બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / On the Uttarayana Parva, MLA Nimishaben swung to the tune of the carpenter Timli

પંચમહાલ / મોરવા હડફના મહિલા ધારાસભ્ય ટીમલીના તાલે ઝૂમી ઉઠ્યા, સાદાઈથી કરી ઉત્તરાયણની ઉજવણી

Dinesh

Last Updated: 08:50 AM, 15 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાયણ પર્વ પર ધારાસભ્ય નિમિષાબેન સુથારનો અનોખો અંદાજ જોવા મળ્યો, ટીમલી ગીતના તાલે ઝૂમી ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરી

  • ધારાસભ્ય નિમિષાબેન સુથારનો અનોખો અંદાજ જોવા મળ્યો
  • ઉત્તરાયણ પર્વ પર નિમિષાબેન સુથાર ટીમલીના તાલે ઝૂમી ઉઠ્યા 
  • નિમિશાબેન સુથારે સાદાઈથી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી 


સમગ્ર રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. ત્યારે આજે પંચમહાલના કડાણામાં ધારાસભ્ય નિમિશાબેન સુથારે ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. તેમણે  તેમના નિવાસ્થાને પતંગ ચગાવીને અને ટીમલી ગીતના તાલે ઝૂમી ઉત્તરાયણની ઉજવણી કરી છે. 

ધારાસભ્ય નિમિષાબેન સુથાર ટીમલીના તાલે ઝૂમતાની તસવીર

ધારાસભ્ય નિમિષાબેન સુથારનો અનોખો અંદાજ જોવા મળ્યો
ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમ્યાન ધારાસભ્ય નિમિષાબેન સુથારનો અનોખો અંદાજ જોવા મળ્યો છે. કડાણામાં ધારાસભ્ય નિમિષાબેન સુથાર ટીમલી ગીતના તાલે ઝૂમતા જોવા મળ્યાં હતા. પોતાના નિવાસ્થાને પરિવાર સાથે ટીમલીના તાલે નિમિષાબેન સુથાર ઝૂમ્યા છે. ઉત્તરાયણ પર્વ સાદગી સભર ઉજવણી કરી છે.

ધારાસભ્ય નિમિષાબેન સુથાર ટીમલીના તાલે ઝૂમતાની તસવીર

નિમિષાબેન સુથાર ટીમલીના તાલે ઝૂમી ઉઠ્યા
તમને જણાવી દઈએ કે, ધારાસભ્ય નિમિષાબેન સુથાર અવાર-નવાર પોતાની પરંપરા મુજબ ટીમલીના તાલે મન મૂકીને ઝુમતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. ફરી એકવાર તેઓ ઉત્તરાયણ પર ટીમલીના ગીત પર ઝૂમી ઉઠ્યાં હતા. તેમજ અગાઉ પણ ભજનમાં લીન અને ટીમલીના તાલે ઝૂમતા તેઓ તેમની પરંપરાઓ જાળવતા હોય તેવું જણાઈ રહ્યું છે. પોતાના પરિવાર સાથે જ નિમિશાબેન સુથારે સાદાઈથી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. 

ધારાસભ્ય નિમિષાબેન સુથાર ટીમલીના તાલે ઝૂમતાની તસવીર

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મકરસંક્રાંતિની ઉજવણી કરી
સુરતમાં આજે મકરસંક્રાંતિના પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. એવામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૌ પૂજન કરીને ઉત્તરાયણ મનાવી હતી. એ પછી હર્ષ સંઘવીએ પરિવાર સાથે રીવ્યુલેટ બિલ્ડીંગમાં પતંગ ચગાવીને કરી મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. 
મીડિયા સાથે વાત કરતાં હર્ષ સંઘવીએ ગુજરાતના દરેક લોકોને મકરસંક્રાંતિની શુભકામનાઓ આપતાની સાથે જ સંદેશ પણ આપ્યો હતો. એમને કહ્યું હતું કે 'ઉતરાયણના દિવસની શરૂઆત લોકો દાનથી કરે છે અને એ પછી આખો દિવસ ધાબા પર ચઢીને પતંગ ચગાવવાની પરંપરા વર્ષો જૂની છે. આખા દિવસ દરમિયાન પવન ના સાથ અને સંગમ જોડે લોકો પતંગ ચગાવે છે. આપણે બધા જાણીએ છીએ કે સુરત ની ધરતી સુરતી માંજા માટે ઘણી પ્રખ્યાત છે. ઉતરાયણ દરમિયાન એક બીજા જોડે પતંગ ચગવવા કોઈ ના પતંગ કાપવો એ એ એક બીજા જોડે પતંગ ચગવવા કોઈ ના પતંગ કાપવો એ એક રમત ચાલે છે જે ઘણું સામાન્ય પણ છે. પણ આ દોસ્તીની રમતમાં કેટલાક લોકો કોઈક ના જીવનનો પેચ પણ કાપવાનું કામ કરે છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ