બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / PAK vs NZ: An embarrassing record for Pakistan, the first time this has happened in the 145-year history of Test cricket

ક્રિકેટ / PAK vs NZ: પાકિસ્તાનના નામે નોંધાયો એક શરમજનક રેકોર્ડ, 145 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આવું પહેલી વખત થયું

Megha

Last Updated: 04:07 PM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેસ્ટ ક્રિકેટના 145 વર્ષમાં અને અત્યાર સુધી રમાયેલી 2484 મેચોમાં કોઈપણ ટીમના પ્રથમ બે બેટ્સમેન ક્યારેય સ્ટમ્પિંગ તરીકે આઉટ થયા નથી પણ આ રેકોર્ડ પાકિસ્તાનના નામે નોંધાયો.

  • 145 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આવું પહેલી વખત થયું
  • શફીક-શાનના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ 

પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની પહેલી મેચ કરાચીમાં રમાઈ રહી છે. એવામાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જણાવી દઈએ કે આ દરમિયાન નેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ટેસ્ટમાં એક અનોખો રેકોર્ડ બન્યો હતો. આ ટેસ્ટ ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું છે જ્યારે કોઈ ટીમની પહેલી બે વિકેટ સ્ટમ્પિંગ દ્વારા પડી હોય. 

શફીક-શાનના નામે નોંધાયો આ રેકોર્ડ 
ટેસ્ટ ક્રિકેટના 145 વર્ષમાં અને અત્યાર સુધી રમાયેલી 2484 મેચોમાં કોઈપણ ટીમના પ્રથમ બે બેટ્સમેન ક્યારેય સ્ટમ્પિંગ તરીકે આઉટ થયા નથી પણ આ રેકોર્ડ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે કરાચીમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં બન્યો હતો. જણાવી દઈએ કે ઇનિંગની શરૂઆત કરવા આવેલા અબ્દુલ્લા શફીકને એજાઝ પટેલના બોલ પર વિકેટકીપર ટોમ બ્લંડેલે સ્ટંપ આઉટ કર્યા હતા અને આ પછી ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા શાન મસૂદને માઈકલ બ્રાસવેલના બોલ પર બ્લેન્ડલે સ્ટમ્પ આઉટ કર્યા હતા. આ રીતે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત કોઈ ટીમના પહેલા બે ખેલાડીઓ વિકેટ સ્ટમ્પિંગ દ્વારા આઉટ થયા હતા. 

બાબર આઝમની શાનદાર બેટિંગ
પાકિસ્તાને 19 રનમાં પોતાની બે વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા બાબર આઝમે જવાબદારી સંભાળી હતી. જણાવી દઈએ કે બાબર આઝમે ઈમામ-ઉલ-હક સાથે 29 રન અને સઈદ શકીલ સાથે 62 રનની ભાગીદારી કરીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. આ પછી બાબરે પૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદ સાથે શાનદાર ભાગીદારી કરીને ટીમને મેચમાં વાપસી અપાવી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ