બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / One more accused arrested from Rajkot in Kishan murder case

ધરપકડ / કિશન મર્ડર કેસમાં રાજકોટથી વધુ એક આરોપીની ધરપકડ, ઝડપાયેલ શખ્સે કર્યુ હતું આ કામ

Ronak

Last Updated: 03:59 PM, 1 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિશન મર્ડર કેસમાં વધું એક આરોપીને રાજકોટથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીનું નામ રઝીમ સેતા હોવાનું સામે આવ્યું છે જેણેે અગાઉ ઝડપાયેલ આરોપી અજીમ સમાને હથિયાર આપ્યા હતા.

  • કિશન મર્ડર કેસમાં રાજકોટથી વધુ એક આરોપીની ધરપકડ 
  • ઝડપાયેલ આરોપીએ હથિયાર સપ્લાય કર્યા હતા
  • રઝીમ સેતા નામના આરોપીની ધરપકડ

કિશન ભરવાડ હત્યા કેસમાં દિવસને દિવસે પોલીસ હત્યામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી રહી છે. ત્યારે આ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હત્યામાં સંડોવાયેલા વધું એક આરોપીને રાજકોટથી ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલ આરોપીએ હથિયાર સપ્લાય કર્યા હતા. જેથી પોલીસે તેની ધરપકડ કરી છે.

હથિયાર સપ્લાય કરવાના ગુનામાં ધરપકડ 

પોલીસે હાલ જે આરોપીની ધરપકડ કરી છે. તેનું નામ રમીઝ સેતા હોવાનું સામે આવ્યું છે. તેણે અગાઉ ઝડપાયેલ આરોપી અજીમ સમાને હથિયાર સપ્લાય કર્યા હતા. આરોપી જંગલેશ્વરનો રહેવાસી છે અને એસઓજીની ટીમ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે. ભાવનગરના ઢસાથી આરોપીને પકડીને એટીએસની ટીમને સોંપી દેવામાં આવ્યો છે. જેની સામે પોલીસે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

મૌલાના ઐયુબને આજે જમાલપુર મસ્જિદ લાવવામાં આવ્યો 

આ કેસમાં હવે એટીએસની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે. આરોપી મૌલાના ઐયુબને આજે ગુજરાત એટીએસની ટીમ તપાસ અર્થે અમદાવાદના જમાલપુર લાવી હતી. જમાલપુરમાં જે મસ્જિદ આવેલી છે ત્યા એયુબને તપાસ માટે લાવવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ આરોપી મૌલાના ઐયુબ અને શબ્બીરે મસ્જિદમાં જ આ સમગ્ર ષડયંત્ર રચ્યું હતું. 

રાજકોટમાં પોલીસનો લાઠીચાર્જ 

કિશન ભરવાડની મોત મામલે ગઈકાલે રાજકોટમાં ધાર્મીક સંગઠનો કલેક્ટર કચેરીએ પહોચ્યા હતા. કલેક્ટરને તેઓ આવેદન પત્ર આપવા આવ્યા હતા. પરંતુ તે સમયે ત્યા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સંગઠનો દ્વારા રેલી પણ કાઢવામાં આવી હતી અને તે રેલી બાદ લોકો દુકાનો પણ બંધ કરાવી હતી જેથી પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. 

ટોળાને વિખેરવા પોલીસનો લાઠીચાર્જ 

ધાર્મિક સંગઠનો આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા. પરંતુ તે સમયે પોલીસ દ્વારા ટોળાને વિખેરવા લાઠી ચાર્જ કરવામાં આવ્યો. કારણકે તેઓ રેલી કાઢીને ત્યા દુકાનો પણ બંધ કરાવી રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો પહોચી ગયા હતા. જેથી પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. 

કિશન ભરવાડની હત્યા મામલે દુકાનો બંધ કરાવી રહ્યા હતા

ઉલ્લેખનીય છે કે ધંધુકામાં કિશનભરવાડની હત્યાના વિરોધમાં લોકો દુકાનો બંધ કરાવી રહ્યા હતા. રેલી બાદ લોકો દુકાનો બંધ કરાવી હતી જેથી ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો જેમા અમુક લોકોને ઈજા પહોચી જેથી તેમને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

એટીએસએ કરી મૌલવીની ધરપકડ 

ધંધૂકાના કિશન ભરવાડ કેસ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ATSના હાથે મૌલવીની ધરપકડ કરવામાં આવી છે અને ગઈકાલે તેને દિલ્હીથી ગુજરાત લવાયા બાદ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. ત્યારે સમગ્ર ઘટનાને જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ વખોડી છે.

રાજભા ગઢવીએ ઘટનાને વખોડી

રાજભા ગઢવીએ વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે, દરેક હિન્દુઓએ એક થઇ રજૂઆત કરવી જોઇએ અને મુસ્લિમ આગેવાનોને પણ અપીલ કરી હતી કે હિંસક પ્રવૃત્તિઓ કરતા તત્વોને રોકવા જોઈએ.

દરેક હિન્દુઓએ એક થઇ રજૂઆત કરવાની કરી અપીલ

રાજભાએ વધુમાં કહ્યું કે, કિશન ભરવાડે પોસ્ટ મુકવા બદલ માફી પણ માગી હતી તેમ છતાં તેમની હત્યા કરવામાં આવી તે ખરેખર વખોડવા લાયક બાબત છે. તો તેમણે બંધારણ અને કાયદો હોવા છતાં મૃત્યુદંડ આપનારને સજા થવી જોઇએ તેવી પણ માગણી ઉચ્ચારી હતી.

સમગ્ર ઘટના શું હતી ?

ધંધુકા ખાતે ગત મંગળવારે મોડી રાત્રે કિશન ભરવાડ નામનો યુવક જુના ઘર પાસેથી પસાર થતો હતો. ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. ઘટનાને પગલે માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો.

કંગના રણૌતે પણ આપ્યું છે નિવેદન

ગુજરાતના અમદાવાદમાં આવેલ ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવકની હત્યા થઈ છે. જે હાલ ઘણો ચર્ચાનો વિષય બન્યો છે. ગત 25 તારીખે યુવક કિશન ભરવાડની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. જેના કારણે હાલ ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે બોલીવૂડ એક્ટર કંગના રાણાવતે પણ કિશન ભરવાડની હત્યાને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે.

ધંધૂકાના સ્થાનિકોએ અશાંતધારાની કરી છે માગણી

ધંધુકામાં કિશન ભરવાડની હત્યાનો મામલે VTV NEWS દ્વારા કરવામાં આવેલ ગ્રાઉન્ડ રિપોર્ટમાં ધંધુકાના લોકોએ અશાંત ધારાની માંગ ઉચ્ચારી છે, આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં ધંધુકામાં 700થી વધુ હિંદુઓએ મકાન વેચ્યા છે. સ્થાનિકોએ VTV NEWS સાથેની વાતચીતમાં કહ્યું કે,વચલી ફળી, મોઢવાળા પોળ, લીંબડી ફળી તથા સુથારવાડા, ખાંડાચોરામાં અશાંત ધારાની માગણી કરી છે. નોંધનીય છે કે, હિન્દુ મકાન માલિકો ધંધુકામાં મકાન વેચીને નીકળી ગયા છે. તો કેટલીક જગ્યાએ પંરાપરાગત નવરાત્રીના ગરબા પણ બંધ થયા હતા.

એટીએસની ટીમના હાથમાં આવ્યો આખો કેસ

ઉલ્લેખનીય છે કે યુવક કિશન ભરવાડની હત્યાના કેસમાં વધું એક આરોપીની રાજકોટથી ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ પોલીસે અજીમ સમા નામના આરોપીની ધરપકડ કરી છે. જેણે આરોપી મૌલવીને હથિયાર આપ્યા હતા. જોકે આ કેસ હવે એસઓજીની ટીમ દ્વારા એટીએસને આપી દેવામાં આવ્યો છે. ગઈકાલે મોરબીથી પણ હત્યામાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ