બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / One and a half to two lakh people attended the fair in Rajkot

કિલ્લોલ / સૌરાષ્ટ્રમાં આઠમ-નોમના મેળામાં માનવમહેરામણ: રાજકોટમાં દોઢથી બે લાખ લોકોએ મજા માણી, જામનગરમાં પણ પગ મૂકવાની જગ્યા ન રહે તેવી ભીડ

Kishor

Last Updated: 06:43 PM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના લોક મેળામાં સૌરાષ્ટ્રભરના લોકો દોડી આવતા 1.5 લાખ જેટલા લોકોએ મેળાની મોજ માણી હતી.

  • રાજકોટના લોક મેળામાં માનવ મહેરામણ ઉમટ્યુ
  • લોક મેળામાં 1.5 લાખ જેટલા લોકોએ માણી મેળાની મજા
  • જન્માષ્ટમીને લઈ રાજકોટમાં લોકમેળાનુ આયોજન
  • સૌરાષ્ટ્ર ભરમાં આજે જન્માષ્ટમીના લોક મેળાનુ અનેક જગ્યાએ આયોજન

જન્માષ્ટમીને લઈ રાજકોટમાં તંત્ર દ્વારા લોકમેળાનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો રાજકોટનો લોક મેળો ગુજરાતભરમાં ખૂબ જ પ્રખ્યાત છે લોકો આ મેળાની મોજ માણવા માટે લોકો વર્ષ દરમિયાન આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે આ મેળામાં માનવ મહેરામણ ઉમટ્યુ હતું. સૌરાષ્ટ્રભરના લોકો મેળામાં દોડી આવતા 1.5 લાખ જેટલા લોકોએ મેળાની મોજ માણી હતી. રાજકોટમા સાંજ પડતા જ માનવ મહેરામણ મેળામાં ઉંમટી પડ્યું છે. 

સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં આવતા લોકો માટે તંત્રએ લીધો મહત્વનો નિર્ણય  | The dipartment has taken an important decision for the people coming to  Saurashtra's biggest Lok Mela

લોકો આતુરતાથી જોતા હતા મેળાની રાહ 
આજે દોઢ લાખ જેટલા લોકો મેળાની મજા માણી હતું. આજે જન્માષ્ટમી હોવાથી લોકોને રજા હોય જે રજાનો લોકોએ મેળા સંગ આનંદ માણ્યો હતો.
ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો રેસકોસ ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. લોકોનો ઉત્સાહ આભને આંબતો દેખાયો હતો. કેટલાય લોકોએ કહ્યું હતું  કે તેઓ છેલ્લા ત્રણ મહિના થયા આતુરતાથી મેળાની રાહ જોતા હતા. બીજી બાજુ આજે મેળાનું ખૂબ જ સારો માહોલ હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું.

8 રાજ્યોના CM ગુજરાત આવશે: માધવપુરના મેળામાં કલાકારો, મહાનુભાવો અને ભક્તોનો  થશે જમાવડો, રાષ્ટ્રીય કક્ષાનું આયોજન | Preparations in full swing for the  National ...

ગોંડલ, જસદણ સહિતના પંથકના લોકો મેળા ઉમટી પડયા

લોકોએ તમામ મુશ્કેલી અને સમસ્યા ભૂલી પોતાના પરિવાર સાથે મેળાની મજા માણવા પહોંચ્યા હતા. ખાસ મોરબી, ગોંડલ, જસદણ સહિતના પંથકના લોકો મેળા ઉમટી પડતા મેળામાં ચિક્કાર મેદની જોવા મળી હતી. બીજી બાજુ જન્માષ્ટમીનું સૌરાસ્ટ્ર પંથકમા ખૂબ જ મહત્વ હોય છે જેથી સૌરાષ્ટ્ર ભરમાં આજે જન્માષ્ટમીના લોક મેળાના અનેક જગ્યાએ આયોજન કરવામા આવતા હોય છે. જેનો ઉત્સવપ્રેમી જનતાએ આનંદ લૂંટયો હતો. બીજી બાજુ જામનગરમાં પણ સાતમ આઠમ,નોમના લોકમેળાની જોરદાર રંગત જામી છે. મેળામાં માનવસાગર ઉમટયો છે. લોકોએ આઠમના દિવસે રંગબેરંગી લાઈટોના અદભુત નજારા સાથેના મેળામાં વિવિધ રાઈટ્સ અને ખાણીપીણીની મોજ માણી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ