બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / On the last Monday of the holy month of Shravan, devotees throng the Somnath temple

Shravan 2023 / પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે 'હર હર મહાદેવ'ના નાદથી ગૂંજી ઉઠ્યું સોમનાથ મંદિર, વાતાવરણ બન્યું શિવમય

Malay

Last Updated: 09:30 AM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shravan 2023: પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર હોવાથી વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં ઉમટી પડ્યું ભક્તોનું ઘોડાપૂર, પોલીસ અને મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવાઈ.

  • શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર 
  • સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર
  • વહેલી સવારે 4:00 વાગ્યે ખૂલ્યું મંદિર 

Gir Somnath News: ભગવાન ભોળાનાથનો અતિપ્રિય મહિનો એટલે કે શ્રાવણ મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, જેના કારણે આજે વહેલી સવારથી જ શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. દરેક શિવ મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી રહ્યા છે. ભક્તોએ જળાભિષેક, દૂધનો અભિષેક અને બિલિપત્ર ચઢાવીને ભગવાન ભોળાનાથને રિઝવવા વહેલી સવારથી જ શિવમંદિરોમાં પૂજા-અર્ચના અને દર્શનાર્થે લાઇનો લગાવી છે. 

હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ શીવમય બન્યું
ગીર સોમનાથ ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદિરે પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. દર્શનાર્થીઓ માટે સોમનાથ મંદિરના દ્વાર વહેલી સવારે 4:00 વાગ્યે જ ખોલી દેવામાં આવ્યા છે. સોમનાથ મંદિરે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. જય સોમનાથ અને હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વાતાવરણ શીવમય બન્યું છે.

સોમનાથ મંદિરે ભક્તોની લાગી લાઈનો 
આજે વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. હજું પણ દર્શનાર્થે શિવભક્તોનો પ્રવાહ આવી રહ્યો છે. સોમનાથ દાદાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતાર લાગી છે.

પાલખી યાત્રા, મહાપૂજા સહિત વિવિધ આયોજન કરાશે
આજરોજ શ્રાવણ માસનો અંતિમ સોમવાર હોવાથી મંદિરમાં પાલખી યાત્રા, મહાપૂજા સહિત વિવિધ આયોજન કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને અગવડ ન પડે તે માટે સુવિધાઓ ઉભી કરાઇ છે.

શ્રાવણના સોમવારનું મહત્વ
શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ છે.  ભગવાન શિવને પણ આ મહિનો ખૂબ જ પ્રિય છે. ભોલેનાથને સોમવાર ખૂબ જ પ્રિય છે. તેથી શ્રાવણમાં સોમવારનું મહત્વ વધુ વધી જાય છે. એવી માન્યતા છે કે શ્રાવણમાં આવતા સોમવારે વ્રત રાખવાથી, પૂજા વગેરે કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન શિવ ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. આ દિવસે ભગવાન શિવને બેલિના પાન, ભાંગ, ધતુરા અને જળ ચઢાવવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ