બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / One more person committed suicide due to usurer torture in Vadodara

વડોદરા / વડોદરામાં વ્યાજખોરોનો આતંક, પૈસા માટે અસહનીય ત્રાસ આપતાં શખ્સે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

Dinesh

Last Updated: 07:23 PM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં વ્યાજખોરોના ત્રાસને કારણે ચેતને ઝેરી દવા પીધી હતી અને જેની અસરથી સારવાર દરમિયાન મોત થયું છે.

  • વ્યાજખોરના ત્રાસથી આપઘાત
  • સારવાર દરમિયાન ચેતનનું મોત
  • ભરવાડ બ્રધર્સ સામે આરોપ


એક તરફ પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ અનેક પગલાંઓ લઈ રહી છે. આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ વ્યાજખોરો પોલીસ તંત્રને સતત પડકાર ફેકી રહ્યા હોય તેમ પોતાના કારનામાં સતત શરૂ રાખી રહ્યા છે. ગયા મહિને ગુજરાતભરમાં પોલીસ દ્વારા લોકદરબાર યોજીને ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. છતાંય સ્થિતિ જેમની તેમ છે. વ્યાજખોરના ત્રાસથી વધુ એક વ્યક્તિએ આપઘાત કર્યો છે.

વડોદરામાં વ્યાજખોરોનો ત્રાસ
વ્યાજખોરીના ત્રાસથી વડોદરાના ચેતનનું સારવાર દરમિયાન મોત થયો છે. સમગ્ર ઘટના આ રીતે છે કે, વ્યાજખોરોના ત્રાસને કારણે ચેતને ઝેરી દવા પીધી હતી અને જેની અસરથી સારવાર દરમિયાન મોત થયું છે. વિગતો મુજબ વ્યાજખોર ભરવાડ બ્રધર્સ માનસિક ત્રાસ આપતા હતા અને આરોપી સાજન ભરવાડ, સુરેશ ભરવાડ અને વિઠ્ઠલ ભરવાડ પર કેટલાક આરોપ પણ છે,  ત્રણેય શખ્સો વારંવાર માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવવામા આવી રહ્યાં છે.

પૈસા નહીં પ્રતિક્ષા! સરકારી કર્મચારીઓને હાથ લાગી નિરાશા, આજે સરકારે અચાનક  લઈ લીધો આ નિર્ણય I dearness allowance announcement for government employees  postponed for a week now

લેણદારોના ત્રાસથી રત્નકલાકારે પગલું ભર્યું હતું
થોડા દિવસ અગાઉ સુરત શહેરના સરથાણામાં આવેલ ગ્રીન વેલી બિલ્ડિંગમાં પરિવાર સાથે રહેતા રત્ન કલાકાર અમિત સાવલિયાએ લેણદારોથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી હતો. લેણદારોની સતત ફોન કરીને ધમકી આપતા તેમણે અંતિમ પગલું ભરી લીધું હતું. 

મહેસાણામાં પશુપાલકે ઊંઘની 30 ગોળી ગટગટાવી હતી
મહેસાણાના વિસનગરમાં પીડિતે વ્યાજખોરને વ્યાજ સહિતની રકમ આપી છતાય વારંવાર ધમકી આપી વધુ પૈસાની માંગ કરવામાં આવી રહી હતી. અંતે કંટાળી પીડિતે આપઘાતનું મન બનાવી લીધું. તેમણે એકસાથે ઊંઘની 30 ગોળી ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 

રસ્તે જતા અચાનક જ પૈસા મળી આવે તો શું કરવુ ? પૈસા મળવા એ શુભ કે અશુભ ? જાણો  વિગત | Whether the money lying on the road is taken or not

પૈસા ચૂકવ્યા બાદ પણ વધુની માંગણી
મળતી માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાના વિસનગરના એક પશુપાલકે પશુ ખરીદવા માટે કિરીટકુમાર સેવન્તિલાલ શાહ નામના શખ્સ પાસેથી 22 લાખ રૂપિયા લીધા હતા. જે બાદ થોડા સમયમાં પશુપાલકે તેમને 22 લાખ રૂપિયા પરત આપી દીધા હતા. તેમ છતાં વ્યાજખોર દ્વારા રૂપિયાની અવારનવાર માંગ કરવામાં આવી રહી હતી. તેમણે 22 લાખની સામે 1 કરોડ રૂપિયા ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરે 32 લાખ રૂપિયાની માંગ કરી હતી. પશુપાલકે આપેલા ચેકનો દુરુપયોગ કરી ચેક રિર્ટનનો કેસ પણ કરાવ્યો હતો. અંતે કંટાળીને પશુપાલકે જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો.

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
તેમણે એક સાથે ઊંઘની 30 ગોળી ગટગટાવી લીધી હતી. જોકે, પરિવારને આ અંગેની જાણ થતાં જ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો આ અંગેની જાણ થતાં વિસનગર શહેર પોલીસની ટીમ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. જે બાદ પશુપાલકે કિરીટકુમાર સેવન્તિલાલ શાહ નામના વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી હતી. હાલ વિસનગર શહેર પોલીસે વ્યાજખોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ