બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Overthinking can lead to physical mental health problems like depression, anxiety, high blood pressue

હેલ્થ ટિપ્સ / સાવધાન! વધારે પડતું વિચારવાની છે આદત તો ચેતી જજો! નહીં તો આ 4 ગંભીર બીમારીઓથી ઘેરાઇ જશો

Vaidehi

Last Updated: 04:42 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે કોઈપણ બાબત વિશે સતત વિચાર્યા જ કરો છો અને મગજને શાંત નથી રાખી શકતાં તો ચેતી જજો કારણકે આ ગંભીર બીમારીઓને તમે આવકારી રહ્યાં છો..

  • સતત વિચારવાથી થઈ શકે છે માનસિક/શારીરિક બીમારીઓ
  • મગજ પર એકસમાન પ્રેશર બનતાં શરીર પર થાય છે અસર
  • હાર્મોન્સ પર અસર થતાં બીમારીઓ જન્મ લઈ શકે છે

કેટલાક લોકો કોઈપણ વિષય પર જરૂર કરતાં વધારે વિચારતાં હોય છે. બીજાની સરખામણીએ આ લોકોનું મગજ ક્યારેય પણ શાંત નથી રહેતું અને સતત વિચાર કર્યા કરે છે. જ્યારે તમે વિચારો છો ત્યારે મગજમાં સતત એક જ પ્રકારનું પ્રેશર બને છે જેની અસર શરીરનાં અન્ય અંગો અને હાર્મોન્સ પર થાય છે. તમે ભૂખ કે તરસ લાગવાનું પણ ઓછું થઈ જાય છે. આ તમામ ગતિવિધિઓને લીધે શરીરમાં બીમારીઓ જન્મ લેવા માંડે છે.

સતત વિચારો કરવાથી ક્યાં પ્રકારનાં રોગ થાય છે?

1. હાઈ બ્લડપ્રેશર
વધુ પડતાં વિચાર કરવાથી તમે હાઈ બ્લડ પ્રેશરનાં શિકાર બની શકો છે. તણાવમાં રહેવાને લીધે શરીરમાં હાર્મોનનું પ્રોડક્શન વધવા લાગે છે. આ હાર્મોન ધબકારા તેજ કરે છે અને બ્લડ વેસલ્સ સંકીર્ણ થવા લાગે છે. આ ક્રિયાઓ થોડા સમય માટે બીપી વધારી શકે છે. તણાવથી શરીરમાં એડ્રેનાલાઈન અને કોર્ટિસોલ જેવા હાર્મોનનું ઉત્પાદન વધે છે જેના લીધે તમે હાઈ બીપીનાં દર્દી બની શકો છો.

2. ઊંઘ સંબંધિત સમસ્યા
વધુ વિચારો કરવાથી તમને નિંદર સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આવું એટલા માટે થાય છે કારણકે વિચાર બ્રેઈનને રેસ્ટ મોડમાં જવા નથી દેતાં. સતત મગજમાં આવતાં વિચારો તમને હેરાન કરે છે અને ઊંઘનાં હાર્મોન્સને પ્રભાવિત કરે છે. આ સિવાય સ્લીપ સાઈકલ પર પણ અસર થાય છે જેના લીધે ઈનસોમ્નિયા અને સ્લીપ એપ્નિયા જેવી બીમારીઓ થઈ શકે છે.

3. ડિપ્રેશન
ડિપ્રેશન એક એવી બીમારી છે જે વધુ વિચારો કરવાથી શરૂ થાય છે. વધુ પડતું વિચારવાથી તમારા બ્રેઈનની અંદરની ગતિવિધિઓ સુસ્ત થવા લાગે છે જેના લીધે વિચારવાની ક્ષમતા પર અસર થાય છે. પરિણામે દુ:ખ વધે છે અને એકલાપણું અનુભવવા લાગે છે. છેલ્લે તમે ડિપ્રેશનનો શિકાર થઈ શકો છો.

4. એન્ઝાયટી અને પર્સનાલિટી ડિસઓર્ડર
એન્ઝાયટી અને પર્સનાલિટી ડિસઓર્ડર વધુ પડતાં વિચારો સાથે સંકળાયેલી બીમારી છે. જ્યારે તમે વધુ વિચારો છો તો તમને ભયભીત થાઓ છો. ભવિષ્યની ચીજો તમને ચિંતિત કરે છે. અને જ્યારે આ વિચારો ગંભીર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તમારું વર્તમાન પ્રભાવિત થાય છે અને તમે પર્સનાલિટી ડિસઓર્ડરનો શિકાર થાઓ છો. 

આદતોમાં સુધાર કરીને, ધ્યાન કરીને અથવા તો કોઈસાથે વાતચીત કરીને તમે તમારી ઓવરથિંકિંગ પર કાબૂ મેળવી શકો છો. અને પોતાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને નુક્સાન પહોંચાડતાં અટકાવી શકો છો.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ