બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / One more Amul Industries employee commits suicide in Rajkot, till now 3 employees have taken the last step!, reason for justice
Vishal Khamar
Last Updated: 05:47 PM, 20 November 2023
ADVERTISEMENT
રાજકોટની આજી વસાહતમાં આવેલી અમૂલ ઈન્ડસ્ટ્રીઝના વધુ એક કર્મચારીએ આપઘાત કર્યો છે. અને આ આપઘાત કરવાનું કારણ છે કર્મચારીઓને લાંબા સમયથી પગાર નથી આપવામાં આવ્યો. લાંબા સમયથી પગાર ન મળવાને કારણે આર્થિક કટોકટીને કારણે હરેશ હેરભા નામના કર્મચારીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો. મૃતક પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં કંપનીના માલિકો અને ભાગીદારોને કારણે આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે.
ADVERTISEMENT
ન્યાય અપાવવા કર્મચારીઓ દ્વારા માંગ કરાઇ
લેબર કોર્ટ દ્વારા કર્મચારીઓને પીએફ અને પગાર આપવા માટે આદેશ કર્યો છે. છતાં કંપનીનાં માલિકો દ્વારા રૂપિયા આપવામાં આવતા નથી. ત્યારે હજુ 400 જેટલા કર્મચારીઓનાં રૂપિયા હજુ પણ બાકી છે. સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા. તેમજ પીએફની રકમ, બાકી પગાર અપાવવા કર્મચારીઓ દ્વારા માંગ કરાઈ હતી.
હોસ્પિટલ ખાતે કંપનીનાં કર્મચારીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા
ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલના પી.એમ.રૂમ બહાર મોટી સંખ્યામાં કંપનીના કર્મચારીઓ એકત્ર થયા હતા. અને ન્યાયની માગ કરી હતી. કર્મચારીઓનો આક્ષેપ છે કે, કંપનીના માલિકોના અંદરોઅંદરના વિવાદનો ભોગ કર્મચારીઓ બની રહ્યાં છે. કર્મચારીઓને છેલ્લાં 1 વર્ષથી પગાર નથી ચૂકવવામાં આવ્યો. તેમજ 30 મહિનાથી PF પણ જમા કરવામાં આવ્યું નથી.
પહેલા પણ બે કર્મચારીઓ દ્વારા આત્મહત્યા કરી હતી
આ પહેલા પણ વિક્રમ બકુત્રા, અનિલ વેગડા નામના કર્મચારીઓએ આત્મહત્યા કરી લીધી હતી. અને આજે વધુ એક કર્મચારીએ સ્યુસાઇડ નોટ લખી આપઘાત કરી લેતા મામલો ગરમાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.