બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ટેક અને ઓટો / online fraud a woman loses rs 5 lakh in part time job offers how to safe

ચેતજો / મહિલાએ નોકરી માટે ઓનલાઈન કર્યું સર્ચ અને 5 લાખનો ચૂનો લગાડી ગયો ઠગ, ક્યારેય ન કરવી જોઈએ આ ભૂલ

Manisha Jogi

Last Updated: 10:03 AM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓનલાઈન ફ્રોડના કેસ ઝડપથી વધી રહ્યા છે. હમણાં એક નવો કેસ સામે આવ્યો છે. મહિલાના બેન્ક એકાઉન્ટમાંથી 5 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા છે.

  • ઓનલાઈન ફ્રોડના કેસ વધી રહ્યા છે
  • મહિલાના બેન્ક એકાઉન્ટમાંથી 5 લાખ રૂપિયા ગાયબ
  • પાર્ટ ટાઈમ જોબની લાલચ મોંઘી પડી

ઓનલાઈન ફ્રોડના કેસ ઝડપથી વધી રહ્યા છે. હમણાં એક નવો કેસ સામે આવ્યો છે, જેમાં મહિલાને તેની નાની અમથી ભૂલ ભારે પડી ગઈ છે. તે મહિલાના બેન્ક એકાઉન્ટમાંથી 5 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા છે. આ સમગ્ર મામલા વિશે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

મહારાષ્ટ્રમાં રહેતી 48 વર્ષીય મહિલા બાળકોને ટ્યુશન આપે છે. એક દિવસ અચાનક તેમણે ઓનલાઈન એકસ્ટ્રા આવક શોધવાનું શરૂ કર્યું. જે માટે અનેક વેબસાઈટની મુલાકાત લીધી. ત્યાર પછી તેને અચાનક સારી નોકરીની ઓફર મળી, જેમાં તેને સારા પગારની પણ ઓફર આપવામાં આવી. 

ઘરે બેઠા કામ કરવાની લાલ
ઓનલાઈન સર્ચિંગ પછી જોબ ઓફર આપવામાં આવી, જેમાં ઘરે બેઠા કામ કરવાનું કામ કહેવામાં આવ્યું. આ એક પાર્ટ ટાઈમ જોબ હતી, જેથી મહિલા ઘરે ટ્યુશનનું કામ પણ ચાલુ રાખી શકતી હતી. આ કામ ઓનલાઈન હતું અને મહિલાને તે કામ ખૂબ જ સરળ લાગ્યું. 

લાઈક કરવાનું કામ
સ્કેમર્સે મહિલાને જણાવ્યું કે, પાર્ટ ટાઈમ જોબ માટે કેટલીક ઓનલાઈન લિંક આપવામાં આવશે. અલગ અલગ સોશિયલ મીડિયા લિંક હશે. તમામ લિંક પર ક્લિક કરીને કમાણી કરી શકાય છે, જે માટે તેમને ટેલિગ્રામ ગૃપથી કનેક્ટ થવા માટે કહેવામાં આવ્યું. 

શરૂઆતમાં આપ્યું રિટર્ન
મહિલાનો ભરોસો જીતવા માટે સાઈબર ઠગી કરનારાઓએ પહેલા 1,000 રૂપિયા અને પછી 1,400 રૂપિયાનું રિટર્ન આપ્યું. ત્યારપછી મહિલાને વિશ્વાસમાં લઈને વધુ કમાણીની લાલચ આપવમાં આવી. ત્યારપછી 5 લાખ રૂપિયાનુ રોકાણ કરવા માટે સહમત થઈ, પરંતુ રોકાણ કર્યા પછી રિટર્ન મળ્યું નહીં. ત્યારપછી તેમને ખબર પડી કે, તે ઓનલાઈન ઠગીનો શિકાર થઈ ગઈ. 

પોલીસ ફરિયાદ કરી
વિક્ટીમને આ ઠગીની ખબર પડતા જ પોલીસ ફરિયાદ કરીને સૂચના આપી અને સાઈબર ફ્રોડ બાબતે કેસ દાખલ કરાવ્યો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. વિડીયો, સોશિયલ મીડિયા પોસ્ટ અને સેલિબ્રિટીની પોસ્ટ લાઈક કરવાને બદલે કમાણીની ઓફર આપવામાં આવે છે. અનેક લોકો આ પ્રકારના સ્કેમનો શિકાર થયા છે. 

ઓનલાઈન ફ્રોડથી કેવી રીતે બચી શકાય?

  • ઓનલાઈન ફ્રોડથી બચવા માટે તમારે કોઈ લાલચમાં ફસાવું નહીં. તે માટે કોઈપણ વ્યક્તિ સાથે OTP શેર ના કરવો. 
  • વ્હોટ્સએપથી લઈને ટેક્સ્ટ મેસેજમાં આવતા પાર્ટટાઈમ જોબ અથવા કેશબેકના મેસેજને ધ્યાનમાં ના લેવું
  • કોઈપણ અજાણી લિંક પર ક્લિક ના કરવું, આ લિંકના કારણે બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. 
  • કોઈપણ ક્યૂઆર કોડને સ્કેન ના કરવું. આ એક પ્રકારનો સ્કેમ હોઈ શકે છે, જેના કારણે બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ