે.

તૂર્કીની સ્થિતિ બેહાલ
11 દિવસ પહેલાં તૂર્કી અને સીરિયામાં આવેલા આ ભીષણ ભૂકંપમાં 45000થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે. જો કે મૃત્યુ પામનારાઓની સંખ્યા આગળ વધી શકે છે. કારણકે ભૂકંપમાં લગભગ 2,64,000 થી વધારે એપાર્ટમેન્ટ્સ નષ્ટ થઈ ગયાં છે અને અનેક લોકો ગાયબ છે. રાહત અને બચાવનું કાર્ય સતત ચાલુ જ છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ