બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Open sale of alcohol in Megharj, Aravalli. What about alcohol ban? Questions against the work of the police

દારૂબંધી? / દે દારૂ: અરવલ્લીના મેઘરજમાં દારૂનો વેપલો, ડુંગરની કોતરમાં અડ્ડો જમાવી કોથળી ઢીંચી રહેલા દારૂડિયાઓનો વીડિયો વાયરલ

Vishnu

Last Updated: 07:10 PM, 3 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાહેરમાં કોઈ પણ ડર વગર ડુંગરની કોતરમાં દારૂ લોકો ઢીંચી રહ્યા છે. પોલીસ પગલાં લેવાને બદલે મુકપ્રેક્ષક બની બેઠી છે.

  • અરવલ્લીના મેઘરજમાં જાહેરમાં દારૂનુ વેચાણ
  • જાગૃત નાગરિકે વીડિયો ઉતાર્યો
  • દેશી દારૂના વેચાણનો વીડિયો વાયરલ

ગુજરાતમાં દારુ બંધી હોવા છતા દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે, રાજ્યમાં દારૂની તસ્કરી અને દારૂની હેરાફેરીની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે ત્યારે અરવલ્લીના મેઘરજમાં દારૂની હાટડીઑ પર ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે જાહેરમાં કોઈ પણ ડર વગર ડુંગરની કોતરમાં દારૂ લોકો ઢીંચી રહ્યા છે. પોલીસ પગલાં લેવાને બદલે મુકપ્રેક્ષક બની બેઠી છે.

ઈન્દિરાનગરમાં આવેલ ડુંગરની કોતરમાં જાહેરમાં દારૂનું વેચાણ
અરવલ્લીના મેઘરજમાં જાહેરમાં દારૂના વેચાણનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઈન્દિરાનગરમાં આવેલ ડુંગરની કોતરમાં જાહેરમાં દારૂનું વેચાણ થઈ રહ્યુ છે. તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતા કોઈ નિવેડો ના આવતા આખરે એક જાગૃત નાગરિકે દારૂના વેચાણનો વીડિયો ઉતારીને વાયરલ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂનું વેચાણ થતુ હોવાની લોકચર્ચા છે.

મેઘરજ પોલીસ મુકપ્રેક્ષક બની?
નામ પૂરતા જ કહેવાતા ગાંધીના ગુજરાતમાં દારૂની હાટડીઓ સરેઆમ ધમધમી રહી છે. પોલીસ ફક્ત દરોડાના નામે નાટક કરી બુટલેગરોને છાવરી જ રહી હોય તેવુ લાગી રહ્યું છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ઢાગલા બંધ દારૂની કોથળીઑ પડી છે કેટલાક લોકો આરામથી પોલીસના કોઈ પણ ડર વગર ઈન્દિરાનગરમાં આવેલ ડુંગરની કોતરમાં અડ્ડો જમાવી દારૂ પી રહ્યા છે. મેઘરજ પોલીસ બસ કાર્યવાહીને નામે નાટક કરી રહી છે. પોલીસનું કામ એક જાગૃત નાગરિક કરી રહ્યો છે. દારૂના વેપલાને ઉઘાડો પાડી આવી હાટડીઑ બંધ કરાવવા અરજ થઈ રહી છે ત્યારે જોવું રહ્યું કે મેઘરજ પોલીસ કોઈ કડક કાર્યવાહી કરે છે કે કેમ બસ મૂક પ્રેક્ષક બની તમાશો જોશે..

VTVના સળગતા સવાલ

  • મેઘરજ પોલીસની દારૂની હાટડીઑ પર મીઠી નજર કેમ?
  • દારૂબંધીના લીરા કેમ વારંવાર ઉડાડવામાં આવે છે ?
  • દેશી દારૂના વેચાણની કોણ આપી રહ્યું છે મંજૂરી?
  • મંજૂરી નથી આપી તો શા માટે ખુલ્લેઆમ વેચાય છે દારૂ?
  • પોલીસ શા માટે દરોડા પાડીને કાર્યવાહી નથી કરતી?
  • દેશી દારૂની હાટડીઓ કેમ ધમધમી રહી છે ?
  • બુટલેગરે કોની રહેમ નજર હેઠળ બેફામ બન્યા છે ?
  • નશાની લતના કારણે યુવાનોના અકાળે મૃત્યુ માટે કોણ જવાબદાર ?
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ